SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ તૈયારી કરાવતા જતા હતા, અને બીજી બાજુ ગ્રંથના પ્રકરણો રચવાની પૂર્વ ભૂમિકા આપતા જતા હતા. સાથે ચિ. નેહલનો સાથ પણ વધતો જતો હતો. આવા અનુભવોને કારણે મારામાં ગ્રંથના કર્તા તરીકેના ભાવ ઊઠવા અસંભવ બની ગયા હતા. એને હું પ્રભુની મારા પરની ઉત્તમોત્તમ કૃપા ગણું છું. આવી કૃપા મને અને સહુને સદાય મળતી રહો. ઈ.સ.૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭નાં પર્યુષણની તૈયારી પ્રભુએ મારી પાસે ૨૦૦૫ના અંતિમ મહિના સુધીમાં કરાવી દીધી હતી. તેથી ૨૦૦૬નું વર્ષ ગ્રંથના લેખન માટે મારાથી ફાળવી શકાયું હતું. ૨OO૬નાં પર્યુષણ પૂરાં થયા પછી પ્રભુએ મારી પાસે ૨૦૦૮ના પર્યુષણની તૈયારી કરાવવી શરૂ કરી. ૨૦૦૮ માટેનો વિષય હતો “પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા'. તેની ગ્રંથના લખાણ સાથે સાથે તૈયારી કરાવતા જઈ, તેનું લખાણ પણ એ વર્ષનાં (૨૦૦૬) ડીસેમ્બર માસમાં પૂરું કરાવ્યું હતું. આજ્ઞામાર્ગની પૂર્ણતા ક્યારે, કેવી રીતે થાય, જીવની પાત્રતા કેવી હોય તે બધી વિચારણા મનમાં ચાલતી હતી અને પ્રભુ તરફથી તેનાં હૃદયસ્પર્શી ઉકેલો મળતા જતા હતા. તેથી તેમની જ કૃપાથી અહીં જણાવેલા મુદ્દાઓ આવરી શકાયા હતા. પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે શું?, આજ્ઞાપાલનની મહત્તા; પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરવાથી જીવનું આજ્ઞાધીનપણું વધે છે; પૂર્ણ આજ્ઞાસિદ્ધિમાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું સમતોલન રહેલું છે; પાંચ મહાવ્રતના પાલનથી પૂર્ણ આજ્ઞાસિદ્ધિ સુધી જીવ પહોંચી શકે છે; પાંચ મહાવ્રતની સમજણ; પરમેષ્ટિ પદમાં સ્થાન પામતા જીવો; તે સિવાયના જીવો; ચારે કષાયને ચાર ગુણોમાં પલટાવવા, આજ્ઞાપાલન કરવાના ભાવની અગત્ય; મહાઆશ્રવનો માર્ગ; તે માર્ગે ચાલવાની જીવની તમન્ના; ગુણાશ્રવથી આજ્ઞાધીનપણાની વર્ધમાનતા થાય છે; ધર્મની લાક્ષણિકતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિ મેળવવાનાં અંતરાય કેવી રીતે ક્ષય કરવાં; જીવની છદ્મસ્થ અવસ્થામાં અંતરાય કર્મ અને વેદનીય કર્મ આત્મા પર જોડીદારની જેમ રાજ્ય કરે છે; જીવને આ વેદનામાંથી વીતરાગી પ્રભુ બચાવે છે, તે વીતરાગીનો ૩૦૬
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy