SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ આમ પ્રભુના જણાવ્યા પ્રમાણે પાંચમા ભાગનું અંતિમ પ્રકરણ ‘શ્રી કેવળીપ્રભુનો સાથ’ રહેશે જે આખા ગ્રંથનું શિર્ષક પણ છે. ઈ.સ. ૧૯૮૩માં લખેલી ચોવીશ ભગવાનની સ્તુતિ ઈ.સ. ૨૦૦૬ના ડીસેંબર માસથી વ્યવસ્થિત લખવી શરૂ કરી. રોજનાં પાંચ પાનાં લખવાનો નિયમ પ્રભુએ આપ્યો હતો. વધારે લખાય તો ચાલે, પણ ઓછાં પાનાં લખવાં નહિ એમ મને તેમણે જણાવ્યું હતું. એ જ ઝડપથી લખાણ કરવાની રીત રાખી એટલે થોડા જ દિવસમાં પહેલું પ્રકરણ લખાઈ ગયું. પહેલું પ્રકરણ લગભગ પૂરું થવા આવ્યું હતું એ અરસામાં વકીલ એન્ડ સન્સના અરુણભાઈ મહેતા સાથે આ ગ્રંથ છાપવા બાબત મેં વાત કરી. તેમણે ઘણી જ ખુશીથી હા કહી. પણ તેમને સારું ગુજરાતી જાણનાર વ્યક્તિની થોડી અસુલભતા હતી, તેથી તે બાબત થોડું વિચારવું પડે તેમ હતું. ઈ.સ. ૨OO૬ના ડિસેમ્બરમાં મારાં બહેનની દીકરી ચિ. અમી અમેરિકાથી અમને બધાને મળવા આવી હતી. તે મને કહે, “માસીબા, મારે આત્માને ઉજાળે એવું કંઈક કામ કરવું છે, બાહ્ય કામ કરીને હું થાકી ગઇ છું. મને કંઈક સુઝાડો તો સારું.' મેં તેને “શ્રી કેવળી પ્રભુનો સાથ” લખવાનું શરૂ કર્યું છે તે જણાવ્યું. અને પૂછયું કે આનું કંપોઝીંગ અને પહેલું પ્રુફ રીડીંગ કરવું તને ફાવે? તેણે અભ્યાસમાં કોમપ્યુટર એંજીનીયરીંગ કર્યું હતું અને ગુજરાતીનો મહાવરો પણ તેને સારો હતો તેથી મેં આ રીતે પૂછયું. મારી ભાણેજ અમી તો ખૂબ ખુશ થઈ ગઈ અને પહેલા પ્રકરણની ઝેરોક્ષ તેની સાથે લઈ ગઈ. શરૂઆતના થોડા દિવસ વકીલ એન્ડ સન્સમાં કોમ્યુટર સાથે નાતો જોડતાં ગયા, પણ પછી તેને ફાવટ આવી ગઈ. તે લખાણ કંપોઝ કરી વકીલ એન્ડ સન્સમાં મોકલતી. તેમાંથી પાના રચાઈ મારી પાસે આવતાં. અને પહેલા ભાગનું મુફ રીડીંગ મારી સખી ડો. કલા શાહ કરી આપતી હતી. તે તૈયાર થયે છાપકામ માટે મોકલવામાં આવતાં હતાં. જે ઝડપથી હું લખતી હતી તે જ ઝડપથી ચિ. અમી ચીવટપૂર્વક કંપોઝીંગ અને રીડીંગ કરી અમને મોકલતી હતી. ૩૦૪
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy