SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ શકતો પણ નથી. આ હકીકત સ્પષ્ટતાએ સમજાવાથી જીવને ધર્મનાં મંગલપણાનો ખ્યાલ આવવાની શરૂઆત થાય છે. અને તેથી જેમનાં જીવનમાં ધર્મનું મંગલપણું પ્રગટ થયું છે એવા સëવ અને સગુનાં શરણમાં ઇચ્છાપૂર્વક જવા તે જીવ પ્રવૃત્ત થાય છે. ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાને પામવાને જીવને ઉત્તમ સગુરુરૂપ માધ્યમની જરૂરત રહે છે, કારણ કે અનાદિકાળથી લોકમાં રખડતા જીવને ધર્મનાં સાચા રહસ્યમય સ્વરૂપની જાણકારી સ્વયં તો પ્રગટી શકતી નથી. તે જાણકારી મેળવવા માટે આત્માનુભૂતિ કરાવનાર ધર્મને જેમણે યથાર્થતાએ પાળ્યો છે, સ્વરૂપાનુસંધાન કર્યું છે અને તેની સાથે સર્વ પ્રશ્નોની સમાધાનકારી બળવાન ક્ષયોપશમવાળી વાણી મેળવી છે તેવા ઉત્તમ સગુરુના સાથની જરૂરત દેખાય છે. આવા સગુરુનાં હૃદયમાં કોઈ પણ પ્રકારના બદલાની આશા વગરનો કલ્યાણભાવ પ્રગટયો હોય છે, જે ભાવ પ્રવાહરૂપે વહી શિષ્યનાં હૃદયમાં વસી તેને કલ્યાણમય બનાવે છે, અને તેનાથી આગળ વધી એ જ ભાવ તેના હ્રદયમાં ચૂંટાઈ ઘટ્ટ બની અન્ય જીવોના કલ્યાણાર્થે વહેતો થાય છે. આ રીતે અનાદિકાળથી શરૂ થયેલી ધર્મની આ કલ્યાણભાવના અનંતકાળ સુધી સતત વહ્યા કરવાની છે. જે ધર્મનાં મંગલપણાને અને સનાતનપણાને સતત પોષણ આપ્યા કરશે. શ્રી સદ્ગુરુ પ્રતિથી વહેતો આવતો કલ્યાણભાવનો આ પ્રવાહ, ગુરુ તરફનાં શિષ્યનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાને કારણે શિષ્યના હૃદયમાં સ્થિર થાય છે, અને તેના સંગાથમાં સદ્ગુરુ પાસેથી સંસારથી છૂટવાના ભાવ દઢ કરાવનાર બોધ ભળતાં શિષ્યનાં વિષયકષાયો શાંત ને શાંત થતા જાય છે. માર્ગ આરાધવાનું નિશ્ચયપણું તેનામાં વધતું જાય છે. આ રીતે થતું ગુરુશિષ્યના કલ્યાણભાવનું મિશ્રણ શિષ્યને આ અમંગલમય સંસારમાં મંગલમય કરે છે. તેના થકી અન્યજીવોને મંગલરૂપ કરનાર કલ્યાણનો પ્રવાહ નિષ્પન્ન થાય છે, આ પ્રક્રિયાથી મોક્ષમાર્ગનું સનાતનપણું સિદ્ધ થાય છે. એ જ સનાતનપણું ધર્મને ઉત્કૃષ્ટ મંગલ ગણાવવા માટે પૂરતું પ્રમાણ કહી ૨૦૪
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy