SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું ઇત્યાદિ સર્વ ક્ષણિક છે, નાશવંત છે. તે પદાર્થો કોઈ ને કોઈ કાળે ઇચ્છાએ કે અનિચ્છાએ પણ જીવે છોડવાં જ પડે છે. આ ઉપરાંત જ્યારે જીવને કષ્ટમાંથી પસાર થવાનું આવે છે, મરણને શરણ થવું પડે છે ત્યારે તેને ધર્મ સિવાય અન્ય કોઈ પણ શરણરૂપ થઈ મદદકર્તા થઈ શકતું નથી. જો ક્યારેક તેને કોઈ બાહ્યથી મદદ કરતું જણાય છે તો તે તેના પુણ્યોદયના કારણે હોય છે, પુણ્ય પરવારતાં બધાં જ મદદ કરનારા ખસી જાય છે. એટલે કે આ જીવે એકલા આવવાનું છે, એકલા રહેવાનું છે, અને પોતાનાં કર્મો ભોગવવાં એકલા જ પરિભ્રમણ કરવાનું છે. તે કોઈનો નથી, કોઈ તેનું નથી. સહુ જીવો પોતપોતાનાં કર્મે કરી મળે છે અને વિખરાય છે. આ રીતે તેને ગુરુગમે અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ વગેરે વૈરાગ્ય ઉપજાવનારી ભાવનાઓ અનુભવથી સમજાય છે. પરિણામે તેનું દેહ પ્રતિનું અને સંસાર પ્રતિનું મમત્વ ઘટવા લાગે છે, અને આત્મા પ્રતિનો તેનો પ્રેમભાવ તથા અહોભાવ વધવા લાગે છે. ઉપર જણાવેલી ભાવનાઓ વિશે વિચારણામાં ઊંડા ઉતરતાં, અને કર્મોની જાળને ઓળખતાં તે જીવને સ્પષ્ટ થાય છે કે જે દેહમાં તેને અતિશય આસક્તિ છે તે દેહ તો અશુચિમય છે, દુઃખકારક છે. આવા દેહને લીધે તેણે આ લોકનાં પ્રત્યેક ક્ષેત્રમાં જન્મ તથા મૃત્યુની કારમી વેદના સહન કરી છે. આવી કષ્ટજન્ય સ્થિતિમાં પીડાથી છોડાવનાર સત્સંવ, સગુરુ અને સત્વર્યની પ્રાપ્તિ થવી, તથા તેમના પ્રતિ શ્રદ્ધાન થવું એ અતિ અતિ દુર્લભ છે. તે માટે ખૂબ ખૂબ પુણ્યોદયની જરૂર છે. આવો પુણ્યોદય થયા પછી જ જીવ યોગ્ય આરાધન કરી વિકાસ કરી શકે છે. આ ઉપરાંત વિકાસનાં પ્રત્યેક પગથિયે ચડવા માટે વિશેષ પુણ્યોદયની જરૂર છે એ સમજાય તેવી બાબત છે. આ પ્રકારનો શુભભાવના સહિતનો વિવેક જીવ મુખ્યત્વે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જન્મમાં જ મેળવી શકે છે, તેથી અશુચિમય અને પીડાકારક હોવા છતાં મનુષ્યદેહની અગત્ય જીવે સમજવી ઘટે છે. સાથે સાથે તે જીવે નક્કી કરવું પડે છે કે સગુરુ તથા સત્કર્મના શરણ વિના કોઈ પણ જીવ શાશ્વત સુખના પડછાયાને પણ પામી શકતો નથી, પરિભ્રમણની અલ્પતા કરી શકતો નથી, જન્મ, જરા તથા મૃત્યુનાં કષ્ટથી બચી ૨૦૩
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy