SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું શકાય. આમ અનેક અપેક્ષાથી વિચારીએ તો ધર્મ આરાધન એ બાહ્ય તથા ભીતરથી મંગલરૂપ છે, એવો નિર્ણય કરી શકાય છે. ધર્મનું આવું મંગલપણું શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં ક્યાં અને કેવી રીતે પ્રગટ થતું હતું, અને તેનો લાભ અન્ય જીવોને કેવી રીતે મળ્યો હતો, અને મળે છે તે આપણે સમજવાનું છે. એમનાં જીવનનો યોગ્ય અભ્યાસ આપણે તેમની જ કૃપાથી કરી શકીએ, તેમનાં જીવનનાં રહસ્યો પામી શકીએ અને તેમના થકી “અમૃતસાગર પરમાત્મસ્વરૂપ રાજપ્રભુની કૃપાથી મારે રાજપ્રભુ જેવા થાવું છે' એ ભાવને સાર્થક કરીએ; એવો પુરુષાર્થ કરાવવા શ્રી રાજપ્રભુને વારંવાર સવિનય વિનંતિ છે. બાળવયથી જ શ્રીમદ્ રાજચંદ્રમાં કેટલાય આત્મિક ગુણોનો આવિર્ભાવ જોવા મળતો હતો. અને વય વધવાની સાથે તે ઉપરાંતના કેટલાય વિશિષ્ટ ગુણો તેમનામાં ખીલતા ગયા હતા. તેમનાં જીવનનું ધ્યેય આત્માને ત્વરાથી શુધ્ધ કરી, મોક્ષ મેળવવાનું હતું, અને તે માટેનો પ્રબળ પુરુષાર્થ તેમણે નાની વયથી જ સફળતાપૂર્વક શરૂ કર્યો હતો. આ પુરુષાર્થનાં પરિણામમાં તેમણે આત્માની નિર્મળતા અને સિદ્ધિઓ ઉત્તરોત્તર હાંસલ કરી હતી. તેમના આત્મા પરથી કર્મનાં દળિયાં ઘણાં ઝડપથી ખરતાં ગયાં હતાં, અને વિશુદ્ધિ ઝડપથી વધતી હતી તેનો અંદાજ આપણને તેમનાં સાહિત્ય અને અન્ય ઉપલબ્ધ માહિતિના આધારે આવી શકે છે. શ્રીમદ્ આ વિકાસ સાધવામાં વચ્ચે કેટલાંય વિઘ્નો આવ્યાં હતાં, અને તે બધાંને ઓળંગી તેઓ કઈ રીતે આગળ વધતા ગયા હતા, તેનો અભ્યાસ કરવાથી તેમનાં જીવનમાં ધર્મનું મંગલપણું કેવી રીતે પ્રકાડ્યું હતું, અને અન્ય જીવોને કેવી કેવી રીતે ઉપકારી થતું ગયું હતું તે સમજાય છે. શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સં. ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાએ ગુજરાતનાં વવાણિયા નામના નાના ગામમાં થયો હતો. તેમને આયુષ્ય મળ્યું હતું માત્ર તેત્રીસ વર્ષનું. સં.૧૯૫૭ના ચૈત્રવદ પાંચમના રોજ તેમનો દેહવિલય થયો હતો. આમ તેમણે ઘણા ટૂંકા ગાળામાં મોક્ષમાર્ગનો લાંબો પંથ ટૂંકો કર્યો હતો, અને તેમાં તેમનામાં પ્રગટેલાં ૨૦૫
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy