SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આના આધારે-આધારે પ્રવાસો, રાત્રિ-પ્રવૃત્તિમાં સાહસકથાઓનું કથન, વિદ્યાર્થીમંડળ, સંગીત, નાટક, રાસ, ગરબી વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા હું માનવચિત્તના અગાધ, સંકુલ છતાં આનંદ ને ઉત્સાહ પ્રેરે તેવા પ્રદેશમાં ઊંડો ને ઊંડો ઊતરવા લાગ્યો. ને તે વખતે માત્ર વિદ્યાર્થીઓની પ્રશંસાને જ મારી સિદ્ધિ ને પ્રશંસા ન ગણતાં જીવનનાં મૂલ્યો સાથે તેનો અનુબંધ કરતા જવાની પ્રક્રિયા પણ ચાલુ રહી. હું કદીક વિદ્યાર્થીપ્રિયતામાં સરી પડ્યો હોત એવું વાતાવરણ વિદ્યાર્થીઓમાં ઊભું થયું હતું. કેટલાય વિદ્યાર્થીઓ મને વળગતા આવવા લાગ્યા હતા, પણ હું તેમાંથી તટસ્થ રહી શક્યો. તેનાં કારણોમાં ઊંડા ઊતરતાં મને લાગે છે કે જાણ્યે-અજાણ્ય પણ મારી માતા તથા નાનાભાઈનું ચરિત્ર જે કંઈ જોયું હતું તેના સંસ્કારો હશે. પણ જેમ-જેમ હું મારા જીવનમાં આ રીતે ઘડાતો ગયો, તેમ-તેમ આ સંસ્કારો મારામાં આત્મસાત્ થઈ જવા લાગ્યા. ને તેમાંથી જીવનનાં મૂલ્યો સાથેની મારી ગાંઠ બંધાઈ ને મારા જીવનમાં આવેલ અનેક કટોકટી વખતે આ ગાંઠ કે નિષ્ઠા, જે કહો તે, તેણે મને માર્ગ, દિશા અને બળ આપ્યાં છે, અને જીવનનાં મૂલ્યો વિશેનું મારું ચિંતન, અભ્યાસ, વ્યવહાર ને વિદ્યાર્થીઓમાં તેની પ્રતિષ્ઠા કેમ બંધાય, તેનું ધરુવાડિયું શિક્ષણક્ષેત્રમાં કેમ ઉછેરાય, તે વિશેના કાંઈક ખ્યાલો બંધાવ્યા છે. એક એવી ગાંઠ મનમાં બંધાઈ છે કે - “જીવનમાં મૂળભૂત સ્થાયી મૂલ્યો સાથે જોડ્યા વગર અપાયેલી આ તાલીમ, કેળવણી, બીજું ઘણું આપી શકે, પણ જો માનવતાનું તત્ત્વ તેમાં ન ભળે તો તે રણમાં સમાઈ જતી નદી જેવી જ રહેવાની.' પણ આ માનવીય મૂલ્યોનું સ્વરૂપ કેવું, તેની કસોટી કઈ, માણસ જાતિમાં તે કેમ વિકસે, તેના બૌદ્ધિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આધારસ્તંભો કયા તે વિશે હવે પછીના વ્યાખ્યાનમાં વિચારીશું, અને તે પછીના વ્યાખ્યાનમાં શિક્ષણ આયોજનમાં તથા પ્રક્રિયામાં આ મૂલ્યોને કઈ રીતે રોપાય, ઉછેરાય ને તેને દેઢમૂલ બનાવાય તે વિશે વિચારીશું.. - આ વ્યાખ્યાનમાં ઘણે અંશે મારું આત્મનિવેદન અને મૂલ્યોને પકડવા પહેલાંની મારી છટપટાહટનો થોડો ખ્યાલ મળે એવી વાતો જ મુખ્યત્વે છે. પણ મારા જેવી જ સ્થિતિમાંથી પસાર થયેલા એવા અનેક સાથીઓને, મિત્રોને આમાંની ઘણી વાતો પોતાની જ હોય એવું લાગે તો નવાઈ નથી. એમ થાય તો આપોઆપ જ આ વ્યાખ્યાનો સહચિંતનનું સ્વરૂપ ધારણ કરે ને વિશેષ અર્થપૂર્ણ બને. (નાનાભાઈ સ્મારક વ્યાખ્યાનમાળામાં મૂળશંકરભાઈનું મનનીય પ્રવચન.) ૦૬ CM આદર્શ કેળવણીનું ઉપનિષદ | આઈ. એમ. પી. - ફાધર વાલેસ “અમારી સ્કૂલમાં ફક્ત આઈ. એમ. પી. ભણાવે છે.” મારું ઘોર અજ્ઞાન કબૂલ કરીને મારે પૂછવું પડ્યું : “આઈ. એમ. પી. એટલે શું?” અને નાના છોકરાએ સમજાવ્યું : “આઈ. એમ. પી. એટલે ઇમ્પોર્ટન્ટ.” . “હા, અને ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું. તો અગત્યનું શાને માટે ?” - પરીક્ષાને માટે.” બસ. હવે સમજાયું. એ સ્કૂલ કેવી હતી અને એ કેળવણી કેવી હતી, અને એ છોકરાને મળેલું જીવનદર્શન કેવું હતું એ સમજાયું. ત્રણ અંગ્રેજી અક્ષરોમાં સમાયેલું હતું. સંકુચિત વિશ્વ હતું. પાંગળું શિક્ષણ હતું. પરીક્ષામાં આટલો કોર્સ છે. કોર્સમાંથી આટલું પુછાય. તે આવી જ રીતે પુછાય. માટે આટલું જ ને આવી જ રીતે ને આ જ ક્રમમાં શીખવાનું, ગોખવાનું, લખવાનું. આટલું જ પુછાય તો આટલું જ તૈયાર કરીએ ને ! કિંમત કરતાં વધારે પૈસા આપે એ ઘરાક મૂર્ખ કહેવાય. પરીક્ષા કરતાં વધારે કોર્સ વાંચે એ વિદ્યાર્થી બેવકૂફ કહેવાય. ઓછી કિંમતે વધારે માલ લાવે એ ઘરાક સાચો. ઓછી મહેનતે વધારે માર્ક લાવે એ વિદ્યાર્થી સાચો. ઓછો અભ્યાસ કરીને પણ સરખું પરિણામ મળે. પછી વધુ અભ્યાસ શું કામ કરીએ ? અમૂલ્ય માનવશક્તિનો દુર્વ્યય થાય ને ? ખરી ફિલસૂફી છે ! અગત્યનું છે. પણ બીજું પણ અગત્યનું છે એ કદાચ ધ્યાન બહાર રહી ગયું હોય. એટલે કે છોકરો મહેનત કરતાં શીખે, પુરુષાર્થ કરવાની જરૂર સમજે, પોતાનામાં છે એ પછી શક્તિ વાપરવાની ટેવ પાડે એ પણ અગત્યનું છે. અરે, પરીક્ષા કરતાં ઘણું અગત્યનું છે. નિયમિતતા, પરિશ્રમ, અભ્યાસ, સમયનો સદુપયોગ અને શક્તિનું પૂરું વળતર. નાનપણથી એ શીખવું જોઈએ, તાલીમ લેવી જોઈએ, ટેવ પાડવી જોઈએ. એ જ અગત્યનું છે, એને જ આઈ. એમ. પી. કહેવાય. છોકરો મહેનતુ થાય, નિયમિત થાય, વધુમાં વધુ કામ કરતો થાય એ જ અગત્યનું છે. એ જો આળસુ બનશે, અનિયમિત બનશે, ઓછામાં ઓછું કામ કરતો થશે. પરીક્ષા માટે ફક્ત આઈ. એમ. પી. તૈયાર કરતો થશે, તો એની કેળવણી નુકસાનકારક નીવડી કહેવાશે. આજે છોકરો શું વાંચી એ મહત્ત્વનું નથી, પણ બરાબર આદર્શ કેળવણીનું ઉપનિષદ , A too
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy