SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. પણ નહિ જ કરી હોય એમ માની શકાય નહિ; કારણ કે એ તો એમની જ દુનિયા.) સિહોરના પ્રવાસનું સ્મરણ પણ એટલું જ તાજું છે. ગૌતમકુંડ પાસેની ગુફામાં રહેતા મહાત્મા ‘’ બોલતા ત્યારે આસપાસના ડુંગરોમાં તેનો પડઘો એવો પડતો કે જાણે કોઈ સિંહ ગર્જના કરે છે. એનું વર્ણન નાનાભાઈએ ગુફામાં ઊભા રહીને કર્યું હતું. એક સીધા ચઢાણવાળી ટેકરી પર નાનાભાઈ અને મોટી ઉંમરના છાત્રો ચડવા લાગ્યા. મારા જેવા એક-બે નાનાને નીચે ઊભા રાખી નાનાભાઈએ મને સૂચના આપી કે - “અહીં તમને કંઈ પણ મુશ્કેલી પડે તો આ વ્હિસલ વગાડજો !” નાનાભાઈની મંડળી ટેકરી પર અડધે ચડી અને ત્યાં કેટલાક ટીખળી છોકરાઓએ અમારી પજવણી શરૂ કરી. મેં હિસલ મારી, ને અડધી ટેકરી ચડેલા દયાળસિંહ નામના એક અલમસ્ત છાત્રને મોટી ફલાંગો ભરીને નીચે ઊતરતા મેં જોયા. પછી પેલા છોકરાઓને એમને હાથે થોડોક મેથીપાક મળ્યો. એક વાર નાનાભાઈની વાર્તા ચાલતી હતી, ત્યાં એકાએક નારણદાસ નામના એક છોકરાએ જોરથી ગર્જના કરી ને ધૂણવા માંડ્યું. અમે સૌ થર-થર ધ્રુજવા માંડ્યા. નાનાભાઈ તેમની પાસે ગયા, “નારણદાસ, શું છે ? તમને શું થાય છે ?” નારણદાસની ફરી ગર્જના : “આઘો રે, મારી નાખીશ. હું ખોડિયાર છું, તાતણિયા ધરાવાળી,” કહીને વધુ ધૂણવા લાગ્યો. નાનાભાઈએ અમને થોડાક બ્રાહ્મણ છોકરાઓને ગજેન્દ્રમોક્ષનું સ્તોત્ર મોઢે કરાવેલું. તે અમે સૌ મોટેથી બોલવા લાગ્યા. મોટા બળવાન છોકરાઓ તેને પકડીને પ્રાર્થનાખંડમાં લઈ ગયા. ત્યાં પણ તેનું તોફાન ચાલુ જ રહ્યું. ઘણી વાર પછી નાનાભાઈએ નારણદાસ પાસે જઈને કહ્યું, “કેમ, હવે કેમ છે ?” “મને કંઈ નથી,” કહીને તે હસ્યો, નાનાભાઈ પણ હસ્યા. આમ નાનાભાઈએ રચેલા નાટકનો ઘટસ્ફોટ થયો. ભૂત, પ્રેત, માતા, મેલડી વગેરે કેવાં ધતિંગ છે તે વાત કરી. આવા નાના મોટા અનેક પ્રસંગો આંખ સામે તરે છે. એ બધા અહીં રજૂ કરવાનો લોભ પણ મારે છોડવો જોઈએ. આટલું કહેવા પાછળનો મારો હેતુ એ છે કે નાનાભાઈનું આટલું નજીકનું સાંનિધ્ય હોવા છતાં નાનાભાઈની કોઈ છબિ મારા સમગ્ર જીવનને ભરી દેતી હોય તેવી છબિ - ઊપસી ન હતી. અભ્યાસ, મૈત્રી, પ્રવાસો, નાની-મોટી માંદગી; આ બધાંમાં નાનાભાઈ કોઈ વાર સ્પષ્ટ, કોઈ વાર સાવ ઝાંખા દેખાતા હતા. o૪ A આદર્શ કેળવણીનું ઉપનિષદ | પણ હું મારો સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કરીને પાછો આ જ સંસ્થામાં છાત્રાલયના ગૃહપતિ તરીકે પ્રવેશ પામ્યો, ત્યારે નાનાભાઈને સમજવા માટેની પરિપક્વતા કંઈક અંશ મારામાં આવી હતી, પણ મારા દુર્ભાગ્યે દક્ષિણામૂર્તિમાંના મારા ગૃહપતિ તરીકેના કાર્યકાળમાં નાનાભાઈનું સાંનિધ્ય મને બહુ જ ઓછું મળ્યું. સંસ્થાના વધતા જતા વિસ્તારને પહોંચી વળવા માટે નાનાભાઈને સંસ્થાના વિભાગોનું સંકલન કરવામાં ને બહારથી સંસ્થા માટેનું ફંડ કરવામાં ઠીક-ઠીક રોકાઈ રહેવું પડતું. વળી મારા સ્વભાવમાં પણ એવું કંઈક ખરું કે નાનાભાઈ પાસે જઈને નિરાંતે તેમનો અંતેવાસ સેવીને તેમની પાસે જીવનનાં રહસ્યો ને છાત્રાલયસંચાલનની કળા પામવાની તકો ઝડપી લેવી, પણ તેવું ન બન્યું. પણ નાનાભાઈ મારા પર ને કામ પર નજર રાખ્યા કરતા. તેનો મને અનુભવ થતો. હજી તો ગૂજરાત વિદ્યાપીઠમાંથી એક ‘તોફાની વિદ્યાર્થી' તરીકેનું પ્રમાણપત્ર પામીને આવેલો, વીસ વરસની ઉંમરનો જુવાન જ્યારે દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાના છાત્રાલયમાં ગૃહપતિ તરીકેની કામગીરી સંભાળે, ત્યારે તે જ છાત્રાલયના લગભગ તે જ ઉંમરના છાત્રોમાંથી કેટલાક ‘પીઢ’ ને ‘અનુભવી' છાત્રોએ સલાહ આપેલી કે - “આ કામમાં મારે ન પડવું - આ તમારા જેવાનું કામ નહિ.' ગૃહપતિને સલાહ આપનાર વિદ્યાર્થી હોઈ શકે એ મારે માટે પહેલો અનુભવ હતો. મેં નાનાભાઈને આ માટે ફરિયાદ ન કરી, પણ આ સલાહને એક યુવાનને છાજે તેવી રીતે પડકાર ગણીને ઝીલી લીધી. મને તે સલાહે નાનાભાઈને એક સફળ ગૃહપતિ તરીકે સમજવાની પ્રેરણા આપી એમ કહું તો ચાલે. મારા કિશોર અવસ્થાના છાત્રનિવાસ દરમિયાન એક વાર હું મરડાની વ્યાધિમાં સપડાયો. એક મહિનો તેમાં રિલાયો. સંસ્થાના ડૉક્ટર દાજીકાકાની એકધારી એરંડિયામિશ્રિત દવા અને વઘારેલી છાશ દિવસમાં ત્રણ વાર - આ મારો ઉપચાર ને સારવાર. હું શરીરથી સાવ નંખાઈ ગયો. પણ આવાં કષ્ટોથી હું નાનપણથી ટેવાયેલો, એટલે એની કોઈ ફરિયાદ મારા મનમાં નહોતી. પણ એકલતા અને હુંફના અભાવથી હું પીડાતો હતો. તે વખતની મારી માનસિક સ્થિતિની મારા મન પર ઘણી ઊંડી અસર થઈ હતી. છાત્રાલયમાં ગૃહપતિ તરીકેનું કામ સંભાળતાં જ માંદા છોકરાઓની સારવારને મેં મારું અગ્રિમતાવાળું કામ ગમ્યું. મને તેમાંથી મારી પોતાની ને વિદ્યાર્થીઓની આંતરિક સૃષ્ટિનું એક અભિનવ દર્શન થવા લાગ્યું. હું મારા ચિત્તમાં અને વિદ્યાર્થીઓના ચિત્તમાં ઊંડો ઊતરતો જતો હતો. બંનેમાં કેટલું બધું સમાન દ્રવ્ય હતું ! | આદર્શ કેળવણીને ઉપનિષદ AM to૫ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy