SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચે એ મહત્ત્વનું છે. આજે એને શું આવડ્યું એ ખાસ જોવાનું નહિ, પણ કેટલી મહેનત કરી એ જ જોવાનું છે. શીખેલું તો ભુલાઈ જશે, જૂનું થશે, નકામું પડશે, પણ શીખવાની ટેવ ને તાલીમ ને પ્રક્રિયા રહેશે, અને એ જ જીવનમાં કામ લાગશે. અગત્યનું છે. છોકરો શીખતાં શીખે એ જ અગત્યનું છે; એટલે કે કેમ શીખવું જોઈએ અને કેમ મહેનત કરવી જોઈએ એ શીખે એ જ અગત્યનું છે. ખોટી રીતે ને ઓછી મહેનતે પરીક્ષામાં પાસ થતાં શીખે એ અગત્યનું નથી - અરે ઇષ્ટ પણ નથી. પરીક્ષાનો કોર્સ હતો એ આઈ. એમ. પી.ની યુક્તિથી અર્ધા કરી નાખ્યો. એટલે છેતરવાની રીત બતાવી. પૂરું કરવાને બદલે અર્ધાથી પતાવી દેવાની ટેવ પાડી. આ તો એક મામૂલી પરીક્ષા હતી. પણ આજે આમ કરવાની ટેવ પડે પછી આગળ ઉપર ખરી પરીક્ષાઓ આવશે અને ખરી કસોટીઓ આવશે એમાં પણ અર્ધ થી પતાવી દેવાની વૃત્તિ થશે. જીવનમાં પ્રામાણિકતા જોઈએ. ચારિત્ર્ય જોઈએ. હા, પણ એમાં પણ હવે આઈ. એમ. પી. કરીને ચલાવીએ તો ? એટલે કે ચારિત્ર્ય વિશે દુનિયામાં શું પુછાય, શું જોવાય, શી ‘અગત્યની’ વાતો છે, શું લોકોના ધ્યાનમાં આવવાનો સંભવ છે - એટલું જ જોવાનું ને એટલું જ તૈયાર કરવાનું, આખો કોર્સ નહિ. પૂરું ચારિત્ર્ય નહિ. ભગવાનનો અભ્યાસક્રમ નહિ. ફક્ત આઈ. એમ. પી. થોડાક નિયમો, થોડો શિષ્ટાચાર, થોડો દેખાવ. ફક્ત ટૂંકો રસ્તો અને અધૂરો પ્રયત્ન. પાસ થવા જેટલું પ્રમાણપત્ર લાવવા જેટલું. પણ સાચો કોર્સ નહિ, સાચું જ્ઞાન નહિ - એટલે કે સાચું ચારિત્ર્ય નહિ, સાચું જીવન નહિ. એ વૃત્તિ હતી એટલે એ રીત ચાલી, એ ટેવ હતી એટલે એ ઢીલાશ આવી. પરીક્ષામાં આઈ. એમ. પી., ચારિત્ર્યમાં આઈ. એમ. પી., જીવનમાં આઈ. એમ. પી. કદી પૂરો હિસાબ નહિ ને પૂરો પ્રયત્ન નહિ ને પૂરો પુરુષાર્થ નહિ. પછી પૂરું પરિણામ પણ ન આવે એમાં શી નવાઈ ? અગત્યનું છે, હા, એ પણ અગત્યનું છે કે છોકરો શિસ્ત શીખે, સચ્ચાઈ શીખે, પ્રામાણિકતા શીખે. જો એ હવે સ્કૂલમાં શિક્ષકને હાથે જ છેતરપિંડી શીખે, હલકાઈ શીખે, તો આગળ ઉપર કેમ ચોક્સાઈ રાખશે ? કેમ સત્ય પાળશે ? સ્કૂલમાં શીખવવાની બે રીત હોય છે - એક પાઠ દ્વારા અને બીજી વર્તન દ્વારા. પાઠમાં સચ્ચાઈની વાત આવે છે. એ બરાબર | ૭૮ ઈ C A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1 સમજાવવામાં આવે. ભાર મૂકીને અને ઉદાહરણ ટાંકીને એનું મહત્ત્વ છોકરાઓનાં મન ઉપર ઠસાવવામાં આવે. પૂરું કામ અને પૂરું મન. શ્રેષ્ઠતાનો આગ્રહ અને ચોકસાઈનું વ્રત. પુરુષાર્થ અને પ્રામાણિકતા. એ આદર્શ છે અને એ ઉપદેશ છે. પણ ઉપદેશ જ છે; કારણ કે એ જ સ્કૂલમાં પરીક્ષાની વાત આવે અને એની તૈયારી કરાવે ત્યારે એ જ શિક્ષણ ચોક્સાઈ અને શ્રેષ્ઠતાની વાત બાજુ પર મૂકીને કોર્સ ટૂંકાવીને ફક્ત આઈ. એમ. પી. કરાવીને સંતોષ માને - અને મનાવે. તો કદાચ પાઠ્યપુસ્તકમાંના જે પાઠમાં પેલી શ્રેષ્ઠતા અને ચોક્સાઈની વાતો આવે એ પાઠ આઈ. એમ. પી.ની અંદર લે અને બરાબર ભણાવે. પણ વર્ગમાં જે વાત ભણાવે છે, એ વર્ગમાં જ નકારી રહૃાા છે; કારણ કે જીવનમાં જે ચોક્સાઈ અને પ્રામાણિકતા રાખવાની વાતો કરે છે, એ પરીક્ષાની તૈયારીની બાબતમાં પોતે ફગાવી દીધી છે. “અગત્યના” પાઠ શીખવતાં સૌથી અગત્યની વાત રહી ગઈ છે. આઈ. એમ. પી.ની પદ્ધતિમાં ખરા આઈ. એમ. પી.નો નાશ થયો છે. વિધાના મંદિરમાં વિદ્યાનું ખૂન થયું છે. “મારી સ્કૂલમાં ફક્ત આઈ. એમ. પી. ભણાવે છે.” તો જેમ જલદી સ્કૂલ બદલો તેમ સારું. (વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાહેર જીવન, ધર્મ, શિક્ષણ જેવા કેટલાક વિષયો પર ફાધર વાલેસના નિબંધોમાં આવરી લેવાયા છે. ફાધરવાલેસ મધુર વક્તા અને ઉત્તમ લેખક રૂપે આદર પામ્યા છે.) “કેળવણીનું કામ સહજવૃત્તિ કેળવવાનું છે, દબાવવાનું નથી.” - બર્ન્ડ રસેલા “બાળ-કેળવણીની શરૂઆત અક્ષરજ્ઞાનથી નહીં, પણ સ્વચ્છતાથી થવી જોઈએ.” - કિશોરલાલ ઘ. મશરૂવાળા આદર્શ કેળવણીને ઉપનિષદ /////
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy