SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાતુ એક દેશના માનવસમાજનું સ્વરૂપ બીજા દેશના માનવસમાજના સ્વરૂપ કરતાં જુદું પડે છે. આ જાતના માનવસંદર્ભને મૂલ્ય સાથે જોડતાં એમાંથી “સામાજિક મૂલ્ય' (Social value) ઊભું થાય છે. વિશિષ્ટ સમાજરચના - સભ્યતા - જીવનરીતિ- ઇતિહાસ - ભૂગોળ - પ્રાકૃતિક બળો અને ખાસિયતો જેવાં પરિબળો સામાજિક મૂલ્યોને ઘડે છે. આ મૂલ્યોના પેટા પ્રકારમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ભાવાત્મક, સૌંદર્યલક્ષી, ઉપયોગિતાવાદી જેવાં મૂલ્યો ગણાવી શકાય. આપણે એ યાદ રાખીએ કે મોજાં-વમળની વિશેષતા હરદ્વારની ગંગામાં પણ છે અને કાશીની ગંગામાં પણ છે જ. તેવી રીતે સામાજિક મૂલ્યના પેટાપ્રકારના કેટલાક અંશો વ્યક્તિગત મૂલ્યોમાં પણ હોવાના જ. પણ સામાન્ય રીતે આપણે તેને સમાજના સંદર્ભમાં જોઈએ છીએ. આ દેશ - કાળ - સમાજગત મૂલ્યોના નિર્ધારક આચાર્યો સર્વકાળે સર્વપ્રજામાં તે-તે સમાજનાં સર્વક્ષેત્રમાં આવ્યા જ કર્યા છે અને પોતપોતાના દેશની આગવી સભ્યતા - સંસ્કૃતિ પ્રમાણે એનો માપદંડ શોધી ગયા છે. (ii) ગંગાની શીતળતા, પ્રવાહિતા અને પવિત્રતાનાં મૂલ્યો સમગ્ર ગંગાના સંદર્ભમાં જોવાનાં છે. ખૂબી એ છે કે ગંગાનો એકે ય ભાગ આ લક્ષણોથી અછૂતો નથી. છતાં અહીં તો ગંગાના અખંડદર્શનના જ સંદર્ભમાં આ લક્ષણો - મૂલ્યો આંકવાનાં છે. આ સમગ્રતા - અખંડિતાની દૃષ્ટિમાંથી વૈશ્વિક મૂલ્ય” (World value & Universal value) ઊભાં થાય છે. સમાજશાસ્ત્રના મતે કાર્યો અનુભવ આપે છે, તે મૂલ્યસર્જનના પાયામાં છે. તેમાંથી અનુભવો - માન્યતાઓ - વલણો - મૂલ્યો જન્મે છે. ભાવાત્મક ક્ષેત્ર મૂલ્યના પાયામાં છે. જેમ કે - “ધ્યાનમાં લેવું - પ્રતિચાર આપવો - મૂલ્ય ધારણ કરવું - મૂલ્યોને વ્યવસ્થિત કરવાં - અમુક મૂલ્ય કે મૂલ્યતંત્ર દ્વારા ચરિત્રગઠન વગેરે.' (૪) મૂલ્યોના પ્રકાર : આટલી ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે મૂલ્યના ત્રણ પ્રકાર પડે છે : (૧) વ્યક્તિગત મૂલ્યો : વ્યક્તિનાં રસ, રુચિ, વલણ અને સંસ્કાર પર આધારિત. વ્યક્તિગત ભિન્નતાને કારણે આ મૂલ્યો ઉદ્દભવે છે. આ [ ૨૨ A આદર્શ કેળવણીનું ઉપનિષદ]. મૂલ્યને કેટલાક તામસિકમૂલ્ય કે જીવશાસ્ત્રીયમૂલ્ય (Biological value) પણ કહે છે. એનું મુખ્ય પરિબળ મનોવિજ્ઞાન છે. આ મૂલ્ય સાપેક્ષ છે. (૨) સામાજિક મૂલ્યો ઃ સમાજનાં નીતિ-નિયમો પર આધારિત છે. સમાજ શાસ્ત્ર એનું મુખ્ય પરિબળ છે. માનવસમાજે આપેલા અનુભવોને કારણે આ મૂલ્ય પેદા થાય છે. કેટલાક તેને સાધનાત્મક - મૂલ્ય (Instrumental value) પણ કહે છે. રાજસિક - મૂલ્ય પણ કહેવાય. આ મૂલ્ય - સાપેક્ષ છે. વસ્તુના ઉપયોગ ઉપર આધારિત છે. પરિવર્તનશીલ છે. આર્થિક - આરોગ્ય - આનંદપ્રમોદ - બૌદ્ધિક - સૌંદર્યલક્ષી - નૈતિક અને ધાર્મિક મૂલ્યો સામાજિક મૂલ્યમાં આવે છે. (3) વૈશ્વિક મૂલ્યો ઃ સ્થળ અને કાળથી પર, તત્ત્વજ્ઞાન તેનું મુખ્ય પરિબળ. એક - અખંડિત દૃષ્ટિમાંથી નિષ્પન્ન થાય છે. પરસ્પર સહકાર, પ્રેમ પર આધારિત આ મૂલ્યોને અંતર્ગત કે શાશ્વત મૂલ્યો પણ કહે છે. બીજી રીતે તેને સાત્ત્વિક મૂલ્ય પણ કહેવાય. નિરપેક્ષ છે. પોતાની ગુણવત્તા પોતાની મેળે સ્થાપિત કરે છે. અનન્ય છે. સત્યમ્ - શિવમ્ - સુન્દરમૂનો તેમાં સમન્વય છે. સત્ય, સારપ, સૌંદર્ય, પ્રામાણિકતા, સંસ્કાર વગેરે આ મૂલ્યનાં અંગભૂત છે. બીજા પર આધારિત નથી. સ્વયંપ્રકાશી છે. નૈતિકતા - ચારિત્ર્ય ઘડતરમાંથી ફલિત થાય છે. અપરિવર્તનશીલ છે. સમયસ્થળનાં બંધનોથી તે મુક્ત છે. આ ત્રણે મૂલ્યોને બે પ્રકારમાં પણ વહેંચી શકાય - (૧) સાપેક્ષ મૂલ્યો : (ક) વ્યક્તિગત - તામસિક મૂલ્ય (ખ) સામાજિક - રાજસિક મૂલ્ય, (૨) નિરપેક્ષ મૂલ્ય : વૈશ્વિક સાત્ત્વિક - અપરિવર્તનશીલ મૂલ્ય. પ. મૂલ્યોનો આંતરસંબંધ : વ્યક્તિગત અને સામાજિક મૂલ્યોની અપેક્ષાએ વૈશ્વિક - મૂલ્યો વધુ સ્થાયી, ઊંડાં અને વ્યાપક હોવાને લીધે જ આપણે એ મૂલ્યોને નિરપેક્ષમૂલ્યો કહ્યાં છે. જમાના મુજબ વ્યક્તિગત - સામાજિક મૂલ્યોમાં જેટલા ફેરફાર આપણે અનુભવીએ છીએ એટલા તાત્ત્વિક ફેરફાર વૈશ્વિકમૂલ્યોમાં નથી થતો. હા, એવું બને ખરું કે અંધાધૂંધી, તોફાન, બળવો, યુદ્ધ, ક્રાન્તિ સમયે આપણને વૈશ્વિક - મુલ્યોનો પણ હાસ થતો લાગે. પણ તે આદર્શ કેળવણીને ઉપનિષદ IIM ૨૩ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy