SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિની મૂલ્યપદ્ધતિ પરિવર્તનોને સ્વીકારે છે, અથવા દ્રવ્યવાદી સંસ્કૃતિમાં પરિવર્તન લાવે છે કે સાંસ્કૃતિક પછાતપણું કે સાંસ્કૃતિક ગાળો લાગે છે. ગબર્ન (0gburn) મૂલ્યોના સમૂહ સાથે કોઈ જન્મેલ નથી. મૂલ્યો સર્જિત થાય છે. મૂલ્યો વારસામાં પ્રાપ્ત થતાં નથી, પરંતુ જન્મ બાદ તે પ્રાપ્ત થાય છે - રાલ્ફ બોરસાદી (Ralph Borsadi) છે. મૂલ્યો ભાવાત્મક નિર્ણયો છે. તે લાગણીઓમાં જન્મે છે. તેનો ઉદ્ભવ જ્ઞાનમાંથી થતો નથી. તે લાગણી સ્વરૂપ છે. તે બૌદ્ધિક નિર્ણયો નથી. - રાલ્ફ ઉપર્યુક્ત વ્યાખ્યાઓ પરથી સમજાય છે કે અનેક અનુભવોને આધારે સમાજમાં પ્રત્યેક વ્યક્તિ માટે વર્તનની તરેહ નક્કી કરવામાં આવે છે. આ તરેહ આચારસંહિતાઓના સ્વરૂપમાં કે નીતિવિષયક બાબતોના સ્વરૂપમાં સ્વીકારવાની હોય છે જેથી વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેની વર્તનવ્યવહારની અને મર્યાદાઓની દિશા નક્કી થઈ શકે છે. નૈતિક અને બૌદ્ધિક મૂલ્યો સમાજે આર્થિક-સંઘર્ષમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે બચાવ-પ્રયુક્તિઓના સ્વરૂપમાં રચેલાં છે, અર્થાતુ મૂલ્યો સમાજ દ્વારા નક્કી કરવામાં આવે છે. મૂલ્યોના વિવિધ પ્રકારો જુદી-જુદી પરિસ્થિતિના અનુભવોના આધારે સમાજના ઘટકો તેમનું સ્થાન નક્કી કરવા માટે આપે છે. દરેક માટેની વર્તનવ્યવહારની ભૂમિકાઓ મૂલ્યોના સંદર્ભમાં નક્કી થાય છે. મૂલ્યો માનવીના જુદા-જુદા અનુભવો અને અનુભૂતિઓમાંથી પેદા થાય છે. માત્ર સંઘર્ષ પસંદગીનો જ હોય છે. વ્યક્તિમાત્ર શ્રેષ્ઠની જ પસંદગી કરે, એટલે પોતાનું જીવન સારું બનાવવા તે જેની પસંદગી કરે તે જ મૂલ્ય બને છે. ભારતીય ચિંતકોની દૃષ્ટિએ મૂલ્યોની વ્યાખ્યાઓ જોઈએ : * વ્યાપક અર્થમાં કહીએ તો જીવનમૂલ્યો એટલે ઔચિત્ય દૃષ્ટિ - વિવેક. - કાકાસાહેબ કાલેલકર લોકો પોતાના મનથી જ એવું કામ કરે કે જેમાં એમને સાચો સંતોષ મળે, એ જ સાચું જીવનમૂલ્ય છે. - રવિશંકર મહારાજ ૨૦ છે . આદર્શ કેળવણીને ઉપનિષદ] કે માનવતાનું પ્રગટીકરણ એ જ જીવનનું સનાતન મૂલ્ય છે. - પીતાંબર પટેલ જ જીવનમૂલ્યો એ માણસની જીવન વિશેની સમજણમાંથી બંધાતી જીવનદષ્ટિનાં નીપજતાં પરિણામો છે. - દામુભાઈ શુક્લ માનવીની ઇચ્છાને જે સંતોષે, પછી તે ઉચ્ચ હો યા નીચ, તેને આપણે મૂલ્ય કહીએ છીએ. - પ્રા. જશુભાઈ પટેલ આ વ્યાખ્યાઓમાંથી મૂલ્યની સંકલ્પના આવી તારવી શકાય ? કોઈ હેતુસાધકતા પર ભાર મૂકે છે, તો કોઈએ ઔચિત્યદૃષ્ટિ કે વિવેકને મૂલ્ય ગણ્યું છે. કોઈએ માનવીની ઇચ્છાને સંતોષે એને મૂલ્ય ગણ્યું છે, તો કોઈએ સ્વાવલંબન અને પરિણામે મળતા સંતોષને મૂલ્ય ગયું છે. કોઈએ જીવન વિશેની સમજણને મૂલ્ય ગણ્યું છે, તો કોઈએ માનવતાના પ્રગટીકરણને મૂલ્ય ગણ્યું છે. સરવાળે મૂલ્યો જીવનવ્યવહારમાંથી નિષ્પન્ન થાય છે તે હકીકત છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ - ગંગા નદીનું દૃષ્ટાંત જોઈએ. ગંગા વિશે ત્રણ રીતે વિચાર કરવો પડે - (૧) ગંગાનું દરેક મોજું - વમળ એકબીજા કરતાં વિશિષ્ટ - ભિન્ન આકાર - પ્રકારવાળું છે. (૨) હરદ્વારની ગંગાનું સ્વરૂપ કાશીની ગંગાના સ્વરૂપ કરતાં વિશિષ્ટ ભિન્ન સ્વરૂપનું છે. (૩) ગંગા શીતળ છે - પવિત્ર છે - પ્રવાહી છે. આ ગંગાના પ્રવાહની જેમ માનવપ્રવાહ વિશે આમ વિચારી શકાય - (i) દરેક મનુષ્ય એકબીજા કરતાં ભિન્ન રસ, રુચિ, વલણ, સંસ્કાર, વારસા, વાતાવરણવાળું છે. આ વૈયક્તિક સંદર્ભ ‘વ્યક્તિગત મૂલ્ય” (Individual value) પેદા કરે છે. (i) ભારતના માનવસમાજ કરતાં અમેરિકાના માનવસમાજનું સ્વરૂપ આદર્શ કેળવણીને ઉપનિષદ , ૨૧ |
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy