SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હંગામી હોય છે. સૂર્યની આસપાસ વાદળાં આવી જાય અને પછી હટી જાય તેવી એ સ્થિતિ છે. આ ત્રણે મૂલ્યો વચ્ચે દીવાલ નથી ચણી દેવાની. એક યા બીજી રીતે ત્રણે મૂલ્યો પરસ્પર સંકળાયેલાં છે. Water tight compartment ઊભાં કરવાની જરૂર નથી. એવા વિભાગો ઊભા કરી પણ ન શકાય. વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો વિશેષતઃ પ્રેયાભિમુખ છે, તે પ્રેયને તાકે છે. જ્યારે વૈશ્વિક-મૂલ્યો શ્રેયાભિમુખ છે. તે શ્રેયને તાકે છે. ‘કઠોપનિષદ’નું ‘નચિકેતા'નું ઉદાહરણ શ્રેયાભિમુખ છે. શ્રેયાર્થીનું ઉત્તમ ઉદાહરણ નચિકેતા છે. તેને વૈશ્વિક-મૂલ્ય (Univarsal values) કહે છે. વૈશ્વિક-મૂલ્યના ઘડતરમાં તત્ત્વજ્ઞાનનો મોટો ફાળો છે. તત્ત્વજ્ઞાન તેનું એક પરિબળ ગણાય. વ્યક્તિગત મૂલ્યના ઘડતરમાં માનસશાસ્ત્ર મુખ્ય પરિબળ છે. અપેક્ષાકૃત મોટા વ્યાપવાળા અને તેથી વધુ ચિરસ્થાયી વૈશ્વિક-મૂલ્યોની ભેટ જગતને ભારતે આપી છે. પશ્ચિમમાં એનો ગણનીય વિચાર કરવામાં આવ્યો નથી. જ્યારે ભારતમાં તો આ મૂલ્યો ‘વસુધૈવ કુટુંબકમ્' કેન્દ્રમાં છે, અને એ મૂલ્યો પરસ્પર વિરોધી ન બનતાં પૂરક બને છે. સાપેક્ષતાના સંઘર્ષને બદલે સાપેક્ષતાની સંવાદિતા સર્જે છે. વિશ્વ માટે ભારતની આ મોટી દેણગી છે. આમાં સમન્વયની ભાવના છે. આમે પશ્ચિમની સંસ્કૃતિ ભોગની છે, ભારતની ત્યાગની છે. પશ્ચિમની પારસમણિ-સંસ્કૃતિ છે. ભારતની દીપ-સંસ્કૃતિ છે. પશ્ચિમની પબસંસ્કૃતિ છે. ભારતની પરબ-સંસ્કૃતિ છે. પરિઘના સંદર્ભમાં મૂલ્યો જોઈએ તો - વ્યક્તિગત મૂલ્ય - પરિઘ તદ્દન નાનો - ટૂંકો - તામસિક સામાજિક મૂલ્ય - પરિઘ થોડો વધુ મોટો - રાજસિક વૈશ્વિક મૂલ્ય - વિશાળ પરિઘ - સાત્ત્વિક વ્યક્તિ જ્યારે સ્વકેન્દ્રી બની પોતાનાં જ હિતોનો વિચાર કરે, ત્યારે તે મૂલ્ય તામસિક બને છે. વ્યક્તિ પોતાની જાતને સમાજ કરતાં ગૌણ માને અને સમાજના કલ્યાણમાં પોતાનું કલ્યાણ માને ત્યારે તે રાજસિકમૂલ્ય ગણાય. જ્યારે વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાની અનુભૂતિ થાય. આંતરરાષ્ટ્રીય સૂઝ-સમજ ઊભી થાય ત્યારે એ સાત્ત્વિક-મૂલ્ય બને. આદર્શ કેળવણીનું ઉપનિષદ ૨૪ આ ત્રણેમાં ચિરંતન-સ્થિર સાત્ત્વિક - મૂલ્ય છે. એથી ઊતરતું રાજસિક અને સૌથી ઊતરતી કક્ષાનું વ્યક્તિગત - મૂલ્ય છે. મૂલ્ય ભલે સામાજિક હોય કે વૈશ્વિક નીકળે તો છે મનુષ્યના મુખમાંથી ને ? તો પછી ન્યાયના હિસાબે તારવેલાં મૂલ્યનું શું ? પણ જ્યારે ચિંતકની અનુભવવાણી નીકળે છે, ત્યારે એ ચિંતકની વ્યક્તિગત વાણી નહિ રહેતાં સમાજવાણી કે વિશ્વવાણી બની જાય છે. માધ્યમ ભલે વ્યક્તિ હોય, તેથી તો આવા ચિંતકોને આર્ષદ્રષ્ટા કહ્યા છે. ઘણી વાર એવું બને છે કે આવા ચિંતકના મુખમાધ્યમથી નીકળેલી વાણીનો કાળપરિઘ એવડો મોટો હોય કે તત્કાલીન સમાજને એ પરિઘ - વિશ્વપરિઘ ટૂંકો પડે, પરિણામે સંઘર્ષ જન્મે. એના કારણે જ તે સમયની પ્રજા ઓલિયાઓ, મહાત્માઓ, મહાપુરુષો, સંતો, ચિંતકોને સમજી શકતી નથી, તેમની ક્રાન્તર્દષ્ટિ પામી શકાતી નથી; પરિણામે જ ઈસુને વધસ્તંભે ચડાવ્યા, સોક્રેટિસને ઝેર આપ્યું, ગાંધીને ગોળીએ માર્યા અને દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું ! મૂલ્યો બદલાતાં રહેવાં જોઈએ - ફરતાં રહેવાં જોઈએ એનો અર્થ એમ તો ન જ થાય કે જૂનાં મૂલ્યો ફેંકી દઈએ. કાકાસાહેબ સરસ કહે છે : “જૂનાં મૂલ્યોને ઉખેડી ન દેવાય, તેનું ખાતર બનાવાય, એ ખાતર જ નવાં મૂલ્યોને પોષણ આપે” દિક્કાલ મુજબ નવાં મૂલ્યો જૂનાં બને, ફરી તેનું ખાતરમાં રૂપાંતર થાય અને નવાં મૂલ્યોને જન્મ આપે. આ રીતે મૂલ્યોની પણ એક શૃંખલા - સાઇકલ રચાય, જેને મૂલ્યચક્ર કહેવાય. તે ચાલતું જ રહે. મૂલ્યો જેટલાં પરિવર્તનશીલ, ગતિશીલ એટલો સમાજ પણ પરિવર્તનશીલ, ગતિશીલ, સ્વચ્છ અને ઉત્તમ ગણી શકાય. (ચાલીસ વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા મોતીભાઈ શિક્ષણ-ક્ષેત્રના કેટલાક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય રહી ચૂક્યા છે. શૈક્ષણિક વિષયમાં તેમનાં દસ પુસ્તકો પ્રગટ થયાં છે ‘સમણુ” નામે ત્રિમાસિકના ૪૦ વર્ષથી તંત્રી તરીકે સેવા આપે છે. દેશ-વિદેશના સેમીનાર્સમાં ભાગ લે છે.) આદર્શ કેળવણીનું ઉપનિષદ ૨૫
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy