SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, આત્મસાક્ષાત્કારના ઉચ્ચ લક્ષને પામવા માનવ ઇચ્છાઓને સંતોષતું જૈવિક પરિબળ મૂલ્ય છે. અહીં મૂલ્ય' શબ્દ “મૂલ્યવાન' વિશેષણના સંદર્ભમાં પ્રયોજાયો છે; એટલે કે માનવઇચ્છાઓને સંતોષતી મૂલ્યવાન જૈવિક બાબત કે જે વ્યક્તિને આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા પ્રત્યે દોરે છે. અહીં બાબત કઈ તે પ્રશ્ન વ્યકિતલક્ષી બાબત છે. આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, જ્ઞાનવિષયક હોઈ શકે. એનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિને મન તેની ઇચ્છાઓને સંતોષતું મૂલ્યવાન, જૈવિક પરિબળ સામાજિક છે અને તે તેને આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા તરફ દોરે છે. અર્થાતુ “સામાજિક મૂલ્ય’ તેને મન મહત્ત્વનું છે. મૂલ્યનો અર્થ કેટલાક વિચારકોનાં વિચાર પરથી તારવીએ : મૂલ્ય એક વિચાર છે, સંકલ્પના છે; એટલે કે જીવનમાં કંઈક મહત્ત્વપૂર્ણ હોવા વિશેનો વિચાર કે સંકલ્પના એટલે મૂલ્ય. જ્યારે મનુષ્ય કશાકનું મૂલ્ય કરે છે ત્યારે તે કંઈક યોગ્ય કરવા કે મેળવવા પ્રયત્ન કરવા યોગ્ય હોવાનું સૂચવાય છે.” - ફેંકન જે. આર. “મૂલ્ય એટલે વિવેક જીવનરીતિમાં વણાયેલ વિવેક.” - કાકાસાહેબ કાલેલકર મૂલ્યોનો સીધો-સાદો અર્થ માનવે વસ્તુને આપેલ ‘અર્થ એવો થાય. અહીં વસ્તુનું મહત્ત્વ નથી, તેને આપનાર અર્થનું મહત્ત્વ છે. વળી અર્થ આપનાર માનવ છે, એટલે માનવના સંદર્ભ વિના મૂલ્યનો વિચાર અશક્ય છે.” - ક્રાન્તિકુમાર જોશી આ સંદર્ભો ઉપરથી માલૂમ પડે છે કે – “વ્યક્તિ શું બન્યું તે અંગેનું અવલોકન કરે છે. જે - તે બનાવ શા માટે બન્યો તેનું પૃથક્કરણ કરતાં તેનાં કારણો તે તારવી શકે છે. પણ આ ઘટનામાં જે વ્યક્તિઓ જોડાયેલી હતી તેઓ શું અગત્યનું મૂલ્યવાન માનતા હશે તે વિચારતાં વ્યક્તિની સમક્ષ મૂલ્ય રજૂ થાય છે. વ્યવસ્થા અધિકારી જયારે રોડ ઉપરનો ટ્રાફિક હટાવવાનું શરૂ કરે છે, ત્યારે આપણે ટ્રાફિકને અડચણરૂપ બાબતો દૂર કરવી, રોડ સાફ-સૂથરો રાખવો વગેરે આ બનાવનાં કારણો ખોળી શકીએ. બનાવ સાથે જોડાયેલું “અધિકારીનું મૂલ્ય - Administrative value' અહીં બનાવનું કારણ છે તે જાણવું અગત્યનું છે, જીવનવ્યવહાર [ ૧૮ 4 આદર્શ કેળવણીનું ઉપનિષદ | દરમિયાન વ્યક્તિ આ રીતે મૂલ્યોથી પરિચિત થાય છે અને તેને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરે છે. મૂલ્ય એ વિચાર - એક સંકલ્પના છે, જે વ્યક્તિના જીવનમાં ઉપયોગી હોય તે અંગે તે શું વિચારે છે, તે રજૂ કરે છે. વ્યક્તિ જ્યારે મૂલ્યવાન શું છે તે નક્કી કરે છે, ત્યારે તેને તે ઉપયોગી”, “મહત્ત્વનું', “મેળવવાયોગ્ય’ ગણે છે. ડિકશનરીના મતે મૂલ્ય એટલે ‘ઉપયોગી', “મહત્ત્વનું', “મેળવવાયોગ્ય’ - એ સંદર્ભમાં આ સંકલ્પના શબ્દાર્થ સંબંધિત છે. માનવ પોતાની શારીરિક સંપત્તિ, સાંસ્કૃતિક વારસો, પર્યાવરણીય અસર અને કૌટુંબિક સજ્જતા સાથે જે રીતે જીવનવ્યવહાર કરે છે, તેમાં તેની એક રીત (Style) વ્યક્ત થાય છે. આ રીતમાં તેણે જેને મહત્ત્વનું ગણેલ છે, તે તેને મન મૂલ્યવાન. દા.ત., ગાંધીજીએ સાદગીને મૂલ્યવાન ગણેલ, વિનોબાએ ભૂદાનને, મધર ટેરેસાએ માનવતાને, ઈસુએ કરુણતાને, બુદ્ધ અહિંસાને અને માર્ગારેટ મીડે સમાજને મૂલ્યવાન ગણેલ છે. વ્યક્તિ એકથી વધુ બાબતોને મૂલ્યવાન ગણે છે. આ મહત્ત્વની બાબતો તેણે સ્વીકારેલાં મૂલ્યો ગણાય. ૩. મૂલ્યની સંકલ્પના : મૂલ્યની સંકલ્પના સારુ આપણે કેટલાક વિચારકોના વિચારો તેમણે આપેલ વ્યાખ્યાઓ જોઈએ. પ્રથમ પાશ્ચાત્ય વિચારકોના વિચારો જોઈએ : * “માનવીય હિતને સંતર્પક એવી કાર્યપસંદગી એટલે મૂલ્ય.' - Geigar ક ‘હેતુસાધકતા, મુશ્કેલી દૂર કરે અને હિતને પોતે પોષે તે મૂલ્ય.’ - જૂઈ જ આ બંને વ્યાખ્યાઓમાં વ્યક્તિના હિતને પોષે - સંતર્પક કરે એને મૂલ્ય કહ્યું છે. ક્યારેક વ્યક્તિને સારી કે ઉપયોગી લાગતી કાર્યપસંદગી કે વસ્તુ સમાજને ઉપયોગી ન બને તો? આપણાં શાસ્ત્રો તો કહે છે કે - ‘ત્યારે વ્યક્તિએ-વ્યક્તિએ તેનો અસ્વીકાર કરવો, એટલે વ્યક્તિને પોતાની દૃષ્ટિએ સારું લાગતું હોય, પરંતુ સમાજની દૃષ્ટિએ તેની ઉપયોગિતા ન હોય તો તે મૂલ્યોનો અર્થ સરતો નથી. આધુનિક યુગ વ્યક્તિલક્ષી મૂલ્યો તરફ ઝૂકે છે, તે શું યોગ્ય છે ?' - સાંસ્કૃતિક રીતે તૈયાર થયેલાં આચારસંહિતાનાં લક્ષણોને મૂલ્યો કે નીતિનિયમો તરીકે ઓળખવામાં આવે છે. - સમનર (summer) આદર્શ કેળવણીનું ઉપનિષદ , છે ૧૯ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy