SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ બધી વાત કનકવતી દરવાજાની બહાર ઊભી રહીને સાંભળે છે અને રાજાને અહીં બોલાવી લાવે છે. આ પ્રસંગે બંને રંગે હાથે પકડાય એ પહેલા મહાબળ કુમાર પોતાની પાસે રહેલી એક ગુટીકા મોઢામાં નાખે છે, જેને કારણે તેનું રૂપ બદલીને મલયસુંદરીની માતા ચંપકમાલા જેવું થઈ જાય છે. અપરમાતાથી બંને પ્રેમીઓ બચી જાય છે. કુમારી પોતાનો લક્ષ્મીપુંજ હાર કુમારને આપે છે, જે આગળ જતા બહુ મહત્ત્વનો બનવાનો છે. વાચકોને અહીં સહજરૂપે દુષ્યતરાજાની વીંટી યાદ આવે તો નવાઈ નહિ. મહાબલ પાસે બે પ્રકારની ગુટીકા છે એક જેનાથી પોતાનું રૂપ બદલી શકે અને બીજી જેમાં આંબાના રસ સાથે ઘસી તિલક કરવાથી સ્ત્રી પુરુષનું રૂપ ધારણ કરી શકે. હવે મહાબળ જવાની અનુમતિ માગે છે અને જતી વખતે મલયસુંદરીને એક શ્લોક આપે છે અને કહે છે કે જ્યારે આપત્તિ આવે ત્યારે આ શ્લોક સ્મરણ કરશો તો મન શાંત થશે. જે વિધિ કરશે તે હી થશે, નહિ થાય તારું ચિંતવ્યું સારું, હે ચિત્ત ! આમ ઉત્સુક થઈ અનેક ઉપાય ચિંતવે શા સારું?” અર્થાતુ આખરે તો પૂર્વ કર્મ જે કરે તે જ થાય છે અને હૃદયની ચિંતા પ્રમાણે કંઈ થતું નથી. માત્ર અનેક ઉપાય દેખાડવાથી કંઈ ફાયદો થતો નથી. અહીં કર્મની પ્રબળતા અને મનુષ્યએ એ ભોગવ્યા સિવાય કોઈ છૂટકો નથી. આ શ્લોક આખી કથામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અનેક મુસીબતોનો સામનો મલયસુંદરીએ કરવો પડે છે પણ તાત્ત્વિક કહી શકાય એવો સરળ ભાષાનો આ શ્લોક એને મનોબળ પૂરું પાડે છે અને તે ઉપસર્ગોને એક પછી એક પાર પાડે છે. લક્ષ્મીપુંજ હાર, ગુટીકા અને શ્લોક એ કથાના કી-વર્ડ બને છે, જે કથનના અનેક ચઢાવ-ઉતાર માટે નિમિત્ત બને છે. બીજી તરફ કુમાર -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પોતાની નગરીએ પહોંચી કન્યાને કઈ રીતે વિવાહ કરી ઘરે લાવવી તે અંગે ચિંતા કરે છે અને પોતાના માતા-પિતાને એ અંગે વાત કરે છે; જે અંગે માતાપિતા રજા આપે છે અને કુંવરી દ્વારા અપાયેલ હાર પોતાની માતાને સોંપે છે. બીજી તરફ મહારાજ વરધવળ પોતાની કન્યા મલયસુંદરી માટે સ્વયંવરનું આયોજન કરે છે અને એનું નિમંત્રણ મોકલે છે, જેમાં વંશપરંપરાથી આવેલ વ્રજસાર નામના ધનુષ્યની પ્રત્યંચા ચડાવવાનું કાર્ય કરવાનું હોય છે. મહાબળની ઇચ્છા સામેથી પાર પડતી જણાય છે પણ સ્વયંવર જો આટલી સહજતાથી ઉકલી જાય તો વિવિધ રસનું નિર્માણ કઈ રીતે થાય ? મહાબળને પણ રોજ રાતના કોઈ હાથ કે જેનો ચહેરો દેખાતો નથી તે રોજ રાતના કાંડે છે અને તે હાથ હાર ચોરી જાય છે અને હારની ચોરીની વાત જાણી માતા રુદન કરે છે તે રોકવા માટે વચન આપે છે કે પાંચ દિવસમાં જો હાર પાછો નહીં લાવી આપે તો અગ્નિમાં પ્રવેશ કરશે. કુમાર રાતના એ હાથને પાઠ ભણાવવાના હેતુથી છુપાઈને આક્રમણ કરે છે, એ હાથને પકડી લે છે અને હાથ તો આકાશ માર્ગે ઉડવા લાગે છે અને હવે કુમાર પડી ન જવાય માટે હાથને પકડી રાખે છે. તેને દેવી દેખાય છે અને મુષ્ટિનો પ્રહાર કરે છે. દેવી માફી માગે છે અને ફરી હેરાન નહિ કરવાનું વચન આપે છે. તેથી કુમાર હાથ છોડે છે અને નીચે પડે છે. પડતા જ મૂછ આવી જાય છે ને એક આંબાના ઝાડની ટોચ પર પડે છે. કુમાર ચંદ્રાવતી નગરીના ઝાડની ટોચ પર છે એવી એને ખબર પડે છે અને આનંદિત થાય છે કે કેવી રીતે બાજી એના તરફી થઈ ગઈ. ત્યાં એક અજગર આંબાની નજીક આવી અર્ધ ગળેલ માણસને ભચરડી મારી નાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના બે હોઠને બે હાથે પકડી તેના બે ભાગ કરી મારી નાખે છે અને અજગરના મુખમાંથી એક સ્ત્રી બહાર આવી પડે છે. આ સ્ત્રી મહાબળનું જ (૫૫) (૫૬)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy