SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - નામ લેતી હોય છે તે સાંભળીને કુમારને આશ્ચર્ય થાય છે અને તે સ્ત્રી મલયસુંદરી જ છે. એને ભાનમાં લાવી કુમાર એની આ અવસ્થાનું કારણ પૂછે છે અને ખબર પડે છે કે માતાપિતાની કાનભંભેરણી સાવકી માતાએ કરી અને તેથી માતાપિતા જે ચરિત્રમાં ખૂબ માને છે અને તેમને માટે લોહીના સંબંધથી વધુ મહત્ત્વ ચરિત્રનું છે, તેથી કુંવરીને મારી નાખવાનો આદેશ આપે છે. માતા પિતાનો રોષ સમજાતો નથી, પરંતુ એમના આદેશને સ્વીકારી કુંવરી કૂવામાં ઝંપલાવે છે અને ત્યાં રહેલો અજગર તેને ખાય છે, જે અહીં ઝાડ પાસે આવે છે અને કુમાર એને બચાવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે વાર્તાના અંકોડા એકબીજા સાથે જોડાતા જાય છે અને સાથે છૂટા પડેલા પાત્રો મળતા જાય છે પરંતુ હવે હાર શોધવાની અને મલયસુંદરીના માતાપિતાને મનાવવાનું કામ અને તેમની ગેરસમજ દૂર કરવાની ચેલેન્જ એમની સામે છે. કનકવતી જે કુંવરીની સાવકી માતા છે તે એના પ્રત્યેના દ્વેષભાવને કારણે રાજાને ભરમાવે છે. જે હાર આકાશમાર્ગે દેવી ચોરી ગઈ હતી તે કનકવતીના હાથમાં આવે છે અને તે એને છુપાવી દે છે અને રાજાને કહે છે કે હાર મલયસુંદરીએ મહાબળને મોકલાવ્યો છે અને રાજયને ગ્રહણ કરવાનું કહ્યું છે. મહાબળ રાજયને લઈ લેવા માંગે છે અને એ માટે એણે કુંવરીને ભરમાવી છે. એવું તે રાજાને સમજાવે છે અને તેથી રાજાને પોતાની દીકરી પર દ્વેષભાવ આવે છે. પોતે આવી રાજયદ્રોહી અને ચરિત્ર ન પાળનારી દીકરીનું મુખ નથી જોવા માંગતા. બીજી તરફ હાર કનકવતી છુપાવી દે છે. આ સમગ્ર વાત કુમારને ઝાડ પાસેથી નીકળતી એક સ્ત્રી જે કનકવતીની જ દાસી હતી તે કહે છે. રાજાને એવા સમાચાર મળે છે કે કુંવરી કૂવામાં પડીને મરી ગઈ. તેનો આનંદ વ્યક્ત કરે છે અને કનકવતીનો આભાર માનવા એના કક્ષમાં જાય છે. (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ત્યારે ત્યાં હાર જુએ છે અને સત્ય હકીક્ત ખબર પડે છે. રાજાની આંખ ઉઘડે છે કે પોતે કનકવતીની વાત સાંભળી ભૂલ કરી, પરંતુ હવે તો દીકરી હાથમાંથી ગઈ, મૃત્યુ પામી છે. આ કૃત્યનું પશ્ચાત્તાપ કરતાં રાજા મૂછ પામ્યા છે અને મૃત્યુ પામશે. હવે કુમાર મલયસુંદરીને પેલી ગુટીકાની મદદથી પુરુષ બનાવે છે, જેથી તેને રાતના વેશ્યાના ઘરે જઈ હાર લાવવાનું સરળ પડે, જયાં કનકવતીએ છુપાવ્યો છે. મહાબળ પોતે નિમિત્તના રૂપે રાજા પાસે પહોંચી એમના શોકને ઓછો કરવાનો પ્રયત્ન કરે છે અને રાજાને ખાતરી આપે છે કે તેમની દીકરી જીવતી હોવાનું દેખાય છે. એમ કહી સમજાવે છે. મહાબળના અને મલયસુંદરીના પ્રયત્નોથી બધું સારી રીતે પાર પાડે છે અને હાર પણ પાછો આવે છે, બંનેના લગ્ન ધામધૂમથી થાય છે. અહીં મલયસુંદરીના જીવનના પ્રથમ તબક્કાની વિપત્તિનો અંત આવે છે. આખી કથા દરમ્યાન વિપત્તિના ત્રણ તબક્કા આવે છે, એક જયારે તે પિયર હોય છે અને માતા-પિતાનો વિશ્વાસ ઉઠી જાય છે.. બીજો જ્યારે તેના લગ્ન થાય છે અને પછી સાસરે જાય છે અને લગ્ન પછી બંને નાયક-નાયિકાનો વિરહ થાય છે. ત્રીજો તબક્કો સંતાનનો જન્મ અને વિયોગનો ગાળો ખૂબ લાંબો ચાલે છે. ટૂંકમાં દીક્ષા સુધીનો ગાળો. પતિના ઘરે લગ્ન કરીને ગયા પછી પણ સાવકી માતા કનકવતી તેનો પીછો છોડતી નથી અને ત્યાં આવી મલયસુંદરીના સસરાની કાનભંભેરણી કરી. જયારે મહાબલ યુદ્ધ પર જાય છે ત્યારે ગર્ભવતી મલયસુંદરીને ઘરમાંથી જવાની ફરજ પાડે છે. એકલી મલયસુંદરી કંઈ નથી કરી શકતી અને તેના બાળકનો જન્મ જંગલમાં વિપરીત સ્થિતિમાં થાય છે. ત્યારબાદ પણ સાર્થવાહ જેવા અનેક તેને પામવાની લાલચમાં તેને અનેક દુઃખો આપે છે. શારીરિક, માનસિક (૫૮) (૫૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy