SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કેટલી સબળતા હશે અને કથારસમાં કેટલી શક્યતા હશે કે અનેક કૃતિમાં સ્થાન પામે છે. જૈન કથા સાહિત્ય કથાપ્રધાન છે, જેમાં મૂળકથામાંથી અનેક ઉપકથાઓ નિર્માણ થતી હોય છે.કથામાં ઉપકથા અને આડકથાનો એક ઘટાટોપ હોય છે. કર્મના સિદ્ધાંતને સ્થાપવા પૂર્વભવની કથા પણ આવરી લેવાય છે. જીવનમાં બનતી પ્રત્યેક ઘટનાનો સંબંધ મનુષ્યના કર્મ સાથે જોડાયેલો છે, કર્મની સત્તા આગળ કોઈનું ચાલતું નથી. મલયસુંદરી જેવી નાયિકા પોતાની ઇચ્છાશક્તિથી કર્મને આધીન થઈ, કરેલા કર્મને ભોગવી, ફરિયાદ કર્યા વિના, મુક્તિપદને કઈ રીતે પામે છે, તેની રસિક, સંઘર્ષમય કથા અહીં છે. સતત ઘટના સર્જાતી જતી હોવાને કારણે વાચકનું મન રહસ્ય અને ઉત્કંઠાના લોભમાં કૃતિને પોતાની સાથે જકડી રાખે છે, અનેક નાના-મોટા ઉછળતા રસના તરંગો. અન્ય કથાની જેમ અહીં પણ શાંતરસમાં પરિવર્તિત થઈ શમનનો અનુભવ કરાવે છે. કથાનો ચમત્કાર વાચકને કથાસરિતસાગરની જેવી અન્ય કથાનું સ્મરણ પણ કરાવે છે. નવલકથામાં આવતું ચરિત્રલેખન | પાત્રલેખન, વાતાવરણ, કથાબંધ અહીં પણ જોવા મળે છે. મૂળ ઉદ્દેશ્ય નીતિમય જીવન, તત્ત્વજ્ઞાનની સમજ અને ગૃહસ્થજીવનને મુક્તિ તરફ લઈ જવાની પ્રેરણા એમાં રહેલી છે. આ ચરિત્ર ઉપરથી પૂર્વ ઢાળબંધ ગૂર્જરભાષામાં એક રાસ પણ રચાયેલો છે. અનુવાદક શ્રી વિજયકેશરસૂરીએ નોંધ્યું છે તે મુજબ વિક્રમસંવત ૧૯૬૪ ના દક્ષિણપુનાની આજુબાજુના પ્રદેશમાં વિચરતાં આ ચરિત્ર તેમને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરવાનું શરૂ કર્યું, જે વિક્રમસંવત ૧૯૯૬ માં પેથાપુરમાં પૂર્ણ થયું અને પ્રકાશિત કરવામાં આવ્યું. એ સમયમાં ૮ હજાર પ્રતો આ પુસ્તકની ખલાસ થઈ ગઈ હતી એટલી એની લોકપ્રિયતા હતી. મલયસુંદરી ચરિત્ર કુલ ૭૦ પ્રકરણોમાં વહેંચાયેલી કથા છે. મૂળનાયિકા (૫૩) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મલયસુંદરીનો પ્રવેશ કથાના ૧૬ માં પ્રકરણમાં થાય છે. ચંદ્રાવતી નગરીના મહારાજા વીરધવળની બે રાણીઓ ચંપકમાળા અને કનકવતી રાજાને તેના દુઃખી હોવાનું કારણ પૂછે છે, પ્રત્યેક પ્રશ્નના ઉત્તરરૂપે એક કથા હોય તેમ કથામાં કથા ઉમેરાતી જાય છે. રાજાને સંતાન નથી થતું અને ગુણવર્મા વૃત્તાંતને અંતે અને તેને ન્યાય અપાવવાની પ્રક્રિયા પૂરી થતાં રાજાને ત્યાં બે જોડિયા સંતાનનો જન્મ થાય છે, મલયસુંદરી અને મલયકુમાર. બંને સંતાનોને ઉત્તમ પ્રકારની તાલીમ અપાય છે. સ્ત્રી કે પુરુષ જેવા ભેદ વગરની વિઘાતાલીમ આપવામાં આવે છે. યુવાનવયમાં પહોંચેલી નાયિકા સુંદર અનુપમ દેખાય છે. રાજાનો મિત્ર સુરપાળ બાજુની નગરી પૃથ્વીસ્થાનપુરમાં હતો અને ત્યાંથી રાજાને ભેટયું લઈ એકવાર અમાત્યો આવે છે, જેમની સાથે એક તેજસ્વી પુરુષ પણ હોય છે કે જે રાજાના પૂછવા છતાં પોતાની ઓળખ છુપાવે છે. તે રાજા સુરપાળનો પુત્ર મહાબળ હોય છે. સાંજના સમયે જયારે કુમાર ચંદ્રાવતી નગરીના સૌંદર્યને જોવા નીકળે છે ત્યારે રાજકુમારી મલયસુંદરી તે સુંદર યુવાનને જોઈ મોહિત થાય છે અને તેની ઓળખ જાણવા માટે ઉપરથી ચબરખી એના પર ફેંકે છે. જેનો જવાબ આપવા મોડી રાતે તે કુમાર કુમારીને મળવા બારી વાટે આવે છે ત્યારે સાવકી માતા કનકવતી તેને સામે મળે છે અને પોતે પણ એના રૂપથી મોહિત થઈ જાય છે. કુમાર એને કોઈ રીતે સમજાવી મલયસુંદરીને મળવા એના કક્ષ સુધી તો પહોંચે છે. અહીં પ્રેમકથાની માફક પ્રથમ નજરનો પ્રેમ ગાઢ સ્નેહમાં પરિણમે છે. કુમાર મલયસુંદરીને પોતાની ઓળખ આપે છે અને એની સાથે વિવાહ કરવાનો કૉલ આપે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મલયસુંદરીના પ્રસ્તાવ છતાં મહાબળ એને માતાપિતાની ઇચ્છા સાથે વિધિવત્ લગ્ન કરીને પોતાની સાથે લઈ જવાનો આગ્રહ રાખે છે. (૫૪)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy