SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો પરિભ્રમણ કરવું પડતું નથી. ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગ ઉપરાંત ‘આત્મસંવેદનીય' નામનો ચોથો પ્રકાર પણ બતાવવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આવા પ્રસંગે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ નથી હોતો, પરંતુ પોતાના પૂર્વસંચિત તીવ્ર અશુભ કર્મોનો ભારે ઉદય ઉપસર્ગ સમાન બને છે. ઉપસર્ગના બાહ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગ તે બાહ્ય અને રોગાદિથી થતાં આત્મસંવેદનીય પ્રકારના ઉપસર્ગને આત્યંતર ઉપસર્ગ કહેવાય છે. મહત્ત્વનું એ છે કે સમતાભાવ ધરીને ઉપસર્ગો સહન કરે છે, તેમ કરતી વખતે મનમાં ક્રોધ, ક્લેશ લાવતા નથી, પોતાના કર્મની નિર્જરા માટેનું નિમિત્ત સમજીને આ પરિસ્થિતિ સહન કરી લે છે. ઘણીવાર મનુષ્ય આ સહન કરી શકતા નથી, મૂંઝાય જાય છે, કાયર બની દેવ-દેવીઓનું શરણું લે છે. આવા સમયે નવા કર્મો બંધાય છે અને મુક્તિના માર્ગમાં અવરોધ નિર્માણ થાય છે. સાધકે બહુ વીરતાપૂર્વક પ્રતિલોમ અને અનુલોમ ઉપસર્ગોમાંથી પસાર થવું પડે છે. ચિત્તની સ્વસ્થતા એ જૈન સાધકે પામવાની અઘરી સીડી છે, જે એને મુક્તિના માર્ગે પહોંચાડવામાં મદદરૂપ થાય છે. જૈન કથાસાહિત્ય ઉપદેશાત્મક અને ચરિત્રઘડતરમાં ઉપયોગી બને તેવું હોય છે તેનો ઉદ્દેશ માત્ર કથા સાહિત્ય રચવાનો કે મનોરંજનનો નથી હોતો, પરંતુ જૈન મૂલ્યોને વધુ સુદૃઢ કરવાનો હોય છે. આ ચરિત્રો ગૃહસ્થધર્મને આત્મવિકાસના માર્ગે લઈ જવા માટે સહાયક બને છે. સાહિત્યની દૃષ્ટિએ એમાં અદ્ભુત, શૃંગાર અને વીરતા જેવા રસનું આલેખન સુંદર રીતે કરાયું હોય છે. સ્ત્રી અને પુરુષના આ ચરિત્રોમાં શુભાશુભ કર્મવિપાકને પ્રગટ કરનારા દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન તાત્ત્વિક વિચારણાની પ્રસિદ્ધિ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કરવી, આદર્શોનું સ્થાપન કરવું, રસના ઉત્કૃષ્ટ નિર્માણ દ્વારા વાચકને સન્માર્ગે ગતિ કરાવવી અને જ્ઞાનરત્નના સમર્થન સાથે કર્મના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પણ કરે છે. મલયસુંદરી ચરિત્ર શ્રી જયતિલકસૂરિએ માગધી ચરિત્ર ઉપરથી સંસ્કૃત ભાષામાં રચ્યું, જેનો ગુજરાતી અનુવાદ શ્રી વિજયકેશરસૂરિએ વિ.સં. ૧૯૬૬ માં કર્યો છે. નવલકથાની સમકક્ષ આવી શકે એવી અનેક રસાત્મક ક્ષણો અહીં આલેખાઈ છે. સર્જક માને છે કે તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી સો વર્ષે મલયસુંદરીની હયાતી આ પૃથ્વી પર હતી. આ મલયસુંદરીનું ચરિત્ર શ્રીમાન્ કેશગણધરે શાંતરાજાની સમક્ષ રજૂ કર્યું હતું. મલયસુંદરીનું પાત્ર એ સમયમાં પ્રચલિત જરૂર હતું એમ કહી શકાય કારણ આ નામક અનેક કૃતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઉદા. તરીકે લાભવર્ધન લાલચંદ જે ૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા. તેમણે મલયસુંદરી - રાસની રચના કરી તેની હસ્તપ્રતનો ઉલ્લેખ લીંબડીના જૈન જ્ઞાનભંડારની સૂચિપત્રમાં મળે છે. દયાસિંહ (ગણી) જે ૧૪ મી સદીના અંતભાગમાં થઈ ગયા એમણે સંસ્કૃતમાં ‘મલયસુંદરી-ચરિત્ર' નામક ચરિત્ર-ગ્રંથની રચના સંસ્કૃતમાં કરી હતી. ઉદયધર્મ જે ૧૫ મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા એમણે ૧૧૯૫ કડીના ‘મલયસુંદરીરાસ' ની રચના કરી હતી. ઉદયરત્ન (વાચક) જે ૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા એમણે મલયસુંદરી-મહાબલવિનોદવિલાસ-રાસની રચના ઈ. ૧૭૧૦ની આજુબાજુ કરી હતી. તપગચ્છના સાધુ ૧૮ મી સદીના જ્ઞાનવિજય૩ ઈ. ૧૭૨૫ માં “મલય-ચરિત્ર' ની રચના કરી હતી. લબ્ધોદયે ખતરગચ્છની માણિકશાખાની પરંપરામાં હતા તેમણે “મલયસુંદરી-ચોપાઈ” ની રચના કરેલી જોવા મળે છે. આમ જોઈ શકાય છે કે એક પ્રચલિત પાત્ર અનેક સર્જકોને સાહિત્ય રચવા પ્રોત્સાહિત કરે છે. એના પરથી ખ્યાલ આવે છે કે આ ચરિત્રમાં (૫૨) (૫૧)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy