SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો માનવીના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. મુનિના મનમાં પણ એવો ભાવ હોઈ શકે. તટસ્થ રહી, જ્ઞાનપૂર્વક તેનું સમાધાન કરવું. મનુષ્ય, દેવ, તિર્યંચના ભયંકર ઉપસર્ગોને સમભાવે સહન કરતાં મુનિ વિચરતા હતા. અહીં પરમાત્માએ મુનિની લોકરુચિ, લોકમાનસને ઓળખવાનું અને સમભાવથી તેનું સમાધાન કરવાનું બતાવી સંયમીની ફરજ સમજાવી છે. શ્લોક ૧૭ થી ૨૪ માં કર્મોનો ક્ષયોપશમ કરી ઉત્કૃષ્ટતા તરફ ગમન કરવા મુનિએ કેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ તે પ્રભુએ જણાવ્યું છે. જયારે પરિષદો (વિવિધ સંકટો) આવે છે ત્યારે કાયર સાધક શિથિલ થઈ જાય છે, પરંતુ શૂરવીર-દેઢ સાધકની જેમ સમુદ્રપાલ પરિષહો સામેના યુદ્ધના મોખરે રહેનાર હાથીની જેમ ગભરાતા ન હતા. તેમજ આદર્શ સંયમી શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છરના સ્પર્શી કે વિવિધ રોગો ઉદયે આવતાં તે આજંદ કરતા નથી પણ તેને સમભાવે સહન કરે છે અને પૂર્વકૃત કર્મોનું પરિણામ છે એમ જાણી કષ્ટોને સહી કર્મોને ખપાવે છે. વિચક્ષણ મુનિ રાગદ્વેષ, મોહનો ત્યાગ કરીને વાયુથી અકંપિત મેરુની જેમ પરિષહ (સંકટો) થી કંપાયમાન થતો નથી પણ સમભાવે સહન કરે છે. | મુનિએ ન તો ગર્વિષ્ઠ થવું કે ન કાયર થવું, ન તો પૂજા-સત્કાર ઇચ્છવા કે ન તો નિંદા કરવી જોઈએ, પરંતુ તેણે તો સમુદ્રપાલની જેમ સમભાવ સ્વીકારીને રાગથી વિરક્ત રહી ‘જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષમાર્ગ' ની ઉપાસના કરવી જોઈએ. | મુનિએ રતિ-અરતિ છોડીને, સંયમમાં લીન રહેવું અને આત્માના ચિંતક થવું. તેમજ શોક, મમતા અને પરિગ્રહની લાલસાને ભેદી અકિંચન ભાવથી મોક્ષમાર્ગમાં સ્થિર થવું. ૧૭ થી ૨૧ માં શ્લોકના નિચોડરૂપ ૨૨ મો શ્લોક છે, જેમાં પ્રભુ મહાવીર કહે છે કે, આજ પ્રમાણે સમુદ્રપાલ આત્મરક્ષક અને જીવરક્ષક બની - ૧૦૮ જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉપલેપ વિનાના અને પોતાના માટે નહિ બનાવેલા એવાં જ એકાંત સ્થાનોમાં વિચરે છે અને મહાયશસ્વી મહર્ષિઓએ જે જે આચરણો આચર્યા હતા તેને આચરે છે. તેમજ આવી પડેલાં અનેક પરિષહો (સંકષ્ટો) ને સહન કરે છે. યશસ્વી અને શ્રુતજ્ઞાનથી સંપન્ન એવા સમુદ્રપાલ મુનિ જ્ઞાનમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતાને પામ્યા અને ઉત્તમ સંયમ ધર્મ પાળીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને જેમ આકાશમાં સૂર્ય શોભે તેમ આત્મજયોતિથી દૈદીપ્યમાન થયા. પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મોનો ક્ષય કરીને સમુદ્રપાલ મુનિ સર્વ બંધનોથી મુક્ત થઈને શૈલેષી (અડોલ-અવિચલ) અવસ્થાને પામ્યા. આ સંસારરૂપી ભવસમુદ્રથી પાર થઈને સમુદ્રપાલ મુનિ અપુનરાગતિ અર્થાત્ સિદ્ધગતિને પામ્યા. ઉત્તરાધ્યયનના છત્રીસે છત્રીસ અધ્યયન સંયમી જીવનને કેમ સુવાસિત બનાવવું તેની જડીબુટ્ટી સમાન છે. તે અધ્યયન પછી કાપિલિકનું હોય કે મૃગાપુત્રીનું હોય, એલકનું હોય કે ઈષકારીય ઈત્યાદિનું હોય. આ ૨૧ માં સમુદ્રપાલીય અધ્યયનમાં પ્રભુએ ત્યાગધર્મની ઈમારતના પાયા સમાન સરળ ભાવ, તિતિક્ષા, નિરાભિમાનિતા, અનાસક્તિ, નિંદા કે પ્રશસા બંને સ્થિતિમાં સમાનતા, જીવમાત્ર પ્રત્યે સમભાવ, એકાંતવૃત્તિ અને અપ્રમત્તતા વગેરે બતાવ્યા છે. પાયાના આ આઠ સિદ્ધાંત જેટલા પરિપક્વ અને મજબૂત તેટલું જ ત્યાગી જીવન ઉચ્ચ અને સુગંધિત કસ્તૂરી જેવું. એ કસ્તૂરીની સુગંધથી અનંતભવની વાસનામય દુર્ગધ નષ્ટ થઈ જાય છે અને જીવાત્મા ઉત્કૃષ્ટતાની સોપાનશ્રેણિમાં આગળ ને આગળ વધતા શિખર પર પહોંચે છે. આખરે તે આત્માનું જે નિજ સ્વરૂપ છે તેને પ્રાપ્તિ કરી સિદ્ધગતિને પામે છે.. (મુંબઈ સ્થિત રેખાબહેન જૈન ધર્મના અભ્યાસુ છે. તેમણે ભક્તામર સ્તોત્ર પર પી.એચ.ડી. કર્યું છે. ભક્તામર સ્તોત્ર અને ભગવાન ઋષભદેવ પર તેમના અભ્યાસપૂર્ણ ગ્રંથ પ્રગટ થયા છે. તેઓ એક્યુપ્રેશર નિષ્ણાત છે.) - ૧૭૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy