SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો સાહિત્યનું તે અગત્યનું પ્રેરકબળ હતું. સાહિત્યમાં ધર્મની પ્રધાનતા સ્વાભાવિકતાથી આલેખાતી હતી. જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યલખાણો વિરલ કે ઓછા હતાં એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ બદલાતો જાય છે. ચૌદમા સૈકાથી માંડી જૂની ગુજરાતીમાં ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. અહીં એ મુદ્દો યાદ રાખવો જોઈએ કે જૈન સાહિત્યકારો મોટે ભાગે જૈન સાધુ-સાધ્વીઓ છે. ગૃહસ્થાશ્રમી શ્રાવક કવિઓ ઘણી અલ્પ સંખ્યામાં છે. સાહિત્યકોસના ૧૬૦૦ જેટલા મધ્યકાળના જૈન કવિઓમાં શ્રાવક કવિઓ પચાસેકથી વધારે થવાની ધારણા ૨૩ જૈન કથાનુયોગમાં વ્યક્ત થતું નીતિ સદાચાર અને ધર્મદર્શન - ડૉ. સેજલ શાહ નથી. સાહિત્ય વાસ્તવિકતામાં ઉમેરો કરે છે. એ માત્ર વાસ્તવનું આલેખન નથી કરતું પણ તમારા રોજિંદા જીવનમાં આવશ્યક રસોનું ઉમેરણ કરે છે. એ દ્વારા એ વેરાનમાં પણ વાવેતર કરવાની કોશિશ કરે છે. જીવનને ગતિમાન, ચેતનવંતુ અને સંવેદનશીલ બનાવવાનું કામ સાહિત્યનું છે. ઉચ્ચ કક્ષાના વાડમય સાહિત્યનું પ્રચ્છન્નતા એક એવું લક્ષણ છે કે એમાં જો કોઈ જીવનનો સંદેશ હોય તો પણ તે વાંચકને પ્રગટપણે સંભળાતો નથી. ઉપદેશના તત્ત્વથી બીજે છેડે આવી કલાકૃતિઓ હોય છે. જૈનસાહિત્યની ઘણી કૃતિઓ નીવડી છે. પણ સાંપ્રદાયિકતાના સીમિત દૃષ્ટિકોણને કારણે તે વાંચક સુધી પહોંચી નથી. ‘સીતારામ ચૌપાઈ સમયસુંદરની કૃતિ એક વિશિષ્ટ કલાકૃતિનો નમૂનો છે. મધ્યકાળનું સાહિત્ય બહુધા ધર્મપ્રધાન કે ધર્મમૂલક હતું. સૌથી વિષમ સમયમાંયે સમાજશરીરમાં, ધર્મની નાડીમાં ચેતન હોઈ - ૧૮૦ જૈન સાહિત્યનો મુખ્ય ઉદ્દેશ ધર્મોપદેશનાનો રહ્યો છે. એમાં કર્મફળને અધિક મહત્ત્વ અપાયું છે. અહીં માત્ર ઈશ્વરની સ્તુતિ નથી આવતી, પણ પાત્ર પર જ્યારે દુઃખ પડે છે ત્યારે એમ મનાય છે કે આ એના કર્મનું ફળ છે. આમ, કર્મવાદનો ઉપદેશ અહીં અપાયો છે. જે કંઈ સંકટ આવે છે કે દુઃખ પડે છે એનું કારણ પૂર્વજન્મની કરણી છે અને એ જ માટે પૂર્વજન્મની કથાઓ પણ આવરી લેવાય છે. આ કારણે એક કથામાં અનેક કથાઓ કહી શકાય છે. કથામાં મુનિ આવે છે અને જેમના ઉપદેશથી પાત્રો તેમની પાસે દીક્ષા લે છે. કથાનું મૂળ ધ્યય કર્મ ખપાવવા અને દીક્ષા – એ બે બાબતને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. જૈન સાહિત્યે લોકોને આકર્ષવા અને કથાને વધુ રસિક બનાવવા લોકપ્રિય કથાવસ્તુ અને સ્વરૂપોને સ્વીકાર્યા છે. આ સર્જકો વાંચકોની પસંદગીને બરાબર ઓળખે છે. એટલે જૈન સાહિત્યમાં અનેક હિન્દુ પરંપરાની પ્રચલિત ૧૮૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy