SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો ઉત્તરાધ્યયન સૂત્રને મૂળસૂત્ર માનવા અંગે મતભેદ પ્રવર્તે છે. વિદેશી વિદ્વાન લ્યુમન (Leumann) આને પાછળથી રચાયેલ સૂત્ર માને છે અને તેના સમર્થનમાં જણાવે છે કે, “આ ગ્રંથ અંગ ગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલો હોઈ એને ‘ઉત્તર’ એટલે પાછળનો ગ્રંથ કહ્યો છે.” વાસ્તવિક રીતે જોઈએ તો ઉત્તરાધ્યયન ઉપરના ટીકા ગ્રંથોમાંથી આપણને જાણવા મળે છે કે પરમાત્મા મહાવીર પ્રભુએ તેમના છેલ્લા ચોમાસામાં અંતિમ દેશનામાં છત્રીસ અણપૂછ્યા પ્રશ્નોના ‘ઉત્તર' અર્થાત્ જવાબો આપેલા તે આ ગ્રંથમાં ગ્રંથિત થયેલા છે અને ‘ઉત્તર' શબ્દનો અર્થ તેમાં પૂર્તિ કરે છે. આ સૂત્રમાં છત્રીસ અધ્યયનોમાં છત્રીસ દૃષ્ટાંતો સહિત સાધુ જીવનના યમનિયમોનું મુખ્યત્વે નિરુપણ કરવામાં આવ્યું છે. તેમાંથી એકવીસમાં અધ્યયનમાં સમુદ્રપાલીયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. તેના દષ્ટાંત દ્વારા સમભાવને સમજાવ્યો છે. તિર્યંચના અતિ ભયંકર ઉપસર્ગ હોય કે રોગોનો ઉદયયોગ, રાગદ્વેષ, મોહમાયાના બંધનો હોય - દરેક પરિસ્થિતિમાં સમભાવમાં રહેવું તે સમુદ્રપાલના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. સમુદ્રપાલીય અધ્યયનમાં ચોવીસ શ્લોક છે. તેના પ્રથમ આઠ શ્લોકમાં સમુદ્રપાલીના માતા-પિતા અને જન્મ-યુવાવસ્થાને વર્ણવવામાં આવેલ છે. સમુદ્રપાલે પૂર્વભવમાં શુભ ફળના બીજને વાવ્યું હતું. તેનો જન્મ પરમાત્મા મહાવીરના ચંપાનગરીના શ્રાવક પાલિતને ત્યાં દેશાવરથી પાછા ફરતાં સમુદ્રમાં થયો હતો. તેથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં તે સૌમ્ય કાંતિવાળો, બુદ્ધિમાન, બોતેર કળાઓમાં અને નીતિશાસ્ત્રમાં પંડિત થયો. પિતાએ તેને અપ્સરા જેવી રૂપવંતી કન્યા સાથે પરણાવ્યો. સમુદ્રપાલ તેની પત્ની સાથે રાજસી ભોગ ભોગવી રહ્યો છે. + ૧૦૬ -જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો - ૯ થી ૧૨ માં શ્લોકમાં વધસ્તંભે લઈ જવાતા ચોરને જોઈ “જેવું કરીએ તેવું પામીએ” કર્મના આ અચળ સિદ્ધાંતે સમુદ્રપાલના અંગે અંગને કંપાવી દીધું. પોતે જ ભૌતિક સુખો ભોગવી રહ્યો છે તેનું પ્રયોજન અને પરિણામ શું ? ગહન ચિંતનના પરિણામ સ્વરૂપ જાતિસ્મરણજ્ઞાન થયું. મહાક્લેશ, મહાભય, મહામોહ અને મહાઆસક્તિના મૂળરૂપ લક્ષ્મી તથા સ્વજનોના મોહમય સંબંધને છોડી, વૈરાગી બની સંયમ ધર્મ અંગીકાર કર્યો. જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો અને સદાચારોને તેઓ આરાધવા લાગ્યા. | જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા ત્યાગમાર્ગમાં ભિક્ષુએ કેમ વર્તવું તે ૧૩ થી ૨૪ માં શ્લોકમાં બતાવ્યું છે. જગતના સમસ્ત જીવો પ્રત્યે અનુકંપા અને કલ્યાણની ભાવના રાખતાં, ક્ષમાને સેવનાર, પંચ વ્રતનું પાલન અને ઈન્દ્રિયોનું દમન કરતાં સમુદ્રપાલ મુનિ વિચરવા લાગ્યા. પોતાની દિનચર્યા નિયમ પ્રમાણે જ કરતાં, પોતાના બલાબલને જાણીને આર્ય – અનાર્ય પ્રદેશમાં વિચરવા લાગ્યા. કોઈના અભદ્ર શબ્દને સાંભળવા છતાં સિંહની જેમ નીડર રહેતાં અને કઠોર વચન ઉચ્ચારતા નહિ, અર્થાત્ કોઈપણ ક્ષેત્રમાં વિચરતાં હોય છતાં મુનિએ સાધુજીવનની દિનચર્યાને યોગ્ય જ કાર્ય કરતાં રહેવું જોઈએ. તેમણે સ્વાધ્યાયના સમયે નિદ્રા ન કરવી અને ગોચરી (ભિક્ષા) સમયે સ્વાધ્યાય. આમ, અકાલ ક્રિયાઓ ન કરવી જોઈએ. સર્વ સ્થળે અને સમયે નિશ્ચિત ક્રિયાઓ જ કરવી જોઈએ. સમુદ્રપાલ મુનિ તટસ્થ ભાવે સંયમમાં વિચરતાં હતા. દરેક સ્થળે દરેક વસ્તુઓની અપેક્ષા કરતા નહિ. અરે ! પૂજા અને નિંદાની પણ ઇચ્છા કરતા નહિ. તાત્પર્ય કે મુનિએ પૂજા-સ્તુતિની ઇચ્છા ન રાખવી અને નિંદાને મનમાં ન આણવી, માત્ર સત્યશોધક થઈ પંચમહાવ્રતનું એક વ્રત સત્યનું આચરણ કરતાં રહેવું જોઈએ. - ૧eo,
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy