SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો હતી અને ત્યારે ગુરુ જૈન દર્શનના ઘણા બધા સંતો, સગવડો, રાજા-મહારાજાના કથાનકો દ્વારા શિષ્યોને જ્ઞાન અને તેનો સાર તેમજ તત્ત્વોનું નિરૂપણ કરતા હતા. આપણા ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરે પ્રરૂપેલા અને ગણધરોએ ગૂંથેલા આગમોમાં ઘણા બધા આગમની અંદર કથા દ્વારા સર્બોધ અને સ્વરૂપના સ્પંદનો સમજાય છે. જેવા કે, ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર, અંતગડ સૂત્ર જેવા આગમની અંદર આવી કથાઓ જોઈ શકાય છે. આજે ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમા અધ્યયનનો સહારો લઈને ‘દશાર્ણભદ્ર’ રાજાની કથા આપ સમક્ષ રજૂઆત કરવાનો છું. દરેક કથામાં રાજા-મહારાજા-ચક્રવર્તી જેવા ધૂરંધરોએ ત્યાગનો માર્ગ અપનાવીને વીરગતિ પ્રાપ્ત કરેલ છે તેનું મહત્ત્વ રહેલું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં મુખ્ય સૂત્ર જ્ઞાન એ જ છે. તેમાં ૩૬ અધ્યયન રહેલા છે, જેમાં આજે ૧૮ મા અધ્યયનની અંદર દશાર્ણભદ્ર ઉપર મેં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરેલ છે. આ અધ્યયનમાં ભરત ચક્રવર્તી, નમિ કરકડુ, ઉદયન જેવા અનેક મહાન આત્માની કથાનું વર્ણન છે. ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન મહાવીરની અંતિમ દેશના ગણાય છે. દશાર્ણભદ્ર ૧૮ માં અધ્યયનમાં ૪૭ ગાથાઓનો સમાવેશ થયેલો છે. તેમાં ૪૪ મી ગાથામાં આ પ્રમાણે કહેલું છે. वसण्णरज्जं मुदियं, चरुताण मुणी चरे । दसणमदे णिण्सतो, सष्सवं सव्वणं चोइओ ।। ४४ ।। ભારત વર્ષમાં દશાર્ણપુર નામનું રાજય હતું. તેમાં દશાર્ણભદ્ર નામે રાજા હતા. તેમનું રાજય વૈભવશાળી હતું. ન્યાયસંપન્ન હતું. પ્રજા સુખી સમૃદ્ધ - ૧૪૦ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોહતી. ગોકુળ જેવું રાજા દશાર્ણભદ્રનું રાજ્ય હતું. તેમના નગરની બહાર ચરમ તીર્થંકર પરમ તીર્થંકર પ્રભુ મહાવીર વિહાર કરતા રાજયની બહાર મંગળ ઉદ્યાનમાં પધાર્યા હતા. રાજાના હર્ષનો પાર ન હતો. પોતે જેમ ધર્મમાં અનુરક્ત હતા તેમ પ્રભુના સન્માન-સ્વાગત અને દર્શન કરવા માટે ભવ્ય સામૈયા સાથે જવું તેમ નક્કી કરેલ. તેમને વિચાર કરીને કંઈક અલૌકિક કરવું તેમ સમજીને સમસ્ત વૈભવ સાથે પ્રભુને વંદન કરવા ગયા. અહીં તે વાત નક્કી થાય છે કે પ્રભુ મહાવીર પહેલા પણ જૈન ધર્મ હતો અને ત્યારે પણ સાધુ સંતોને માનસન્માન સાથે નગરમાં લાવવામાં આવતા હતા. આમાં અહોભાવ વ્યક્ત થાય છે. આરંભ-સમારંભ નથી થતા. રાજાએ સમગ્ર નગરને સજાવ્યું. ઠેરઠેર માણેક, મોતીના હાર-તોરણ લગાડાવ્યા. હાથી પર સવારી કરી તથા ઉપર છત્ર અને બન્ને બાજુએ ચામર ઢાળતા સેવકો સાથે સામંત, રાજા તેમજ નગરના શ્રેષ્ઠી મહાજનો ચતુરંગિણી સભા અને શ્રાવક-શ્રાવિકા સાથે દશાર્ણભદ્ર પ્રભુને વાંદવા માટે પ્રસ્થાન કરે છે. ઈન્દ્ર જેવા શોભાયમાન દેખાય છે. હર્ષ અને ઉલ્લાસ ક્યાંય સમાતો નથી. તેવા પ્રકારનો ગર્વનો અનુભવ કરી રહ્યા છે. અહીંયા આત્મા ગર્વ અનુભવશે તો તેનો વિકાસ શક્ય નથી તેવું ઈન્દ્રલોકમાં રહેલા ઈન્દ્ર તેના અવધિજ્ઞાનમાં જોયું. આ બધું મેળવેલું છે તે પુણ્યના ઉદય છે. અહોભાવ તેનું ઉપાદાન તૈયાર છે તે બતાવે છે અને ઉત્સાહ તેના પૂર્વ જન્મના સંસ્કારથી આવેલ છે, પરંતુ હવે તેને અટકાવવાની જરૂર છે અને ઉપરથી ઈન્દ્ર મહારાજાએ દશાર્ણભદ્રના આત્માના વિકાસ માટે પ્રભુભક્તિમાં આવો ગર્વ ઉચિત નથી તેવું સમજાવવા ઈન્દ્ર ઐરાવત દેવને આદેશ આપીને પોતાના રસાલા સાથે દશાર્ણપુર નગરમાં પ્રભુ મહાવીરના દર્શન અર્થે આકાશમાર્ગથી આવી પહોંચ્યા. તેઓ પણ તેમની સેના અને શોભાયાત્રા લઈને આવેલા. ૧૪૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy