SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અહીંયા એ ફલિત થાય છે કે જો આત્મા તેના માર્ગમાંથી ચલિત થાય તો દેવો તેમને સહાય કરે છે. અહીંયા નીચા દેખાડવાનો ભાવ નથી. હરીફાઈનો ઉદ્દેશ પણ નથી, પરંતુ દશાર્ણભદ્રનું ગર્વ જો ઓગળે તો તેમનો આત્મા ઊર્ધ્વગામી બને તેમ છે, તેવું પ્રતીત કરાવવાનો ઉદ્દેશ છે. ઈન્દ્ર મહારાજાની શોભાયાત્રા સામે દશાર્ણભદ્રની શોભાયાત્રા ફીક્કી પડવા માંડી. આ પરિસ્થિતિ જોઈને દશાર્ણભદ્રના મનમાં કાંઈ પણ રાગ-દ્વેષ ઉત્પન્ન થવાના બદલે તે પોતાના આત્મચિંતનમાં ઊતરી જાય છે અને વિચારે છે કે ઈન્દ્રનો વૈભવ તેમની ધર્મ આરાધનાથી જ પ્રાપ્ત થાય છે અને મારે પણ મારા જીવનમાં શુદ્ધ ધર્મની આરાધના કરવી જોઈએ, જેથી કર્મની નિર્જરા થાય, મારા ભાવ સચવાય અને ગર્વ પણ રહી જાય. આમ એકાંતે વિચાર થતા, સંસારથી વિરક્ત થઈ પ્રભુ મહાવીર પાસે દીક્ષા પ્રદાન કરવાની પ્રાર્થના કરી. અહીંયા એ જોઈ શકાય કે તીર્થકર સિવાય કોઈપણ પોતે પોતાની રીતે સ્વયં બુદ્ધ થઈ શક્તો નથી. ગુરુની આજ્ઞા ખૂબ જરૂરી છે. અહીંયા ગુરુનું મહત્ત્વ સમજાય છે. સાથે રાજાનો વિનય દેખાય છે અને વ્યવહારનયથી આમ જ થાય તે પ્રતિપાદિત થાય છે. દશાર્ણભદ્ર જેવા પાંચ મહાવ્રત ધારણ કરે છે કે તરત જ પોતે પોતાનો કેશલોચ કરીને પ્રભુ મહાવીર પાસે દીક્ષાનો પાઠ ભણીને દીક્ષા અંગીકાર કરે છે. અહીંયા આ પરંપરા આજે પણ દેખાય છે. દશાર્ણભદ્ર રાજાને એ ઈન્દ્ર વારંવાર ધન્યવાદ આપ્યા અને બોલ્યા કે વૈભવમાં અમે તમારા કરતા ઘણા શક્તિમાન છીએ, પરંતુ તમારી જેમ ત્યાગ કરવાની શક્તિ મારામાં નથી. દેવલોકનો વૈભવ ગમે તેટલો ભવ્ય હોય પરંતુ મનુષ્યભવમાં જ આત્મવૈભવ પ્રાપ્ત કરવાની અનંત શક્તિ હોય છે. આવી ભૂરી ભૂરી અનુમોદના કરતા ઈન્દ્ર પરત ઈન્દ્રલોકમાં ચાલ્યા ગયા. -જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો અહીંયા મનુષ્યભવની મહત્તા સમજાય છે. મનુષ્યભવ સિવાય મોક્ષપદ નથી તે પ્રતિપાદિત થાય છે. ત્યાગ એ વૈભવ કરતા ઘણો આગળ છે. ત્યાગનું મહત્ત્વ ખૂબ રહેલું છે. ઈન્દ્રિયના વિષયોને ત્યાગીને સ્વીકારેલા સંયમ થકી તથા ઉગ્ર તપ દ્વારા આરાધના કરતા કરતા દશાર્ણભદ્ર રાજવી તેજ ભવે કર્મ ક્ષય કરીને મોક્ષે પધારીને મુક્તિ પામ્યા. એટલે આપણો ધર્મ ત્યાગપ્રધાન છે. માત્ર જીવો અને જીવવા દો તે ફિલોસોફીમાં નથી માનતો, પરંતુ જીવો, ત્યાગ કરો, સંયમ કરો અને અન્યને જીવાડો તે માન્યતા દૃઢ કરે છે. ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે વૈભવત્યાગ ઝડપથી કર્મની નિર્જરા કરાવે છે. આવા કથાનકો સત્ય છે અને તેના દ્વારા જૈનદર્શનના બધા સિદ્ધાંતો જેવા કે નવ તત્ત્વ, છ દ્રવ્ય, બાર ભાવના, છ વેશ્યા, અઢાર પાપસ્થાનક વગેરે આપણા જેવા બાલજીવોને સમજાય તો તે માટે કથાનક સ્વરૂપ આપવામાં આવેલ છે. અહીં આ લોજીકલ લેવાને કારણે બાળબુદ્ધિવાળા મારા જેમ ઝડપથી સમજી શકે તે ઉદ્દેશ રહેલો છે. મારાથી કોઈપણ પ્રકારની અતિશયોક્તિ, ઉત્સુત્ર પ્રરૂપણા તેમજ કેવળી પ્રરૂપિત ધર્મથી વિરુદ્ધ કાંઈપણ લખાઈ ગયું હોય તો આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. (જૈન ધર્મના અભ્યાસુ યોગેશભાઈ ઘાટકોપર સાંઘાણી ઉપાશ્રય, વિશ્વવાત્સલ્ય સંઘ તથા જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ સાથે સંકળાયેલા છે.) - ૧૪૨ - ૧૪૩
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy