SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો પ્રભાવકની કથામાં સદ્ધોધના સ્પંદનો --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મુનિનું પતન થયું. મહામૂલ્યવાન સાધુપણું છોડી વેશ્યાને ત્યાં રહી ગયા. સાધુને સાધુત્વ જાળવી રાખવા માટે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવાનું હોય છે. તેમાં એક વાડ એ છે કે સ્ત્રી સાથે ક્યારેય એકાંતમાં મળવું ન જોઈએ. સજજાયમાં કહ્યું છે, સાધુજી ના જઈએ રે પર ઘેર એકલા રે, નારી શું કવણ વિશ્વાસ; નંદીષય ગણિકા વચને રહ્યા રે, બાર વર્ષ ઘર વાસ.” ને છેલ્લે કહ્યું, ‘સાધુ તું એકલો કે પરઘેર ગમન નિવાર.” માટે સાધુ ભગવંતે ક્યારેક એકલા પણ ન રહેવું જોઈએ અને પરસ્ત્રીને એકાંતમાં પણ ન મળવું જોઈએ. આ વાત શ્રાવક-શ્રાવિકાને પણ લાગુ પડે છે. શિયળવ્રતનું શુદ્ધ પાલન કરવા પરસ્ત્રી કે પુરુષ સાથે એકાંતનો ત્યાગ કરવો જોઈએ. નંદિષેણ મુનિ તો અનેક લબ્ધિઓના સ્વામી હતા. વળી તેમને તો પ્રભુ મહાવીર જેવા ગુરુ હતા. તેથી ચૂક્યા પણ ચેતી ગયા, પણ બધા પાસે આવા સંજોગ નથી હોતા. અધઃપતન વિનાશ સર્જે છે. માટે હંમેશાં ચેતીને જ ચાલવું. - ડૉ. રશ્મિબેન ભેદા મોક્ષ એટલે આધ્યાત્મિક જીવનવિકાસનું અંતિમ પરિણામ, જે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સંસારી આત્મા શુભાશુભ સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે અને સિદ્ધાત્મા બને છે. તે જ મોક્ષ છે. મોક્ષનો માર્ગ એટલે આત્માની શુદ્ધિ. એનો પાયો છે સમ્યકત્વ. સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સહવું. આ સમ્યક્ત્વ ગુણ જો આત્મામાં નિશ્ચયથી પ્રગટ થયો હોય તો તેનામાં ૬૭ સ્થાનો પ્રગટ થાય છે. જયારે કોઈ વખત સમ્યગદર્શન ન થયું હોય તો આ ૬૭ સ્થાનો આચરવાથી સમ્યગદર્શન પ્રગટ થાય છે. એટલે આ ૬૭ સ્થાનો સમ્યત્વનું કાર્ય પણ છે અને સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ પણ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ સમ્યક્ત્વ ગુણના આ ૬૭ ગુણને સમજાવતો પ્રાકૃતમાં ‘શ્રી સમ્યકત્વ સપ્તતિકા' નામનો ગ્રંથ લખેલો છે, જેમાં દરેક ગુણ પર એકેક કથા આપેલી છે. સમ્યકત્વના (અમદાવાદ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ છાયાબહેન પંડિત પ્રભુદાસ પારેખના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેઓશ્રી જૈન શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ ધરાવે છે.) - ૧૨૨ - • ૧૨૩
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy