SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો આ ૬૭ બોલોમાં આઠ પ્રકારના પ્રભાવક આવે છે. જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મનો વિસ્તાર કરવો, અનેક જીવોને તેના સિદ્ધાંતો, તત્ત્વના રહસ્યો સમજાવવા અને તેમાં પ્રવર્તાવવા - આ સર્વ શાસન પ્રભાવના કહેવાય. સમ્યત્વ પ્રાપ્ત કરેલા જીવો જેમ જેમ મોક્ષમાર્ગ પર આગળ વધતા જાય છે, તેમનું આત્મજ્ઞાન વધુને વધુ પ્રગટ થતું જાય છે. તેમ તેઓ જૈન શાસનની વિશેષ પ્રભાવના કરી શકે છે. આ મહાત્માઓ પોતાની આત્મવિશુદ્ધિથી પ્રગટેલી શક્તિઓ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરે છે. તેઓને પ્રભાવકે કહેવાય છે. આવા મુખ્ય આઠ પ્રભાવક કહ્યા છે. એમાંથી બે પ્રકારના પ્રભાવક – તપસ્વી પ્રભાવક અને કવિ પ્રભાવકની કથા અહીં રજૂ કરું છું. (૧) તપસ્વી પ્રભાવક:- છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું જે વિશિષ્ટપણે આચરણ કરે છે, તીવ્ર તપગુણથી દીપે છે, તીવ્ર તપ દ્વારા મેળવેલી લબ્ધિથી જે શાસન પ્રભાવના કરે છે તે તપસ્વી પ્રભાવક કહેવાય છે. એના માટે શ્રી વિષ્ણુકુમાર મુનિની કથા આપેલી છે. હસ્તિનાપુર રાજયમાં પદ્મોત્તર નામે રાજા અને એની જવાલા નામે રાણી હતી. એણે ગર્જના કરતા સિંહના સ્વપ્રથી સૂચિત એવા પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ‘વિષ્ણુકુમાર' રાખ્યું અને ચૌદ સ્વપ્રોથી સૂચિત બીજો એક પુત્ર જન્મ્યો. જેનું નામ “મહાપા' રાખ્યું. બંને ભાઈઓ યુવાવસ્થા પામ્યા. ત્યારે વિષ્ણુકુમાર મોટા ભાઈ હોવા છતાં વૈરાગી ચિત્તવાળા હોવાથી રાજાએ નાનાભાઈ મહાપદ્મને યુવરાજ પદ આપ્યું. | ઉજૈન નગરીમાં નરવર્મ રાજાને ત્યાં જૈન ધર્મનો દ્વેષી એવો નમૂચિ નામે મંત્રી હતો. ૨૦ માં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીના ‘સુવ્રત’ નામે શિષ્ય બીજા મુનિઓ સાથે તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. રાજાને ખબર -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો મળતા તેમને વંદન કરવા રાજા પોતાના નમૂચિ મંત્રીને સાથે લઈને ત્યાં ગયા. જૈન મુનિઓનો દ્વેષી એવા નમૂચિએ સુવ્રતાચાર્ય સામે વાદનો પડકાર ફેંક્યો. વાદ માટે અયોગ્ય સમજી ગુરુ મૌન રહ્યા, પરંતુ ગુરુ મૌન રહે તો તેમનો પરાભવ થાય એમ સમજી એક નાના મુનિએ નમૂચિ સાથે પ્રત્યક્ષ – અનુમાન - આગમાદિ પ્રમાણો દ્વારા ધર્મતત્ત્વ એવી રીતે રજૂ કર્યું કે નમૂચિ નિરુત્તર થઈ ગયો. પોતાનો વાદમાં પરાભવ થવાથી નમૂચિનો સાધુઓ પ્રત્યેનો દ્વેષ વધ્યો. એમના ઉપર અત્યંત ક્રોધ આવવાથી અર્ધરાત્રિએ તલવાર લઈને મુનિને મારવા માટે ઉદ્યાનમાં ગયો, પરંતુ શાસનદેવીએ એને ખંભિત કરી દીધો. પ્રભાવે ખંભિત થયેલ નમૂચિને જોઈ લોકો એને ધિક્કારવા લાગ્યા. ક્ષમાવાન એવા આચાર્ય ભગવંતે દેવીને કહી એને મુક્ત કર્યો. નમૂચિનો આ વૃત્તાંત જાણી રાજાને નમૂચિ પર ક્રોધ આવતા એને દેશમાંથી કાઢી મૂક્યો. નમૂચિ ત્યાંથી હસ્તિનાપુરી ગયો. ત્યાં મહાપદ્મરાજાએ એને પોતાના મંત્રી તરીકે રાખ્યો. હસ્તિનાપુરના કુરુ દેશના સીમાડે સિહરથ રાજા હતો કે જે કપટથી મહાપદ્મ રાજાના ગામોને ભાંગતો હતો. એટલે મહાપદ્મ રાજાના આદેશથી નમૂચિ મંત્રી સિંહરથ રાજાને જીતવા માટે ગયો. નમૂચિએ પોતાના બુદ્ધિનો પ્રયોગ કરી યુક્તિથી સિહરથ રાજાને પકડી લાવી રાજા સમક્ષ હાજર કર્યો. તેથી ખુશ થયેલા રાજાએ નમૂચિને વરદાન માગવાનું કહ્યું. નમૂચિએ ‘અવસરે માંગીશ’ એમ કહી વરદાન ભંડારી રાખ્યું. પોત્તર રાજાએ મહાપદ્મ યુવરાજનો રાજયાભિષેક કરી પોતે મોટા પુત્ર વિષ્ણુકુમાર સાથે શ્રી સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. મહાપદ્મ રાજા ભરતક્ષેત્રના છએ ખંડ જીતીને નવમા ચક્રવર્તી રાજા થયા. પૌોત્તર મુનિ અને ૧૨૫ + ૧૨૪.
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy