SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોકેવી રીતે થઈ ગયો ? મારું આવું અધ:પતન’ મુનિ ઊભા થઈ ગયા. દોડીને પ્રભુને ચરણે પડ્યા. ક્ષમા માગી. પ્રાયશ્ચિત્ત કર્યું. મુનિ પાછા સ્વસ્થાને સ્થિર થઈ ગયા ને આત્મકલ્યાણ કર્યું. - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો એક દિવસ પરમાત્મા મહાવીર પ્રભુની દેશના સાંભળવા ગયા. વાણીનો દરેક શબ્દ નંદિષણના હૃદયમાં રહેલા અજ્ઞાન અંધકારને દૂર કરતો હતો. દેશના પૂર્ણ થતાં સત્ય સમજાઈ ગયું. સંસારનું રૌદ્ર સ્વરૂપ જાણીને ધ્રુજી ઉઠ્યા ને તુરત જ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી એક જ ધ્યેય હતો, ‘કર્મમુક્ત થવાનો’ તેથી ખૂબજ કષ્ટદાયક તપશ્ચર્યા કરી. વિરસ નીરસ આહાર લઈ કંચન સમી કોમળ કાયાને મુરઝાવી નાખી. ઉગ્ર તપશ્ચર્યાના પરિણામ રૂપે નંદિષણને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. અતીન્દ્રિય શક્તિઓ ઉત્પન્ન થઈ. દીક્ષિત જીવન પસાર કરતાં કરતાં એક દિવસ ગોચરી લેવા નીકળ્યા. ભૂલથી કોઈ વેશ્યાના દ્વારે પહોંચી ગયા અને ધર્મલાભ' બોલ્યા. વેશ્યાએ બારણું ખોલ્યું. મુનિને જોઈ પ્રભાવિત થઈ ગઈ ને ટોણો માર્યો, ‘અહીં ધર્મલાભ ન હોય, અહીં તો અર્થલાભ હોય’વેશ્યાનો આ ટોણો મુનિ સહન કરી શક્યા નહીં. પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. પગથી તરણું દબાવ્યું ને ધનવર્ષાથી વેશ્યાનું આખું ઘર ભરાઈ ગયું. હવે વેશ્યા મુનિને થોડી જવા દે ? યેન કેન પ્રકારે મુનિને વશ કરી લીધા. મુનિ પણ ભોગાવલી કમ બાકી હશે તેથી ડગી ગયા ને મુનિપણું છોડી વેશ્યાને ઘેર રહી ગયા પણ સાથે નિર્ણય કર્યો કે રોજ ૧૦ વ્યક્તિને પ્રતિબોધ કરીશ ને પ્રભુ પાસે દીક્ષા લેવા મોકલીશ. પછી જ આહાર વાપરીશ. મુનિ પાસે એવી વચનસિદ્ધિ હતી કે રોજ ૧૦ વ્યક્તિ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લઈ લેતા. આમ, ૧૨ વર્ષ વીતી ગયા. એક દિવસ એવો આવ્યો કે ૯ પ્રતિબોધ પામ્યા પણ દશમો ન મળ્યો. મુનિ ચિંતિત હતા ને ત્યાં વેશ્યાને હાસ્ય સૂઝયું. તે બોલી ઉઠી, “એમાં શું છે? દશમાં તમે”. વેશ્યાના આ બે શબ્દોએ મુનિને જાગૃત કરી દીધા. ‘હું દશમો ૧૨૦ કથામાં રહેલા સદ્ધોધના સ્પંદનો કથામાંથી ૩પ્રકારનો સબોધ ઉદ્ભવે છે. મુનિ ઉગ્ર તપશ્ચર્યા કરે છે ને પરિણામે તપના ફળ સ્વરૂપ અનેક સિદ્ધિઓ પામે છે. દરેક તપસ્વીને આવું ફળ પ્રાપ્ત થતું નથી. તપ એના યથાર્થ સ્વરૂપમાં થાય તો જ આવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપનું યથાર્થ સ્વરૂપ બતાવતા શાસ્ત્રકારો કહે છે. (૧) તપસ્વીને તપ કેમ કરું છું તેનું જ્ઞાન હોવું જોઈએ. (૨) તપસ્વીએ ઇન્દ્રિયોને પરાજિત કરી છે. એ વીરતાનો, વિજયનો આનંદ એના મુખ પર દેખાવો જોઈએ. (૩) તપસ્વી વાસના પર વિજય મેળવતો જાય. (૪) તપસ્વી શલ્યરહિત હોવો જોઈએ. (૫) તપસ્વી ક્રોધરહિત હોય. આ બધા લક્ષણો હોય તો આજે પણ આવી લબ્ધિઓ પ્રાપ્ત કરી શકાય. વ્યક્તિને વિશિષ્ટ પ્રયત્નોથી જ્યારે લબ્ધિઓ, શક્તિઓ પ્રાપ્ત થાય છે ત્યારે વ્યક્તિમાં એ શક્તિઓને પચાવવાની પાત્રતા પણ હોવી જરૂરી છે. પોતાની શક્તિઓનો ઉપયોગ પરોપકાર માટે કરવો જોઈએ, પરંતુ જો આ શક્તિઓને પચાવતા ન આવડે તો જ્યારે વ્યક્તિ પોતાના વ્યક્તિગત અહમને પોષવા માટે તેનો ઉપયોગ કરે તો તેનું અવશ્ય પતન થાય છે. વેશ્યાએ ટોણો માર્યો ‘અહીં ધર્મનું નહીં, અર્થનું કામ છે.’ મુનિ સહન કરી શક્યા નહીં. વેશ્યાનો ટોણો નિવારવા પોતાની સિદ્ધિનો ઉપયોગ કર્યો, ધનની વર્ષા કરી. શક્તિના આ દુરુપયોગથી
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy