SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કરતાં દુશ્મનો વધુ નીકળ્યા. એ બળ કરતાંય કળ વધુ વાપરતા. પીઠ પાછળ ઘા કરવામાં કુશળ હતા. ગુજરાતનાં લશ્કરો પીછેહઠ કરવા માંડ્યા. તરત જ મંત્રીરાજ ઉદયને રણમેદાનમાં પોતાના ઘોડાને મોખરે દોય, પ્રેરણા - જીવનના છેલ્લા શ્વાસ સુધી યુદ્ધમાં લડી રાજ્યભક્તિ અને વફાદારી બતાવી. રણનો રંગ બરાબર જામ્યો. ધીરે ધીરે સેના ઓછી થતી ગઈ. શત્રુઓએ એક સામટો મંત્રીરાજ પર હુમલો કરી દીધો, પણ પાછા હઠે એ બીજા . મંત્રીરાજે એંસી વર્ષની વયે નવજુવાન જોદ્ધાને પણ શરમાવે તેવા રણરંગ દાખવવા માંડ્યા. મંત્રીરાજનું આખું અંગ વેતરાઈ ગયું. મસ્તક ડોલવા લાગ્યું, છતાંય એમના હાથમાં સમશેર ચમકી રહી છે. માગીને ખાતો, જયણા પાળતો. જીવનને ધર્મથી જીવતો. પ્રેરણા - મંત્રીરાજે મરતી વેળો રણમેદાનમાં બહુરૂપી સાધુ માની આશીર્વાદ મેળવી અંતિમ શ્વાસ છોડ્યા અને પરિણામે વેશધારી બહુરૂપી જીવનભર સાધુ તરીકે જીવ્યો. મંત્રીરાજનું મૃત્યુ આમ મંગલરૂપ બન્યું. લોકોએ કહ્યું : ‘હાથી જીવતો લાખનો, મર્યો સવા લાખનો તે આનું નામ !” ૧૫ લબ્ધિ દિશાદર્શન કરાવતી મુનિ નંદિષેણની કથા - ડૉ. છાયાબેન શાહ (અમદાવાદ સ્થિત પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા વિષય પર Ph.D. કરેલ છે. તેઓ દેશ વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચનો આપે છે.) ભરફેસર સ્ત્રોતમાં પ્રાતઃસ્મરણીય મહાપુરુષો તથા મહાસતીના નામો છે. તેમાં મહાપુરુષોમાં નંદિષેણ મુનિનું વૃત્તાંત છે. આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં પરમાત્મા મહાવીર આ પૃથ્વી પર વિચરતાં પૃથ્વીને પાવન કરી રહ્યા હતા. પ્રભુના ભક્તોમાં પ્રભુનો અનન્ય ભક્ત મગધનો રાજા શ્રેણિક હતો. પ્રભુ જે દિશામાંથી આવી રહ્યાના સમાચાર પ્રાપ્ત થાય કે તરત જ તે દિશામાં સોનાનો સાથિયો કરી પ્રભુને વધાવતો. પ્રભુ તરફની આવી ભક્તિએ શ્રેણિક મહારાજાને “તીર્થકર નામકર્મ બંધાવી આપ્યું હતું. શ્રેણિક મહારાજના વિશાળ અંતઃપુરમાં તેમનો નંદિષેણ નામે રાજકુમાર હતો. નંદિષેણ અત્યંત સ્વરૂપવાન હતો. લાંબું કદ, વિશાળ છાતી, લાંબા બાહુ અને દૈદિપ્યમાન ચહેરો હતો. તે ઊંચા કુળની રૂપવાન પ00 કન્યાને પરણ્યો હતો. સાંસારિક સુખોની પરાકાષ્ઠામાં મહાલતો હતો. ૧૧૮
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy