SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મહામંત્રી ઉદયનની બહાદુરી અને બાહોશીથી સોરઠસર થયું. મહારાજ જયસિંહદેવના ચાર હાથ એમના ઉપર થયાં. ખંભાત જેવા બંદરની સરનશીની એમને મળી. ખંભાત એટલે ચોરાશી બંદરને વાવટો ! મહામંત્રી ઉદયન ખંભાતના બેતાજ બાદશાહ બન્યા. એ વેળા આચાર્ય દેવચંદ્રસૂરિ ત્યાં વિહરે. તેમની સાથે એક મોઢ બાળક. બાળકને એની મા પાસેથી ધંધૂકાથી માગી લાવેલા. ગુરુદેવ કહેતા હતા કે આ બાળક ક્ષત્રિય કુળમાં પેદા થયો હોત તો ચક્રવર્તી થાત; વણિક કુળમાં પેદા થયો છે એટલે સંસારમાં રહે તો મંત્રી થાય; ને જો કોઈ મતનો સ્વીકાર કરે તો યુગપ્રધાન થાય; કળિયુગમાં સત્યુગ લાવે. એ બાળકની સાચવણીનો ભાર ગુરુજીએ ઉદયન ઉપર નાખ્યો. થોડે દિવસે ચાંગનો પિતા ધસમસતો આવી પહોંચ્યો. એણે આચાર્ય પાસે પોતાનો પુત્ર માગ્યો. આચાર્ય શાંતિથી કહ્યું, ‘તમારો બાળક મંત્રી રાજના ઘેર સલામત છે. તમારી જ વાટ હતી.” ચાંગનો પિતા પારકા છોકરાને જતિ કરનાર ઉદયન મંત્રી ઉપર ક્રોધ વરસાવી રહ્યો. ઉદયન મંત્રી ચાંગના પિતાને ઘેર લઈ ગયા. રમતા પુત્રને લાવીને પિતાના ખોળામાં બેસાડ્યો, સાથે પંચાંગ પુરસ્કાર સાથે ત્રણ કિંમતી પોશાક અને ત્રણ લાખ રૂપિયા ભેટ કર્યા અને કહ્યું : “મન માને તો પુત્રની દેશને ખાતર ભેટ ચઢાવો ! ઘેર રાખશો તો ઘર અજવાળશે; બહાર કાઢશો તો દુનિયા અજવાળશે. માત્ર પોતાનો સ્વાર્થ ન જોશો.’ ચાંગનો પિતા ખુશ થઈ ભેટી પડ્યો. એ બોલ્યો : “મંત્રીરાજ મારો પુત્ર તમને અર્પણ છે. મારો પુત્રપ્રેમ ઉત્કટ છે. પણ એથીય તમારો ધર્મપ્રેમ વધુ ઉત્કટ છે. મારે એક કોડી પણ ન ખપે !' - ૧૧૬ - -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોએ બાળક ચાંગો તે જ ગુરુદેવ હેમચંદ્ર પ્રભુ ! ધન ને સત્તા પામીને કોને મદ નથી થયો ? છતાંય ઉદયને દેવ, ગુરુ, ધર્મ ને સ્વામીની ભક્તિમાં લેશ પણ કચાશ રાખી નહિ. મહારાજ જયસિંહનો ક્રોધ કુમારપાળ પર ઉતર્યો. કુમારપાળને ઉપર આભ ને નીચે ધરતી રહ્યા. એ વેળા કુમારપાળનો મિત્ર મંત્રીરાજ પાસે મદદ માંગવા ગયો. મંત્રીરાજ ઉદયને ચોખ્ખું કહ્યું. “મને લૂણહરામ ન બનાવ. કોઈ રાજસેવક ન જુએ તે પહેલાં અહીંથી ચાલ્યા જાઓ !' પ્રેરણા - રાજભક્ત, રાજયનો વફાદાર, વિશ્વાસુ મંત્રીશ્વર જોવા મળે છે. અને એ જ કુમારપાળ માટે જયારે ગુરુદેવ હેમચંદ્રાચાર્યે કહ્યું, ‘કુમારપાળને આશ્રય આપવામાં સ્વામીદ્રોહ નથી, પણ રાષ્ટ્રસેવા છે. મારું જ્ઞાન ભાખે છે કે કુમારપાળ ગુજરાતનો ચક્રવર્તી રાજા થશે.’ ત્યારે પોતે એને આશ્રય આપ્યો. પ્રેરણા - ગુરુઆજ્ઞા, ગુરુભક્તિને પ્રાધાન્ય આપે છે. મહારાજ કુમારપાળને જેટલા વાળ તેટલા દુશ્મન હતા. મંત્રીરાજ સાથે રહ્યા, સાથે ઝૂઝયા, ને તેમની સત્તા સ્થાપી. ગુજરાતની નવ ખંડમાં નામના કરી. સિત્તેર વર્ષની અવસ્થા થઈ છે. ઉદયન મંત્રી નિવૃત્ત થયા છે. પત્ની ગુજરી ગઈ છે. દીકરા ને વહુ, દીકરાને ઘેર દીકરા, એમ લીલી કુટુંબવાડી જામી છે. હવે પોતે કામકાજનો સંકેરો કર્યો. પ્રવૃત્તિનું ધામ પાટણ અને ખંભાત છોડી કર્ણાવતીમાં આવી વસ્યા, પણ નિરાંત તો નસીબમાં હોય તો લેવાય ને... ! મેલગપુરના મેદાનમાં સાંગણડોડીઓનું એ યુદ્ધ ભયંકર હતું. ધાર્યા ૧૧૦
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy