SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આખરે કર્ણાવતી આવી પહોંચ્યું. એ પોતે જૈન ધર્મનો અનુરાગી હતો. સુંદર દેરાસર દેખી દર્શન કરવા લાગ્યો. દર્શન કરનારા તો અનેક હતા, પણ આ ઉદયનની લગની અજબ હતી. સ્થિતિનું તો દુ:ખ માથે હતું જ, સાથે સાથે કર્મની વિચારણા કરતો એ સ્તવન ગાતો હતો એટલે એ શબ્દો ભાવથી ભરપૂર હતા. પ્રેરણા - તેના જીવનમાં ધર્મશ્રદ્ધા, ધર્મઆરાધના વણાયેલી છે. અંતરાય કર્યો હઠાવવા ધર્મ એક શરણમાત્ર છે તેવી દેઢ શ્રદ્ધા છે. લાછી નામની એક શ્રાવિકા દર્શન કરવા આવી હતી. એ વિધવા હતી. એને બાળક નહોતું. એણે આ જુવાનને જોયો, એના ભાવને પિછાણ્યો. અરે, આ તો મારી સમાન ધર્મ જૈન ! દુ:ખિયારો પરદેશી લાગે છે. અરે, એક પણ સહધર્માનું દુઃખ ન ફેડું તો ધર્મ મળ્યો હોય શું ને ન મળ્યો તોય શું?” લાઠીએ ઉદયનને પોતાનો મહેમાન બનાવ્યો. રહેવા માટે પોતાનો મેડો કાઢી આપ્યો. વેપાર કરવા થોડી મૂડી પણ આપી. વેલાને વાડ જોઈતી હતી તે આજે મળી ગઈ. થોડા સમયમાં એણે ભારે નામના જમાવી. થોડી મૂડીએ બહોળો વેપાર ખેડવા માંડ્યો! દુકાન ધમધોકાર ચાલે છે. ધૂળમાંથી પણ ધન પેદા કરવાની આવડત છે. ધન, ધન ને ધનના ડગલા ! - ઉદાને વિચાર થાય છે કે, પાસે બે પૈસા થયા છે, તો રહેવા ઈંટોનું પાકું મકાન ચણાવું. એણે લાછી શ્રાવિકાને વાત કરી. લાછીને તો પંડ સુધી પથારો હતો. એણે એક મકાન ઉદાને વેચાણ આપી દીધું. ઉદાએ તો ઘરના પાયા ખોદવા માંડ્યા. ખોદતાં ખોદતાં પાયામાંથી ધન નીકળ્યું. -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉદા શેઠે વિચાર કર્યો ‘ભલે જમીન મારી હોય, પણ ધન મારું ન કહેવાય.’ એણે લાછી શ્રાવિકાને બોલાવી, તેની આગળ ધન રજૂ કરતાં કહ્યું, માતા, આ ધન તમારું છે. તમે લઈ જાઓ !' લાછી શ્રાવિકા કહે : “જેની જમીન એનું ધન; મારે કાંઈ લેવાદેવા નહીં.' ખૂબ રકઝક ચાલી. આ વાત કર્ણાવતીમાં ફેલાતી ફેલાતી રાજદરબારમાં પહોંચી, પણ ઉદયન તો એક જ વાતને વળગ્યો હતો : ‘એ ધન લાછી શ્રાવિકાનું!' આખરે એ ધનથી જિનમંદિર બાંધ્યું, પ્રેરણા - જીવનમાં પ્રામાણિકતા વણાયેલી છે. કોઈ લોભ લાલચ દેખાતા નથી. લોકો એ મંદિરને ઉદયનવિહારને નામે ઓળખવા લાગ્યા. પ્રજાને લાગ્યું કે ઉદો શેઠ પ્રામાણિક છે. એટલે એમનો ધંધો ખૂબ વધી ગયો. પાટણ તો અલબેલું નગર. લાખોપતિના આવાસ લાખના હિસાબે દીવા બળે. કોટિધ્વજોની ધજાઓ ફરકે. રાણી મીનળદેવી ભારે ચતુર, ન્યાયી ને નરરત્નની પરીક્ષા કરનારી સ્ત્રી હતી. એણે આ નવા રત્નને પારખી લીધું. ઉદયનની રાજકાજમાં સલાહો લેવાવા લાગી. લોકોએ તેમને મંત્રીનું બિરુદ આપ્યું. પાટણના મહાજનના અગ્રેસરોમાં પણ ઉદયન શેઠ આગળ પડતા થયા. એવામાં રાજા કર્ણ અચાનક ગુજરી ગયા. એમના વારસદાર કુંવર જયસિંહ બાળક હતા. રાજા બાળક હોય ત્યારે સ્વાભાવિક રીતે રાજખટપટની ભૂતાવળો જાગે. આમાં ઉદયન મહેતાએ મહારાણીને સાથ આપ્યો. ઉદયનની બુદ્ધિએ ઘણો માર્ગ સરળ કરી દીધો. ઉદયન મંત્રીના માન વધ્યાં. પ્રેરણા- પોતાના પરિશ્રમથી ચડતી પડતીના અનુભવથી મહામંત્રી પદની યોગ્યતા મેળવી. - ૧૧૪. ૧૧૫
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy