SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો કાંઈ કરી નાખવાના એને કોડ. પણ હામ, દામ ને ઠામ ત્રણેનો એને તોટો. આખો દિવસ ફર્યા કરે, અને વિચાર્યા કરે કે મારી ભાગ્યદેવી ક્યારે જાગશે ! પ્રેરણા - ગમે તેવા વિપરીત સંજોગોમાં આશા છોડતો નથી. ઉત્સાહ સાથે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. મૂળે એના બાપદાદા ક્ષત્રિય : કેડે કટારીને ઢાલતલવાર બાંધનારા. એના પૂર્વજો વીરદેવ, યક્ષનાગ ને અજેસર કોઈ જૈન સાધુના ઉપદેશથી શ્રાવક બનેલા. તીર-કમાનનો-હિંસાનો ધંધો છોડી, ત્રાજવા-કાટલાંનો ધંધો લીધો. આ પૂર્વજોનો વારસદાર દીનહીન ઉદો ! પગમાં પહેરવા જોડા નહીં તો ચઢવા ઊંટ ક્યાંથી હોય ! ટૂંકી પોતડી, જૂનું અંગરખું ને લઘરવઘર પાઘડી: આ એનો પોશાક. ઉદો ઘીનો વેપાર કરતો. બળ અને બુદ્ધિમાં એ ઓછો ન હતો, પણ જમા-ઉધારના બે પાસા સરખાં કરી ન શકતો. જેમ જેમ એની ગરીબાઈ વધતી ગઈ, એમ એમ ઉદાની મહત્વાકાંક્ષા વધતી ગઈ. એ મુસીબતો જોઈ હાર્યો નહીં. બેવડી હિંમતથી મુશ્કેલીઓ સામે લડવા લાગ્યો. ભારે ભડ પુરુષ! પ્રેરણા - ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઉત્સાહી રહે છે. નિરાશા - હતાશા તેના જીવનમાં જોવા નથી મળતી. એ જવાન ઉદો મારવાડી એક વાર ઘી ઉઘરાવવા નીકળ્યો. માથે ઘીનો ગાડવો હતો. ખભા પર ધનુષ્યબાણ હતા. રાત અંધારી હતી. ખેતરને શેઢે થઈને એ જતો હતો. અચાનક એની નજર કોઈના ખેતરમાં પાણી વાળતા માણસો ઉપર ગઈ. ઉદાને લાગ્યું કે આટલી રાતે કોણ પાણી વાળે ? નક્કી આ કોઈ ભેરૂ હશે. એણે બાણ ચઢાવી પડકાર કર્યો. “કોણ છો અલ્યા ? સાચું -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કહેજો, નહિ તો આ તીર તમારું સગું નહિ થાય !” પ્રેરણા - પરગજુ સ્વભાવ, હિંમતનો બળિયો, પરોપકારમાં આગળ. અમે નસીબવંત લોકોના વગર પગારના ચાકર છીએ.” ઉદાએ પ્રશ્ન કર્યો : ‘ભાઈ, આ ખેતરવાળો તો એક જણને પણ નોકર રાખી શકે તેમ નથી. તો તેના ખેતરમાં પાણી વાળનારા આટલા બધા તમે કોણ ?” અમે એના હિતચિંતક છીએ.' પેલા લોકોએ જવાબ વાળ્યો. ઉદાને લાગ્યું કે ભાગ્યશાળીને ભૂત રળે, જેવું કાંઈક લાગે છે. નિર્ભય ઉદાએ પ્રશ્ન કર્યો : “મારા પણ હિતચિંતક ક્યાંય હશે ખરા ?' પ્રેરણા - તક મળે તો આગળ વધવાનું માર્ગદર્શન મેળવી લે અને ડગલું ભર્યું તો ના હઠવું એવો દૃઢ નિશ્ચયી. ‘જરૂર, ગુજરાતના કર્ણાવતી નગરમાં.” ઉદાએ વિગતથી પૂછવા માંડ્યું : “આપણા ભિન્નમાળ (શ્રીમાળનું બીજું નામ) પ્રદેશના સામંત રાજિના પુત્ર મૂળરાજનું નસીબ જયાં ખીલ્યું, જૈન ધર્મ પાળનારી કર્ણાટકના રાજા જયકેશીની કુંવરી મીનળદેવી જયાંના રાજાને વરી, એ જ નગરી કર્ણાવતીમાં જાઉં? શું ત્યાં ભાગ્યદેવી મારા પર રીઝશે.” ‘જરૂર રીઝશે', જવાબ મળ્યો. પ્રેરણા - આશા અમર છે. પ્રયત્ન કરવામાં વાંધો શો ? ઉદો મારવાડી તો ચાલી નીકળ્યો. એણે ખભે ખડિયો નાખ્યો છે, પાછળ બૈરી ને બે બાળકો છે. એક બાળકને ચલાવતાં, એકને તેડતાં, સાથેની ઘરવખરીનો ભારબોજ વહેતાં એ પંથ કાપી રહ્યા છે. ૧૧૨ ૧૧૩
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy