SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ‘દર્શનમ્ માત્રમ કલ્યાણ કારણમ્’ ‘સાધુનામ દર્શનમ્ પુણ્યમ્' આ કથામાં મુનિવરના દર્શન બહુ જ મૂલ્યવાન અને આદરણીય ઘટના છે. સંતના દર્શનથી ઈલાયચીકુમાર પર એક અદભુત પ્રભાવ પડ્યો, જે ઈતિહાસના પાનાં પર ઈલાયચીને અમર બનાવી દે છે. ફક્ત અમર જ નહિ, મુક્તિના મહેલ સુધી પહોંચાડે છે. આમ, આ દરેક પાત્રોમાંથી મૂલ્યપરક બોધ તો પ્રાપ્ત થાય છે જ, પરંતુ કથાને ચેતનવંતી બનાવે છે. ખરેખર ! શ્રી પિતા-પુત્રની જુગલ જોડીએ લોકસાહિત્યના ક્ષેત્રે એક અણમોલ રત્નરૂપે આ કથાચરિત્રના સર્જન દ્વારા દરેક જીવાત્મા અનંતસુખ પામે એવો કલ્યાણકારી બોધ આપે છે. મહામંત્રી ઉદયનની કથામાં ભક્તિના સ્પંદનો - ડૉ. પ્રવીણ સી. શાહ (જૈન પ્રકાશ' નાં તંત્રી રતનબહેને શ્રાવકકવિ ઋષભદાસ કૃત “વ્રત વિચાર રાસ” પર શોધપ્રબંધ લખી પી.એચ.ડી. કર્યું છે. હસ્તપ્રતોના સંશોધનમાં તથા જૈન સાહિત્ય સત્રોના આયોજનમાં ખૂબ રસ ધરાવે છે.) સંદર્ભ ગ્રંથઃ ઈલા અલંકાર પદ્ય પૂજય જગજીવનજી મ.સા. સં. ગુણવંત બરવાળિયા ગદ્ય: પૂજ્ય જયંતમુનિજી પ્રકાશક: પ્રાણગુરુ જૈન સેંટર જૈન સાહિત્યમાં અનેક મહાપુરુષોના જીવનમાં વણાયેલી વિવિધ ઘટનાઓનું વર્ણન વાંચીએ તો અનેક પ્રકારની સન્માર્ગની પ્રેરણા મળતી હોય છે. નિરાશ જીવનમાં આશાનો, ઉત્સાહનો સંચાર થાય છે. પોતાના જીવનના આદર્શો ધ્યેય-લક્ષ્યને પહોંચી વળવા આવતા વિનોને હઠાવવાનું જોમ-ઉત્સાહ માર્ગદર્શન મળે છે અને અવાજ ઉઠે છે કે ‘યા હોમ કરી કૂદી પડો ફત્તેહ છે આગે, ડગલું ભર્યું તે ના હઠવું ના હઠવું.' મહામંત્રી ઉદયનના જીવનના વળાંકો અને આશા - નિરાશા વચ્ચે ઝોલા ખાતા મંત્રીશ્વરે કેવી જીવનસિદ્ધિ મેળવી અને તે સિદ્ધ કરવા તેમના જીવનની અનેક ઘટના આપણા જીવનને સ્પર્શીને પ્રોત્સાહન આપે છે. તેની વાત અત્રે રજૂ કરવી છે. (મારવાડ) દેશમાં ઉદા નામનો જુવાનિયો વસે. ઉનાળે આંબા ફળે એમ મુશ્કેલીમાં એની મર્દાનગી ખીલેલી. કોઈનું પીઠબળ મળે તો કાંઈનું ૧૧૦ ૧૧૬
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy