SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો ૧૩ ઈલા અલંકાર કથામાં સબોધના સ્પંદનો - ડૉ. રતનબેન ખીમજી છાડવા -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોબહોળો પરિવાર હોવા છતાં તેમણે સંવત ૧૯૯૪ માં સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. પાસે બગસરામાં દીક્ષા અંગીકાર કરી તપ સાધનામાં જોડાઈ ગયા. તપ સાધના સાથે સાથે તેમણે ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન પણ કર્યું. લગભગ વીસેક ગ્રંથો લખ્યા, જેમાં ઋષભચરિત્ર જેવા મહાકાવ્યનો સમાવેશ પણ થયો છે. તેમજ મહાવીર સ્વામીના જીવન વિષે નાના-મોટા કાવ્યોની પણ રચના કરી છે. આ ઉપરાંત ધર્મક્ષેત્રે ઉપાશ્રયોના નિર્માણના પ્રેરણાદાતા તો બન્યા જ છે. પરમ દાર્શનિક પૂજ્ય જયંતમુનિ મ.સા. નું જીવનકવન : પૂજય શ્રી જગજીવન મ.સા.ના સંસારી પુત્ર ‘જકુ' પિતાશ્રીને પગલે અનુસરી સં. ૧૯૯૯ માં વેરાવળ મુકામે ભગિની ચંપાબહેન સાથે ભાગવતી દીક્ષા લઈ ‘જયંતમુનિ' બન્યા. ત્યારબાદ વિશ્વની અનેક દાર્શનિક પરંપરાઓનો અભ્યાસ કર્યો. પૂર્વ ભારતના સંઘોએ તેમને પરમ દાર્શનિકનું બિરુદ આપ્યું. તેમણે પૂ. પિતાશ્રી જગજીવન મ. સાહેબે લખેલ સાહિત્યની વિવૃત્તિ, રસદર્શન લખ્યું. તેમજ અનેક વિષયોનું ગહન અધ્યયન કરી વિપુલ સાહિત્યનું સર્જન કર્યું. એમની પ્રેરણાથી પૂર્વ ભારતમાં આરોગ્ય, શિક્ષણ, ધર્મ, અધ્યાત્મનું કાર્ય કરતી અનેક સંસ્થાઓ ઊભી થઈ. પેટરબારમાં ચક્ષુચિકિત્સાલયની સ્થાપના કરી. ઝારખંડમાં નેત્રજયોતિ પ્રદાતા રૂપે પ્રસિદ્ધિ પામ્યા અને આદિવાસીઓના ‘બાબા’ બન્યા. આમ, પરમ પૂ. પિતા-પુત્રની જોડીએ સાચા અર્થમાં જૈન ધર્મ સાથે સેવાધર્મ પણ દીપાવ્યો છે. ઈલા અલંકારના આ કથાનકમાં ઈલાયચીકુમારની પ્રતિભાના બંને પાસાંને ન્યાય આપી ઈલાયચીનું પાત્ર સજીવ કર્યું છે. એક તરફ ઈલાયચીની ઈલાયચીકુમારના જીવનચરિત્ર આધારિત દિવ્ય કથાનકને ઉદયગિરિના યોગેશ્વર તપોધની પરમ પૂ. જગજીવન મ. સાહેબે કાઠિયાવાડી તળપદી ભાષામાં દોહા રૂપે ગૂંથી ‘ઈલા અલંકાર’ રૂપે પ્રસ્તુત કરી છે. કવિશ્રીએ આ કથાનકમાં ઈલાયચીકુમારની રાગથી વૈરાગ્ય તરફની યાત્રાનો અદ્ભુત ચિતાર આપ્યો છે. જ્યારે ગોંડલ ગચ્છના શિરોમણી પરમ પૂ. જયંતમુનિ મ. સાહેબે તેનું રસાળ વિવરણ કરી લોકભોગ્ય બનાવી છે. તેમજ સરળ ભાષામાં કામ-રાગ, માનવસંબંધોનો મોહ, કર્મની ફિલોસોફી જેવા ગહન વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. તપોધની પરમ પૂ. જગજીવન મ.સા. નું જીવનકવન : સૌરાષ્ટ્રના ગિરપ્રદેશના દલખાણિયા ગામના નગરશેઠ શ્રી જગજીવનભાઈ મડિયાના અંતરમાં પુણ્યયોગે ગૃહસ્થાશ્રમમાં જ વૈરાગ્યના બીજ રોપાઈ ગયા હતા. - ૧૦૨. - ૧૦૩
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy