SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો ઉચ્ચ કોટિની ખાનદાની હોવા છતાં નટકન્યામાં મોહિત થવું, બીજી તરફ આ મોહનો ઉદ્વેગ પુનઃ ઉચ્ચ કોટિના કલ્યાણ સ્વરૂપે પરિણમે છે, પતનથી ઊર્ધ્વગમનની એક અદ્ભુત લીલાનું સર્જન બનાવ્યું છે. કથાનકનો સંક્ષિપ્ત સાર : ઈલાવર્ધન નગરીમાં ધનદત્ત નામના શ્રેષ્ઠી અને ધારિણી નામની તેમની ભાર્યા રહેતા હતા. તેઓ બધી વાતે સુખી હતા. આ કોટ્યાધિપતિને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ઈલાયચીકુમાર રાખવામાં આવ્યું. અનુક્રમે કુમારે વિદ્યાભ્યાસમાં કુશળતા પ્રાપ્ત કરી યુવાનીના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. એકવાર કુમાર હવેલીના ઝરૂખામાં ઊભો હતો. ત્યાં તેની નજર માણેકચોકમાં ખેલ કરતી એક નટમંડળી ઉપર પડી. નટમંડળીમાં એક રૂપ રૂપના અંબાર સમી નટડી પણ હતી. તેની નૃત્યકળાની ભાવભંગિ, કામણગારા નેત્રો અને મનમોહક સ્મિત કુમારની આંખ અને અંતરમાં વસી ગયા. આ ઘટના કુમારના જીવનમાં ગજબનું પરિવર્તન સર્જે છે. નટડીના રૂપમાં મોહિત બની કુમાર પોતાની સૂઝ-બૂઝ બધું જ ગુમાવી કામવરથી પીડિત બન્યો. ગમે તેમ કરી દિવસ પૂરો કર્યો, રાત પડી. કુમાર અંધારામાં લપાતો-છુપાતો નટમંડળીની રાવટીમાં પહોંચી ગયો. ત્યાં જઈ આ શ્રેષ્ઠીકુમાર શેઠ મટીને એક ભિખારી બની નમ્રતાપૂર્વક નટરાજ પાસે તેમની કન્યાની માંગણી કરી. તેના બદલામાં લાખ સોનામહોર આપવા પણ તૈયાર થાય છે. ત્યારે પીઢ અને અનુભવી નટરાજ કુમારને સલાહ આપે છે કે ભાઈ ! અમે રહ્યા ગરીબ જાતિના સાધારણ માણસ અને તમે ઊંચી જાતના શ્રીમંત માણસ છો. માટે તમારો અને અમારો મેળ સંભવ નથી. તમે કોઈ કુળવાન કન્યાને પસંદ કરી *૧૦૪ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો સંસાર માંડો. સમોવિયા ઘરના વર-કન્યા હોય તો તેની જોડી સુખી થાય. માટે તમે સાચે રસ્તે આગળ વધો. કવિશ્રીએ અહીં નટરાજના માધ્યમથી સાધારણ જાતિમાં કેટલી નીતિમત્તા વર્તે છે અને માણસ ગંભીરભાવે વિચારે છે તેનું સુંદર વિવરણ કર્યું છે. નટરાજનું મંતવ્ય સાંભળ્યા પછી પણ ઈલાયચી નિરાશ ન થયો, પરંતુ પોતાની આસક્તિને આધારે નટરાજને વારંવાર વિનવે છે અને પોતાનો દૃઢ સંકલ્પ પ્રગટ કરે છે કે હે નટરાજ ! હું પરણીશ તો આ નટકન્યાને જ. બીજી બધી કન્યાઓ મારા માટે બહેન સમાન છે. જ્યારે કુમાર આત્મહત્યા કરવાની ધમકી આપે છે, ત્યારે ન છૂટકે નટરાજે પોતાની નાતના નિયમ પ્રમાણે એક કડક શરત મૂકી કે, તમે એક કુશળ નટ બનો અને નવિદ્યાથી કોઈ રાજાને રીઝવી શકો તેવા ખેલ બતાવી ઈનામ પ્રાપ્ત કરો. પછી મારી કન્યાને તમારી સાથે પરણાવીશ. કુમાર તરત જ આ શરતનો સ્વીકાર કરે છે. નટરાજ સાથે આ પ્રકારનો વાર્તાલાપ થતો હતો, ત્યારે નટકન્યા પણ જાગી જાય છે અને સૂતા સૂતા આખો સંવાદ સાંભળે છે. ત્યારે તેને પણ પોતાના રૂપ ઉપર ધિક્કાર આવે છે. પોતાનો દોષ માને છે કે મારા થકી જ શેઠ કુમાર મોહમાં ભરમાયા છે. ઈલાયચીની આસક્તિના પ્રત્યાઘાત તેના માતા-પિતા પર કેવા પડશે તેનો વિચાર કરી સ્વયં એક વેદનાનો અનુભવ કરે છે, તેમ જ બીજે દિવસે પોતાની સંગીતકળા વડે કુમારને સમજાવીશ એવું મનમાં નક્કી કરે છે. આ બાજુ મોહવશ બનેલો કુમાર પોતાના માતા-પિતાની રજા લેવા જાય છે. માતા તો આ વાત સાંભળી આઘાતથી મૂર્છિત થઈ જાય છે. પિતા ૧૦૫
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy