SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કરી શકાય. તેમાંથી તો માત્ર બોધપાઠ જ લેવો જોઈએ. તેમાં બૌદ્ધિક દલીલ કે તર્ક ન ચલાવવા જોઈએ. પ્રત્યેક મોક્ષગામી જીવ પોત પોતાના કર્મો પ્રમાણે જ જીવન વ્યતીત કરે છે. સર્વજ્ઞના જ્ઞાનની અપેક્ષાએ આ કથન છે. અજ્ઞાની કે છબસ્થ જીવ તો કશું જ જાણતો નથી. તેથી તેણે તો શ્રદ્ધા જ કરવી જોઈએ. કારણ કે વાસ્તવિક કાર્ય-કારણ ભાવ કે નિમિત્ત – ઉપાદાન કારણ કે નિમિત્ત - નૈમિત્તિક ભાવ પણ કેવળીગમ્ય છે. છદ્મસ્થ માત્ર પોતાના કર્મોના ક્ષયોપશમ પ્રમાણે અનુમાન કે ધારણા જ કરે છે. આ લખાણમાં અલ્પજ્ઞતાને કારણે વીતરાગ સર્વજ્ઞની વાણી કે આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું જણાય તો તે બદલ અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું. -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જે સાંભળતાં જ કોઈપણ હોંશ ખોઈ બેસે અને કદાચ પ્રાણઘાતક પણ બની શકે તેવા સમાચારને રાજાને પ્રબળ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તે રીતે રજૂ કરે છે તે ખરેખર દાદ માંગે છે. આ વ્યવહારકુશળતાનો ઉત્તમ દાખલો છે. જેમ કે કુશળ વૈદ્ય રોગીની નાડ પારખીને દવા - ઔષધ આપે, દરેકને કાંઈ એકસરખી દવા ન આપે તેમ આ ભગવાધારી બ્રાહ્મણે અલગ અલગ રૂપ રજૂ કરી રાજાને સમાચાર આપ્યા. નોંધવા જેવી બાબત તો એ છે કે તે ભગવાધારી બ્રાહ્મણના નામનો કોઈ જ ઉલ્લેખ નથી. ચક્રવર્તી પુત્રોના શોક વિલાપ કરતાં દરેક રત્નને મનોમન પૂછે છે કે તેમની અગાધ શક્તિઓ ક્યાં ગઈ ? “કાબે અર્જુન મારીઓ એ જ ધનુષ એ જ બાણ.” સગર ચક્રવર્તીના પૌત્ર ભગીરથે ગંગાના પ્રવાહને પૂર્વસાગરમાં વાળ્યો, તેથી તે ભાગીરથી કહેવાઈ. પત્ર ભગીરથે તેના મૃત પિતા અને કાકાઓના અસ્થિ ગંગામાં ક્ષેપન કર્યા. આ પ્રકારની પ્રથા ઘણા લોકોમાં હજી પ્રવર્તમાન જોવા મળે છે. ભગીરથ પણ પ્રવજયા ગ્રહણ કરવા જણાવે છે ત્યારે સગર ચક્રીએ કરેલ કથન પણ મનન કરવા યોગ્ય છે. “પુત્રને રાજય આપી પછી દીક્ષા લેજો.” આમ, સમગ્રરૂપે જોતાં આ કથાનકમાંથી આદર્શ ધર્મ, વિનયશીલતા, વિવેક અને વ્યવહાર કુશળતા વગેરેનો બોધ મળી રહે છે. સાથે સાથે આ કે આવા અન્ય કોઈપણ તદ્દભવ મોક્ષગામી જીવોના કથાનક કે ચારિત્રનું પઠન કરતી વખતે એક વાત લક્ષમાં રાખવી એ જરૂરી છે કે તે તેમના ચરમભવમાં તેમના દ્વારા થયેલ ક્રિયા તેમને માટે બંધનું કારણ નથી બનતી, પરંતુ તે ક્રિયાઓ નિર્જરાના કારણ હોય છે. તે ભવમાં તો તેવા આત્માઓને શેષ કર્યો કે જે ભોગાવલી કર્મો તરીકે પણ જાણીતા છે તે પ્રમાણે જ તેમનો તે ભવ વ્યતીત થાય છે. માટે તેમના તે જીવનકાર્યનું અનુકરણ ન - ૧૦૦ (વાપી સ્થિત જસવંતભાઈ એન્જિનિયર છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને જૈન સાહિત્યના અભ્યાસુ છે.) ૧૦૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy