SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભરતચક્રીના ભ્રાતાઓનાં પગલાંઓની વંદના કરી. ભરત ચક્રવર્તીએ આ પર્વતની ચોતરફ આઠ આઠ પગથિયા કરાવેલા તેથી તે અષ્ટાપદ નામે પ્રસિદ્ધ થયા. બાદમાં સગરપુત્રોને તે તીર્થ રક્ષાનો વિચાર આવ્યો અને દંડરત્ન વડે ચોતરફ હજાર યોજન ખાઈ ખોદાવી. આથી ત્યાંના નાગદેવતા કોપાયમાન થયા. સગરપુત્રોએ તેમને શાંત કર્યા. પછી સગરપુત્રોમાંના જયેષ્ઠ પુત્ર જહુએ ત્યાં દેડરત્નનો ઉપયોગ કરી ત્યાં ગંગાનદીનું પાણી વળાવ્યું. તેથી તે ‘જાન્હવી' કહેવાઈ. નાગકુમારોના મંદિરો જળથી પુરાઈ ગયા. તેથી નાગકુમારોએ ત્યાં ઘાસ મૂકી અગ્નિ પ્રગટાવી અને તેમાં સર્વે સાઠ હજાર સગરપુત્રો બળીને ભસ્મીભૂત થયા. ષષ્ઠ વર્ગમાં સગર ચક્રવર્તીની દીક્ષા અને કેવળજ્ઞાનનું વર્ણન છે. સાઠ હજાર સગરપુત્રોની સાથે ગયેલા અનુચરો - સેવકો કલ્પાંત કરે છે. આવા દારૂણ સમાચાર રાજનને કયા મોઢે કેવી રીતે આપવા તેની વિમાસણમાં હતા ત્યાં ભગવાધારી એક બ્રાહ્મણ આવે છે અને રસ્તો બતાવે છે. તે બ્રાહ્મણ વિવિધરૂપે રાજન પાસે જાય છે અને અનેક રૂપકાત્મક શૈલીએ આ ઘટનાને સચોટ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેમ રજૂ કરે છે. “પૂર્વવિધિથી પરોક્તવિધિ જેમ બળવાન છે તેમ સર્વે થકી વિધિ - (કર્મ) બળવાન છે.” સગરચક્રીને વૈરાગ્ય જાગ્યો. પૌત્ર ભગીરથને રાજય આપી દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ધાર કર્યો. તે વખતે અજિતનાથ પ્રભુ ત્યાંના ઉદ્યાનમાં સમસર્યા હતા. સગર ચક્રવર્તીએ દીક્ષા ગ્રહણ કરી સગરમુનિ બન્યા. સંસારના ચૌદ રત્ન ત્યાગી ધર્મના ત્રિરત્નધારી બન્યા. અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને અંતે નિર્વાણ પામ્યા. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો અધ્યાત્મનિરૂપણ અને સાંપ્રત જીવનમાં આમાં પ્રગટ થતો બોધઃ સૌ પ્રથમ તો પ્રારંભમાં જ શસ્ત્ર મંદિર શબ્દપ્રયોગ અત્યંત વિનયસૂચક છે. શસ્ત્ર પ્રત્યેનો આદર દર્શાવે છે. ચક્રવર્તી પણ ચક્રની પૂજા કરે છે. આ ચક્રવર્તી સમ્યફષ્ટિ જીવ છે. તે અજીવ ચક્ર - આયુધની પૂજા કરે છે તે કર્તવ્યપરાયણ છે. તેથી આવી ક્રિયાને એકાંતે મિથ્યા ન કહી શકાય. ગુફાના દ્વાર ખોલાવવા માટે તેના પાલક - ધારક દેવની આરાધના અઠ્ઠમ તપથી કરે છે. આ પણ કર્તવ્યપરાયણતા છે. તેને પણ એકાંતે મિથ્યા ન કહી શકાય. તો આવી જ રીતે જૈન શ્રાવક પૂજન - ચોપડાપૂજન કરે છે કે જેમાં આગમમાં સ્થાન પામેલા ઉચ્ચ કોટિના જીવોના નામ આદર સહિત અંકિત કરવામાં આવે છે તેને એકાંતે મિથ્યાત્વ ન ગણવું જોઈએ. તે તો શ્રાવકની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને મંગલ સૂચક છે. તે તો ચોપડાનું મંગલાચરણ છે. બીજું જોઈએ તો વાસ્તવમાં કે જેને આજના સમયમાં આપણે “જૈન ધર્મ” ના નામથી ‘અહિંસા પ્રધાન ધર્મ' કહીએ છીએ તે તો ખરેખર તો ‘વીર’ નો ધર્મ છે કે જે સમયાનુસાર વીરતા પણ દાખવી શકે. “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ.” એટલે જ તો “ક્ષમા વીરસ્ય ભૂષણમ્.” ધર્મતીર્થના રક્ષણ કાજે ૬૦,OOO સાઠ હજાર રાજપુત્રો – બંધુઓ વીરગતિને પામ્યા. “ધર્મેશૂરા - કર્મેશૂરા” ધર્મ – ધર્મતીર્થના ત્રાણ - રક્ષણાર્થે બલિદાન દેવાની હિંમત જરૂરી છે. સાઠ હજાર પુત્રોના મૃત્યુના અત્યંત આઘાતજનક સમાચાર સગર ચક્રવર્તીને જણાવવા માટે જયાં તેમના અનુચરો – સહયાત્રીઓ અસમર્થ હતા તે વેળાએ એક ભગવાધારી બ્રાહ્મણની ઉપસ્થિતિ વિચારણીય છે. આ બ્રાહ્મણ પોતાની વિદ્યા અને કુનેહ થકી ચક્રવર્તીને કે અત્યંત આઘાતજનક સમાચાર કે
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy