SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો એમ લાગે કે કામ પ્રમાણે મારો પગાર વધારે છે, ત્યારે ઘણી જગ્યાએ તેઓએ સામે ચાલીને પગાર ઘટાડવા માટે અરજી કરી. ‘ન્યાસંપન્ન વૈભવ’ ના તેમના આ જીવનમાર્ગમાં તેઓના સહધર્મચારિણી અને કુટુંબના અન્ય સભ્યોનો પણ સાથ-સહકાર મળ્યો. મૂળ સાહિત્યનો જીવ. શરૂઆતમાં ‘વિદ્યાર્થી’, ‘જૈન સત્યપ્રકાશ’ જેવા સામયિકોમાં સંપાદન અને લેખનનું કાર્ય કરતા. પછી આકસ્મિક રીતે આવી પડેલ ‘જૈન’ ની જવાબદારી લાંબો સમય સુધી નિભાવી. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’ ના આગમ-પ્રકાશન વિભાગમાં કામ કર્યું. આ બધાંની સાથે સાથે અન્ય સંપાદનો અને લેખનકાર્ય પણ ચાલુ. ઈ.સ. ૧૯૮૫ ની સાતમી ડિસેમ્બરે અવસાન પામ્યા ત્યાં સુધી ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઈતિહાસ’ ના બીજા ભાગના લખાણની જવાબદારી ચાલુ હતી. કથા સાહિત્ય : તેમણે જુદા જુદા સમયે વાર્તાઓ પણ લખી હતી. તેમની આ વાર્તાઓના આધારે ઈ.સ. ૧૯૫૩ થી શરૂ કરીને ઈ.સ. ૧૯૮૨ ના વર્ષોમાં ક્રમશઃ તેમના દસ વાર્તાસંગ્રહો આ રીતે પ્રકાશિત થયા. ૧. ‘અભિષેક’, ૨. ‘સુવર્ણકંકણ’, ૩.‘રાગ અને વિરાગ’, ૪. ‘પદ્મપરાગ’, ૫. ‘કલ્યાણમૂર્તિ’, ૬. ‘હિમગિરિની કન્યા’, ૭. ‘સમર્પણનો જય’, ૮. ‘મહાયાત્રા’, ૯. ‘સત્યવતી’ અને ૧૦. ‘સમર્પણનો જય’ આ દસેય વાર્તાસંગ્રહોની બધી વાર્તાઓનો સમાવેશ કરીને ઈ.સ. ૧૯૯૪ માં ‘કથાસાહિત્ય’ ના ૧ થી ૫ ભાગ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા નવા સ્વરૂપે પ્રકાશિત થયા. જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો કથા - ‘જનનીનું ભિક્ષાપાત્ર' : ‘સુવર્ણકંકણ’ વાર્તાસંગ્રહમાં રજૂ થયેલ ‘જનનીનું ભિક્ષાપાત્ર’ મૂળ ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ ના આધારે લખાયેલ કથા છે, જે ‘કથાસાહિત્ય ભાગ-૧ મંગળમૂર્તિ' માં પુનઃ પ્રકાશિત થઈ છે. જેને આગમ સાહિત્યના ૪૫ આગમોમાં ચાર ‘મૂળ સૂત્રો’ રજૂ થયેલ છે. તેમાંના એક ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ માં કુલ છત્રીસ અધ્યયનો રજૂ થયા છે. શ્રી મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ (દેશના) રજૂ કરતા ‘ઉત્તરાધ્યયન સૂત્ર' માં સાધુઓને સંયમમાર્ગમાં રહેવાના ઉપદેશો તેમજ સિદ્ધાંતો વિવિધ કથાઓ, દૃષ્ટાંતો, ઉપમાઓ, સંવાદો વગેરે રૂપે રજૂ થયેલ છે. ‘જનનીનું ભિક્ષાપાત્ર’ કથા આ પ્રમાણે છે : એક સોહામણી સવારે મિથિલાનગરીના રાજવી શ્રી નમિરાજને સમાચાર મળ્યા કે પોતાની હસ્તિશાળાનો સર્વશ્રેષ્ઠ રાજહસ્તી (ગજરાજ) પોતાનો ખીલો ઉખાડીને જંગલ તરફ ઉપડી ગયો છે. પોતાના પ્રાણપ્યારા આ રાજહસ્તીને શોધવા માટે થઈ શકે તે બધાં જ પ્રયત્નો કર્યા, પણ તેના કોઈ સગડ ન મળ્યા. અંતે જાસૂસોને આ રાજહસ્તી શોધવાનું કામ સોંપ્યું. જાસૂસો દ્વારા ભાળ મળી કે આ રાજહસ્તી માલવપતિ ચંદ્રયશ રાજાની સુદર્શનપુરમાં આવેલ હસ્તિશાળામાં છે. મિથિલાપતિ નિમરાજે માલવપતિ ચંદ્રયશને આ રાજહસ્તિ પાછો સોંપવા સંદેશો મોકલ્યો, પણ માલવપતિએ મિથિલાના આ હાથીને સોંપવાની માગણી ફગાવી લીધી. મિરાજને તેમાં પોતાનું અપમાન જણાયું. તેથી પોતાના રાજહસ્તીને પાછો મેળવવા માટે નિમરાજે ચંદ્રયશ ઉપર ચડાઈ કરવાનો નિશ્ચય કર્યો. આ બાજુ મિથિલાનગરીના ધર્માંગારમાં રહેતા, દેખાવે સોહામણા અને સ્વભાવે શાંત સાધ્વી શ્રી સુત્રતાજીના કાને આ યુદ્ધની વાતો પહોંચી. તે ૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy