SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સાંભળતાં તેઓ બીજા દિવસે ધર્માગાર છોડીને માલવદેશ તરફ વિહાર કરતાં પહોંચી ગયા. ત્યાં બંને પક્ષો યુદ્ધ માટે પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હતી. માલવપતિ ચંદ્રશે પોતાના સમગ્ર સૈન્યને નગરમાં સમાવીને કિલ્લાના દરવાજા બંધ કરી દીધા. તો મિથિલાપતિ નમિરાજના સૈન્યએ ત્યાં સુદર્શનપુરનો, ચકલુંય ન ફરકી શકે તેવો ઘેરો ઘાલ્યો. સાધ્વી સુવ્રતા સુદર્શનપુર પહોંચ્યા ત્યારે હજી યુદ્ધ શરૂ થયું ન હતું. નમિરાજ પોતાના મંત્રીઓ, સામંતો સાથે યુદ્ધની વ્યુહરચના ઘડવામાં વ્યસ્ત હતા. વાતાવરણ એકદમ તંગ હતું. આ ભયાનક વાતાવરણમાં સાધ્વી સુવ્રતાએ પ્રવેશ કર્યો. લેખક લખે છે : “બળબળતાં રણમાં નાની સરખી વાદળી છંટકાવ કરે એમ, પોતાની પ્રશાંત મુખમુદ્રાથી શાંતિરસનો છંટકાવ કરતાં સાધ્વી સુવ્રતાએ નમિરાજની શિબિરમાં પ્રવેશ કર્યો.” નમિરાજ અને મંત્રીઓ તેમજ સામંતો તો જોઈ જ રહ્યા. એમને થયું : આ શું? રણભૂમિ ઉપર એક અબળા ! અને તે પણ એક ધર્મગુરુણી ! અહીં એમનું શું કામ ? ન સમજાય એવો એક કોયડો જાણે બધાની સામે આવીને ખડો રહ્યો. પણ સાધ્વી તો સ્વસ્થપણે ઊભા હતા.” (“મંગલમૂર્તિ', પૃ. ૧૭) મારે તમારી પાસેથી કશીક ભિક્ષા જોઈએ છે એમ જણાવતાં વાતચીતના અંતે સાધ્વીજી જણાવે છે કે મારે તો યુદ્ધ શાંતિની ભિક્ષા જોઈએ છે, જેથી સંહારલીલા અટકે. વળી, ભાઈ દ્વારા ભાઈનો સંહાર અટકે. આ સાંભળી નમિરાજ અને સૌ આશ્ચર્ય પામે છે કે મિથિલાપતિ અને માલવપતિ ભાઈ-ભાઈ કેવી રીતે ? સાધ્વીજી કહે છે કે જેમ માલવપતિ ચંદ્રયશ એ યુગબાહુ અને મદનરેખાનો પુત્ર થાય, તેમ મિથિલાપતિ તમે પણ યુગબાહુ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અને મદનરેખાના જ પુત્ર છો. તમે જેને માતાપિતા કહો છો તે પારથ અને પુષ્પમાલા તમારું પાલન કરનાર પાલક માતા-પિતા છે. નમિરાજને હજી ઘેડ બેસતી નથી, તેથી સાધ્વીજી જણાવે છે કે હું જ તમારા બંનેની જન્મદાત્રી માતા છું. તારો (નમિરાજનો) જન્મ જંગલમાં થયો. ત્યાં મારું અપહરણ થયું અને પદ્મરથ મિથિલાપતિએ તને પુત્રની જેમ ઉછેર્યો. મારું શીલ અખંડ રહેતા મેં સાધ્વીવેશ ધારણ કર્યો. આટલું જાણવા છતાં પણ નમિરાજ તો યુદ્ધ કરવાના પોતાના નિર્ધારમાં અડગ જ રહ્યા. પણ સાધ્વી સુવ્રતા ગમે તે ભોગે આ યુદ્ધ અટકાવવાના પોતાના વિચારોને ઘૂંટતા રહ્યા અને ગમે તેમ કરીને સુદર્શનપુરમાં પ્રવેશી માલવપતિ ચંદ્રયશના રાજભવનમાં પહોંચી ગયા. રાજા ચંદ્રયશ પોતાની માતાને ઓળખી ગયા.. સાધ્વીજીએ પોતાના મોટા દીકરા ચંદ્રયશને ‘તમે બંને સહોદર છો' આ વાત સમજાવીને ‘આ યુદ્ધ અટકાવવું જ જોઈએ’ તેમ જણાવ્યું. આ બાબત ગળે ઉતરતા યુદ્ધશાંતિની ઘોષણા થઈ અને ભાઈ-ભાઈ ભેટી પડ્યા. મોટા ભાઈ માલવપતિએ રાજહસ્તિ તો સોંપ્યો જ, સાથે સાથે પોતે રાજત્યાગ કરીને પોતાનું રાજ્ય પોતાના ભાઈને સોંપ્યું. આ ઘટનાથી જનનીના હૃદયનું ભિક્ષાપાત્ર છલોછલ ભરાઈ ગયું. સર્જની વિશેષતાઃ એક બાજુ ભીષણ યુદ્ધનું વર્ણન અને તેની જ વચ્ચે અપાર શાંતિ ફેલાવે તેવી સાધ્વી સુવ્રતાજીની વાતો - આ બે વિરુદ્ધ પરિસ્થિતિનું વર્ણન કરવામાં લેખક તરીકે શ્રી રતિભાઈની કલમ એટલી ચોટદાર છે કે વાચકે આ વાર્તા વાંચવી શરૂ કરે તે પૂરી કરીને જ જંપે. સર્જકની વર્ણનકળાની અને શબ્દો દ્વારા યોગ્ય ચિત્રણ કરવાની કુશળતા નોંધપાત્ર છે. - ૮૩ ૮૨
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy