SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભાવનગરથી પ્રકાશિત થતાં “જૈન” અઠવાડિકમાં ઈ.સ. ૧૯૪૭ થી શરૂ કરીને એકધારા બત્રીસેક વર્ષ સુધી તંત્રીલેખ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા, અન્યાયને પડકારવા, સારા અને સાચા વિચારોને વધાવવા, કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર રતિભાઈએ કલમ ચલાવી. તેમના આ તંત્રીલેખો અને સામયિક ફુરણના મોટા પથારામાંથી ખૂબ મહેનત કરીને તેઓના સુપુત્ર પ્રો. શ્રી નીતિનભાઈ દેસાઈએ સંપાદિત કરેલ ‘અમૃત સમીપે', ‘જિનમાર્ગનું જતન’ અને ‘જિનમાર્ગનું અનુશીલન' આ ત્રણ પુસ્તકો તેમના પત્રકારપણાની સાક્ષી પૂરે છે. જીવનઃ ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા ગામના વતની શ્રી દીપચંદભાઈ (કે જેઓ દીપાભગત તરીકે ઓળખાતા) અને શિવકોર બહેનને ત્યાં સાતમી સપ્ટેમ્બર ૧૯૦૭ ના રોજ જયેષ્ઠ પુત્ર તરીકે શ્રી રતિભાઈનો જન્મ થયો. બહેનોનો જન્મ થયો, પણ ટૂંકું આયુષ્ય ભોગવીને વિદાય થઈ ગઈ. પોતાનાથી નાના બે ભાઈઓ : કાંતિભાઈ અને ધરમચંદભાઈ. પિતાના પરિભ્રમણના કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ યેવલા, ધૂળિયા, વઢવાણ, સાયલા, ધૂળિયા, સુરેન્દ્રનગર વગેરે જુદા જુદા સ્થત થયું. પોતાની ચૌદ વર્ષની વયે, એટલે કે નાની ઉંમરમાં જ માતાનું અવસાન અને તે પછી થોડા સમયમાં પિતાજીએ સ્વીકારેલ સંયમમાર્ગ. અઢી વર્ષના દીક્ષાપર્યાય પછી પૂ. દીપવિજયજી મહારાજ (સંસારી પિતા) પણ, રતિભાઈની બાવીસ વર્ષની ઉંમરે કાળધર્મ પામતા તેમની મા-બાપની લેણ-દેણ યુવાનવયે પૂરી થઈ ગઈ. કાકા શ્રી વીરચંદભાઈએ (શ્રી જયભિખ્ખના પિતાશ્રીએ) ત્રણે ભાઈઓનું ધ્યાન રાખવાની પોતાની ફરજ અદા કરીને અનોખા કુટુંબપ્રેમનો દાખલો બેસાડ્યો. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પોતાની માતાના અવસાન પછી કાશીવાળા પૂ. આચાર્ય શ્રી ધર્મસૂરિજીની સલાહથી “શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ' નામની પાઠશાળામાં પહેલા શ્રી રતિભાઈ અને પછી તેમના પિતરાઈ ભાઈ શ્રી બાલાભાઈ (જયભિખુ) દાખલ થયા. મુંબઈથી બનારસ થઈ શિવપુરીમાં સ્થાયી થયેલ આ વિદ્યાધામના સાહિત્ય, સંસ્કાર, સંસ્કૃતિથી હર્યાભર્યા જે મૂલ્યનિષ્ઠ વાતાવરણનો માહોલ ત્યાંના અન્ય વિદ્યાર્થીઓની જેમ આ બંને ભાઈઓને મળ્યો તેણે આ બંને ભાઈઓના જીવનની અને બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર કુટુંબની સાહિત્યિક દિશા પકડવામાં અગત્યનો ભાગ ભજવ્યો. અભ્યાસમાં પ્રવીણ શ્રી રતિભાઈ યુવાનવયથી જ ન્યાય અને સત્યના આગ્રહી હતા. શિવપુરીમાં શ્રી રતિભાઈને ‘તાર્કિક શિરોમણિ' ની પદવી આપવાનું નક્કી થયું ત્યારે ખૂબ મનોમંથનના અંતે ‘પોતે તે પદવી માટે લાયક નથી' એવો એકરાર તેઓએ ખુલ્લા મને કર્યો. પણ સંસ્થાએ તેમની લાયકાત જોઈને ‘તર્મભૂષણ' ની પદવી તો આપી જ. ૨૩ વર્ષની વયે ઈ.સ. ૧૯૩૦ માં મૂળી પાસે આવેલ ટીકર પરમાર ગામના શ્રી ચતુરદાસ તથા જીવીબહેનના દીકરી મૃગાવતીબહેન (મરઘાબહેન) સાથે તેમના લગ્ન થયા ત્યારે તેઓ શિવપુરીમાં આછી-પાતળી ઘરવખરી સાથે રહેતા. ૨૬ વર્ષની ઉંમરે ગુજરાત કૉલેજમાં, સંસ્કૃત સાથે એમ.એ. કરવાના લક્ષ્યથી દાખલ થવા માટે અમદાવાદ આવ્યા અને માદલપુરમાં વસવાટ કર્યો, પણ કુટુંબની જવાબદારી અને અન્ય કારણોથી ઇચ્છા હોવા છતાં એકાદ વર્ષ પછી કૉલેજનો અભ્યાસ તેમને છોડી દેવો પડ્યો. તે પછી આજીવિકા અર્થે તેઓએ સમગ્ર જીવન દરમ્યાન જયાં જ્યાં કામ કર્યું ત્યાં ત્યાં તેમણે સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કર્યું. તે એટલે સુધી કે પોતાને છ૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy