SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મનને વશ કરવાના, મનને જીતવાના, શુભ વિચારો લાવવાના ધર્મએ અનેક રસ્તા દર્શાવ્યા છે. સાવ સરળ, સીધા ને સર્વસુલભ ઉપાયોમાં નામસ્મરણ, મંત્રજાપ, પૂજાપાઠ, સત્સંગ, ગુરુવંદન, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન વગેરે અનેક દર્શાવી શકાય. સાધક માનવીને મળતાં મન પ્રસશ થાય છે. ફોનની ઘંટડી સતત વાગ્યા કરે, ફોન પર ફોન આવ્યા કરે તો નારાજ થઈએ. ઇચ્છીએ કે આ ફોન બંધ થઈ જાય તો સારું. અને આપણું ધાર્યું થાય અને ફોન બંધ થઈ જાય તો પાછા નારાજ થઈ જઈએ. કઈ પળે તેડું આવશે, એ તો જાણતા નથી. અને એ પળોમાં અશુભ મનોદશા હશે, મનમાં યુદ્ધ ચાલતું હશે તો !? પ્રસન્નચંદ્ર રાજર્ષિની આ કથાનું સતત સ્મરણ રહે તો ય સારું. હવે સમજાયું ને ! પ્રસન્નચંદ્રને મળવું હોય તો દર્પણમાં જુઓ. આપણી અંદર જ એક પગે ઊભા રહી તપ કરતા પ્રસન્નચંદ્ર હાજરાહજૂર છે. ધર્મની વાતોને મનોવિજ્ઞાનથી નિહાળીશું તો યુવાવર્ગને વધુ ગમશે. ૧૦. જનનીનું ભિક્ષાપાત્ર’ - કથાનક અને તેના સર્જક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ - ડૉ. માલતી શાહ (વિદ્વાન લેખકે સ્વામી આનંદના જીવન અને સાહિત્ય ઉપર શોધ પ્રબંધ લખી પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેઓ ઉત્તમ નિબંધકાર, વક્તા અને અધ્યાપક છે.) ટૂંકા ટૂંકા વાક્યો, રસઝરતું પ્રકૃતિવર્ણન, ચોટદાર સંવાદો અને પ્રવાહી શૈલીમાં નવલિકાઓ (ટૂંકી વાર્તાઓ) લખનાર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ મૂલ્યનિષ્ઠ સર્જક હતા. ઐતિહાસિક ઘટનાઓ, રાજકથાઓ, બહોળા જૈન સાહિત્યના કથાનકો, માનવજીવનના મૂલ્યનિષ્ઠ પાસાઓ, નારીજીવનની મહત્તા સ્થાપિત કરતા બનાવો – આ બધા તેમની વાર્તાના વિષયો હતા. ખૂબ જહેમત બાદ લખાયેલ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઈતિહાસ' ભાગ ૧ અને ૨, કચ્છમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામનું મહત્ત્વ દર્શાવનાર ‘શ્રી ભદ્રેશ્વર -વસઈ મહાતીર્થ', સુપ્રસિદ્ધ કેળવણીધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પચાસ વર્ષના મહોત્સવની ઉજવણી નિમિત્તે લખાયેલ ‘વિદ્યાલયની વિકાસકથા' - આ તો શ્રી રતિભાઈની કલમે આલેખાયેલ પ્રમાણભૂત રીતે ઈતિહાસને નિરૂપિત કરતાં કેટલાંક ગ્રંથોના નામો છે.
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy