SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો શકાય છે. જૈન ધર્મમાં જે ચાર અનુયોગ દર્શાવાયા છે તેમાંનો એક અનુયોગ ધર્મકથાનુયોગ' છે. આપણા આગમો પૈકી છઠું અંગ-આગમ ‘જ્ઞાતાધર્મકથાગ' છે. સાધુ મહાત્માઓ એમના પ્રવચનોમાં શાસ્ત્રકથિત જ્ઞાનને દષ્ટાંતકથાના સહારે જ શ્રોતાવર્ગના હૃદય સુધી પહોંચાડી શકે છે. અહીં આપણે જે કથાનો આસ્વાદ લીધો એ પદ્ય કથાના અંતમાં કવિએ એક અર્થાન્તરન્યાસ અલંકારથી યુક્ત સંસ્કૃત શ્લોક ટાંક્યો છે 'यदेहः स्थविरो वेत्ति, न तत् तरुणकोटय: । जीर्णभिन्नं यथा पथ्यं, न तथा नवशालयः ।।' (અસંખ્ય તરુણો જે જાણી શકતા નથી તે એક વૃદ્ધ જાણી-પામી શકે છે. જૂનું થયેલું અનાજ ભોજનમાં જેટલું અનુકૂળ-હળવું છે એટલું નવું અનાજ (શાલિ) નથી હોતું.) આ કથામાં યુવાન મંત્રીએ તાજો રાજ્યાભિષેક પામેલા યુવાન રાજાને વૃદ્ધ સદસ્યોની કેવળ શારીરિક નબળાઈઓનું કારણ બતાવીને રાજસભામાં તેઓ અશોભનીય બનતા હોઈ એમને રાજયની તમામ સેવામાંથી દૂર કરાવી દીધા. પણ રાજાને ચરણપ્રહાર કોણ કરી શકે? એ અંગે એકપણ યુવાન વિચારી શક્યો નહીં. ચરણપ્રહાર કરનારનું શું કરવું જોઈએ એ તેઓએ ઝટપટ કહી દીધું પણ રાજાએ એ વાત માન્ય રાખી નહીં ત્યારે આગળ વધીને કોઈ અનુમાનતર્કમાં જઈ શક્યા નહીં. આ જવાબ એક સદસ્યના વૃદ્ધ પિતા આપી શક્યા. કેમકે વર્ષોના અનુભવજ્ઞાનનો આધાર લઈને અનુમાનની દિશામાં ગતિ કરીને ચોક્કસ નિર્ણય ઉપર આવી શક્યા. વૃદ્ધજનો શરીરે દૂબળા કે અસ્વસ્થ બને એનો અર્થ એ થતો નથી કે તેઓ બુદ્ધિમાં શિથિલ-મંદ બન્યા છે. -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોઆપણે ત્યાં આ લોકોક્તિ અતિ પ્રચલિત છે – “ઘરડાં ગાડાં વાળે.' અર્થાતુ જ્યારે કોઈ વાત વણસી જતી હોય ત્યારે વડીલો-વૃદ્ધજનો વાતને વણસતી અટકાવીને, યોગ્ય દિશામાં વાળીને સમુચિત સમાધાન ઉપર લાવી શકે છે. આ કથાનું બોધક તત્ત્વ કોઈપણ સમયગાળાને સ્વીકાર્ય બને એમ છે. સાંપ્રત કાળમાં પણ એ એટલું જ ઉપયોગી થઈ પડે એમ છે. કથામાં જોયું તેમ વર્તમાનમાં કાયિક કે માનસિક રીતે યુવાવર્ગનું વડીલો સાથેનું અળગાપણું જોવા મળે છે. મોહવશ જીવનસાથીની સ્વપસંદગી, મનફાવતી રહેણીકરણી, અર્થોપાર્જનના ટૂંકા રસ્તાઓની લાલચ, દેખાદેખીથી થતું વિદેશગમન - આ બધા વર્તમાન જીવનશૈલીના એવા પાસાં છે જેથી કરીને યુવાવર્ગ વડીલોથી અળગો થતો જાય છે કાં તો વડીલોને અળગા કરી મૂકે છે. વડીલોની સાચી સલાહની અવગણના એ યુવાવર્ગનું ઊભરતું લક્ષણ નજરે પડે છે. સાચી ટકોર સહન કરવાની શક્તિ એ ગુમાવતો જાય છે. વડીલોની સહોપસ્થિતિ જાણે દખલગીરીનો પર્યાય બનતી જાય છે. રામનારાયણ પાઠકે સર્જેલું મુકુન્દરાયનું પાત્ર અહીં સહેજે સ્મરણમાં આવે. કથાના અંતમાં જેમ વૃદ્ધોની અનિવાર્યતા સ્થાપિત થઈ છે એ દ્વારા એક મહત્ત્વનો સર્બોધ - સંદેશ અપાયો છે કે વૃદ્ધજનોની સંગતિ ટાળી શકાય એમ નથી. (અમદાવાદ સ્થિત ડૉ. કાંતિભાઈએ મધ્યકાલીન ગૂર્જર સાહિત્ય પર ઘણું સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું છે. તેઓ જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં અભ્યાસ પૂર્ણ પેપર્સ પ્રસ્તુત કરે છે. એમના ગ્રંથોને સાહિત્ય અકાદમીના એવોર્ડ પ્રાપ્ત થયા છે.) સંદર્ભ: વિનોદ ચોત્રીશી કર્તા હરજી મુનિ સં. ડૉ. કાંતિભાઈ શાહ પ્રકાશકઃપ્રાણગુરુ જૈન ફિલોસોફી સેંટર અને ગુજરાતી સાહિત્ય પરિષદ સંયુક્ત ©૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy