SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો પ્રસન્નચંદ્રને જોયા છે? - ડૉ. ગુલાબ દેઢિયા -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પ્રસન્નચંદ્ર પોતનપુર નગરીના રાજા હતા. પ્રભુ મહાવીર પોતનપુર પધાર્યા છે અને મનોરમ ઉદ્યાનમાં બિરાજે છે એ જાણી પ્રભુને વંદન કરવા જાય છે. મોહનો નાશ કરનારી મહાવીર વાણી સાંભળે છે. એક તો પ્રભુની વાણી અને વ્યક્તિત્વનો પ્રભાવ અને તે સમયના જીવોની સરળતા કેવી ! રાજા પ્રસન્નચંદ્ર રાજપાટ છોડ્યું. પોતાના નાનકડા કુંવરને સિંહાસને બેસાડ્યો અને પ્રભુ પાસે દીક્ષાવ્રત ગ્રહણ કરી લીધું. કમળના પત્ર પરથી જલબિન્દુ સરે એટલું સહજ, એટલું સ્વાભાવિક ! રાજઋષિ પ્રસન્નચંદ્ર ધર્મમાં ઊંડા ઉતરતા ગયા. પ્રભુ રાજગૃહીમાં પધાર્યા છે. શ્રેણિક મહારાજા પરિવાર સાથે હાથી, ઘોડાની સવારી લઈ પ્રભુ દર્શને આવવા નીકળ્યા છે. શ્રેણિક મહારાજની સેનામાં સુમુખ અને દુર્મુખ બે મિથ્યા દૃષ્ટિવાળા સેનાનીઓ મોખરે ચાલતા હતા. એમણે પ્રસન્નચંદ્ર મુનિને એક પગે ઊભા રહી, હાથ ઊંચા કરી તપ કરતા જોયા. સુમુખે કહ્યું, “વાહ ! આવી આપના (ઉગ્ર તપ) કરનાર આ મુનિ માટે સ્વર્ગ કે મોક્ષ એ દૂરની વાત નથી.” દુર્મુખે કહી દીધું, “આ તો પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર છે. પોતાના રાજયનો ભાર કુંવરને માથે નાખી દીધો, આ તે કંઈ ધર્મી કહેવાય ! એના મંત્રીઓ ચંપાનગરીના દધિવાહન રાજા સાથે ભળી જઈ રાજકુંવર પાસેથી રાજય પડાવી લેશે. આ રાજાએ તો હળાહળ અધર્મ કર્યો છે.” (આપણે પણ આવા અભિપ્રાયો સાવ સહજ રીતે ક્યાં નથી ઉચ્ચારતા !) આ વચનો સાંભળી ધ્યાનસ્થ મુનિ પ્રસન્નચંદ્ર વિચારવા લાગ્યા. “અહો! મારા ભ્રષ્ટ મંત્રીઓને ધિક્કાર છે. મારા પુત્ર માટે આવું કરવા ધારે છે ? આ વખતે હું રાજા હોત તો એમની ખબર લઈ લેત. (સમજવાની વાત આ છે, હું તમને પૂછું, “તમે પ્રસન્નચંદ્રને જોયા છે?” તમને નવાઈ લાગશે, તમે તરત જ કહેશો, “મેં પ્રસન્નચંદ્રને ક્યાંથી જોયા હોય ! એ તો પેલા વાર્તાવાળા રાજર્ષિ પ્રસન્નચંદ્ર એ જ ને !” “હા, હા, એ જ. પણ એમને જોવા હોય તો દર્પણમાં જોવું.” દર્પણમાં તો આપણી છબી દેખાય છે.” “બસ, એ જ તો કહેવું છે, પ્રસન્નચંદ્ર અને આપણામાં ફેર ક્યાં છે? એ તો ઘડીમાં ખુશ ને ઘડીમાં નાખુશ થયા હતા. આપણું પણ એવું જ ને !” આપણો આ સંવાદ અટકાવી જરા એ રાજા અને એ ઋષિ પ્રસન્નચંદ્રની વાર્તાને ફરીથી માણીએ અને જાણીએ. વાર્તા તો ખબર છે ! છતાં એમાં રહેલો મર્મ સમજવા જેવો છે ને !
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy