SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ચેષ્ટા કેમ કરી ? આનો જવાબ મને કોણ આપી શકે ?’ આમ વિચાર કરતાં એને યાદ આવ્યું કે મારા દરબારમાં વૃદ્ધો તો છે જ નહીં. બધા યુવાનો છે. કોઈ શત્રુનું સંકટ આવી પડે તો એનો માર્ગ કોણ બતાવે? બીજે દિવસે રાજાએ આખીયે રાજસભાને સંબોધીને પ્રશ્ન કર્યો કે, કોઈ વ્યક્તિ મને ચરણપ્રહાર કરે તો મારે શો દંડ કરવો ? તમે વિચારીને હો." બધા જુવાન સભાસદો કહેવા લાગ્યા, “અરે સ્વામી ! જે વ્યક્તિ આપને ચરણપ્રહાર કરે એના ચરણના તો ટુકડેટુકડા કરી નાખવા જોઈએ.' પણ રાજાએ આ વાત માની નહીં. તે કહે, “જે કોઈ મને સાચો જવાબ આપશે તેને હું રાજયના મુખ્યમંત્રી બનાવીશ.” સભા વિખરાઈ. સૌ પોતપોતાને ઘેર ગયા. બધા જ મનોમન એકસરખું વિચારવા લાગ્યા કે અનુભવી વૃદ્ધજન સિવાય આનો જવાબ કોઈ કહી શકે નહીં. એક સદસ્ય પોતાને ઘેર આવ્યો ત્યારે પિતાએ એને મોડા આવવાનું કારણ પૂછ્યું. પુત્ર કહે, ‘પિતાજી સભામાં આજે એક વાત બની તે સાંભળો.” આમ કહી એણે સભામાંની ઘટના કહી સંભળાવી. પિતા કહે, “તું કશી ચિંતા કરીશ નહીં. પહેલાં આપણે ભોજન કરી લઈએ. સવારે તું સભામાં જઈને રાજાને કહેજે કે આપના પ્રશ્નનો જવાબ મારા પિતા આપશે. જો રાજા સંમત થાય તો મને સભામાં તેડાવી લેજે.” પિતાના જવાબથી પુત્ર ખુશ થયો. બીજે દિવસે સભામાં જઈને એણે રાજાને કહ્યું, “આપના પ્રશ્નનો જવાબ મારા પિતા કહેશે.” -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો રાજા થોડી ક્ષણ અવઢવમાં પડી ગયો. કેમકે પોતે જ વૃદ્ધોને રાજસભાના બારણે પણ ટૂંકવાનો પ્રતિબંધ લાદ્યો હતો. પછી એને થયું કે વૃદ્ધજનની પરીક્ષા તો કરું, એટલે એણે એ યુવાન સદસ્યના પિતાને સભામાં તેડાવી મંગાવ્યો. વૃદ્ધ પિતા સભામાં આવીને કહે, “હે રાજા ! આપને જે વ્યક્તિ ચરણપ્રહાર કરે એનું તો મૂલ્યવાન મણિ-માણેક-રત્ન અને વસ્ત્રાલંકારોથી બહુમાન કરવું.” રાજાએ પૂછ્યું, “એમ શા માટે ?” ત્યારે વૃદ્ધ કહે, “હે સ્વામી ! આપને ચરણપ્રહાર કરવાની હિંમત કોણ કરે ? જે આપને ખૂબ પ્રેમાળ હો એ જ. અને પ્રેમાળ પત્ની વિના આવું કોણ કરે ? રતિકલહની વેળાએ અને મોજમસ્તીના સમયમાં પત્ની જ આવી ચેષ્ટા કરે. આવી ચેષ્ટા તો પ્રેમની અભિવ્યક્તિ છે.” રાજાએ વૃદ્ધની વાત માન્ય રાખી. વૃદ્ધનું સન્માન કર્યું. તેમજ વૃદ્ધજનોને રાજસભામાંથી દૂર કરવાનો લાદેલો અમલ રદ કર્યો. વૃદ્ધો રાજસભામાં પુનઃ પ્રવેશ પામ્યા. રાજાને પ્રતીત થયું કે વૃદ્ધજનોનું અનુભવજ્ઞાન અને કોઠાસૂઝ ગજબના હોય છે. તેથી કરીને યુવાનોએ વૃદ્ધજનોની સંગતિ ટાળવી જોઈએ નહીં. સદ્ધોધ - સ્પંદનઃ ‘વિનોદચોત્રીસી' ના કેન્દ્રીય કથાદોરના સંદર્ભમાં વિચારીએ તો એ ફલિત થાય છે કે નાસ્તિક કમલને ધર્માભિમુખ કરવા માટે સીધો ધર્મોપદેશ કામયાબ ન નીવડી શક્યો. એ કામ દષ્ટાંતકથાઓ દ્વારા પાર પાડી શકાયું. એથી તો હજારો વર્ષોથી વિશ્વની તમામ પ્રજાઓમાં અને તમામ ધર્મોમાં, ગ્રંથોમાં સચવાયેલી અને લોકમુખે રમતી થયેલી કથાઓનો ગાઢ પ્રભાવ જોઈ ૬૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy