SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો થઈ બાદશાહે સૂરિજીને હીરા, માણેક, ઝવેરાત આદિ ભેટમાં આપવા માંડ્યું, ત્યારે આચાર્યશ્રીએ તેનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરતા જણાવ્યું કે : “એ અમારા સાધ્વાચારથી વિરુદ્ધ છે, પરંતુ જો તમારે મને ઉપહાર રૂપે કાંઈક આપવું જ હોય તો આપના રાજયના પાંજરામાં પૂરેલા અગણિત પ્રાણી-પશુઓ-નિર્દોષ કેદીઓને મુક્ત કરો. ડાબર તળાવમાંથી કરાતા મત્યના શિકારને બંધ કરાવો. વળી, અમારા પર્યુષણ પર્વમાં દર વર્ષે આઠ દિવસ કતલખાના પણ બંધ કરાવો.” ૬ જૂન, ૧૫૮૪ ના પ્રકાશિત થયેલ જહોન માલ્કોમના ‘એ મેમોઈર ઓફ સેન્ટ્રલ ઈન્ડિયા એન્ડ માલવા’ માંથી જ્ઞાત થાય છે તે મુજબ સુપ્રસન્ન ચિત્તે અકબર મહારાજાએ તેમાં પોતાના તરફથી ગુરુદક્ષિણા રૂપે વધારાના ૪ દિવસ ઉમેરી બારમાંથી ૭ રાજયો જયાં જૈનોની બહુધા વસ્તી હતી ત્યાં ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી, ફતેપુર, લાહોર તથા સુદૂર રહેલા મૂલતાન રાજય સુધી ૧૨ દિવસ માટે તેમ કરવા આદેશ આપ્યો. વળી, જૈન યાત્રાસ્થળો ઉપરનો વેરો બંધ કરાવવાનો હુકમ જારી કર્યો તથા ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરીયાજી, આબુજી, રાજગૃહી તથા સમેતશિખરજી જેવા મહાન પ્રાચીન જૈન તીર્થસ્થળોએ તો કાયમની જીવહિંસા બંધ જ કરાવી. તેઓના અતુલ્ય જ્ઞાનકૌશલ્ય, ધર્મભાવના તથા અહિંસાના વિસ્તૃત કાર્યફલકને જોઈ સમ્રાટ અકબરે સૂરિજીને ‘જગદ્ગુરુ’ નું બિરુદ પણ આપ્યું. સિદ્ધપુરથી કાઠિયાવાડ થઈ દિલ્હી પહોંચેલ પોતાના મુખ્ય શિષ્ય આચાર્યશ્રી વિજયસેનસૂરિજીને સમ્રાટ પાસે ઉપદેશ દેવા માટે રહેવા દઈ સૂરિજીએ તપશ્ચાતુ વિહાર કરી આગ્રા, મથુરા, ગ્વાલિયર આદિ જગ્યાઓએ લોકોને જૈનધર્મનો પરિચય કરાવી, હજારો હિંદુ તથા મુસલમાનોના મદિરાપાન તથા માંસાહાર - જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો બંધ કરાવ્યા. ખંભાતના હાજી હબીબુલ્લાહ ઉપર ફરમાન પણ કઢાવ્યું કે જૈન સંપ્રદાયના લોકોને કોઈ વાતે હેરાન ન કરવા. શ્રી ઋષભદાસ કવિ કહે છે તેમ પ00 નૂતન દેરાસરો બંધાવી, ૫૦ પ્રતિમાજીઓના પ્રતિષ્ઠા મહોત્સવો પણ સૂરિજીએ કરાવ્યા. ઈ.સ. ૧૫૨૬ માં પાલનપુરના ઓશવાળ પરિવારમાં જન્મીને દીક્ષા લીધેલા મુનિશ્રી હીરવિજયજી ઈ.સ. ૧૫૫૪ માં ૨૮ વર્ષની નાની વયે આચાર્યપદ પામેલા. ઈ.સ. ૧૫૭૮ માં મેવાડથી મહારાણા પ્રતાપે જેઓને માર્ગદર્શન માટે આમંત્રેલા, તેવા તેઓ ઈ.સ. ૧૫૮૨ માં પ૬ વર્ષની વયે અકબરને પ્રતિબોધ આપી, અનેક જિનભક્તિ અને જીવમૈત્રીનાં કાર્યો કરાવવા વિહાર કરતા-કરતા તેઓ ૧૫૮૫ માં કાઠિયાવાડ પરત ફર્યા. ઈ.સ. ૧૫૯૫ માં સૌરાષ્ટ્રના દીવ નજીકનાં ઉના ગામમાં ૬૯ વર્ષની વયે જયારે કાળધર્મ પામ્યા, ત્યારે મહારાજા અકબરે તેઓના અગ્નિસંસ્કાર કરી ગુરુદેવની સ્મૃતિમાં સમાધિમંદિર બાંધવા માટે રાજય તરફથી ૧૦૦ વીઘા જમીન ભેટમાં આપી. આ કથાનકમાંથી અનેક પ્રકારે સમ્બોધનાં સુવર્ણ સ્પંદનોની અનુભૂતિ થાય છે: (૧) ચંપા શ્રાવિકાનાં ચરિત્રમાંથી પ્રાપ્ત થતા સદ્ધોધનાં સ્પંદનો એ સુવિદિત છે કે ૬ પ્રકારના બાહ્યતપ એ ૬ પ્રકારના આત્યંતર તપના હેતુ રૂપે ગ્રાહ્ય છે. જેમ કે અનશન એ પ્રાયશ્ચિત્તનો હેતુ છે, ઊણોદરી એ વિનયનો, વૃત્તિસંક્ષેપ એ વૈયાવચ્ચનો, રસત્યાગ એ સ્વાધ્યાયનો, કાયક્લેશ એ કાયોત્સર્ગનો અને સંલીનતા એ ધ્યાનનો અંતરંગ હેતુ છે. માટે તપ અનિવાર્ય છે. બાહ્યતપની ઉપેક્ષા અત્યંતર તપની ઉપેક્ષામાં પરિણમી શકે છે તે સત્યના જ્ઞાતા મહાતપસ્વી શ્રી ચંપાબાઈ શ્રાવિકાએ અરિહંત પ્રરૂપિત દર્શન, જ્ઞાન, - ૫૮ ૫૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy