SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો સાર', ૨૦ મી સદીના ગુજરાતી ગ્રંથ “હીરવિજયસૂરિરાસ’, ‘સૂરીશ્વર અને સમ્રાટ’ વગેરેમાં આજે પણ ઉપલબ્ધ છે. મોગલ બાદશાહ હુમાયુ તથા હમીદાબાનુ બેગમના ઈસ્લામધર્મી પરિવારમાં ઈ.સ. ૧૫૪૨ માં જન્મેલ અબુલ ફત્તેહ જલાલુદ્દીન મુહમ્મદ એટલે કે શહેનશાહ અકબર ૧૩ વર્ષની વયે જ શ્રી બૈરામખાનની રાહદારી નીચે આગ્રા, ફત્તેપુર સીક્રી તથા દિલ્હી રાજયની રાજગાદી પામ્યા. લગ્ન કર્યા પછી તેઓ એકદા રઝિયા બેગમ તથા કાસીમાબાનુ બેગમ સાથે પોતાના રાજમહેલના ઝરૂખામાં બિરાજી ગોષ્ઠિ કરતા હતા, ત્યાં દૂરે રાજમાર્ગ ઉપરથી પસાર થતી એક અનોખી શોભાયાત્રાએ તેઓનું ધ્યાન ખેંચ્યું. ઐતબર ખાનને પૃચ્છા કરતાં ઉત્તર મળ્યો : “જહાંપનાહ, પોતાના ગુરુ પૂજય આચાર્ય વિજયહીરસૂરીશ્વરજી મહારાજની કૃપાથી સળંગ ૬ મહિનાના ઉપવાસ એટલે કે દિવસ-રાતના રોજાનો નિયમ લેનાર જૈનધર્મી શ્રી ચંપાબાઈ શ્રાવિકાના તપનાં માનમાં આ ઝુલુસ નીકળ્યું છે.” દીને ઈલાહી, ઝોરથુસ્ટીયન, ઈસ્લામિક, હિન્દુ, ક્રિશ્ચિયન વગેરે ધર્મમાં એકતા સ્થપાવનાર, પયગંબર પ્રેરણા પામેલ ધર્મપ્રણેતા મોગલ શહેનશાહ અકબરને આ સુણતા અચંબો થયો. તેઓએ જોયું કે ધામધૂમપૂર્વક પસાર થતા આ ઝુલુસમાં વાજિંત્રો સાથે શહેરના હજારો જૈનધર્મી ભાવિકો જોડાયેલ ને રથ શિબિકામાં બિરાજેલ મહાતપસ્વિનીના ઉગ્રતાને બિરદાવવા સુંદર ગીતો ગવાતા હતા. વળી, ચંપા શ્રાવિકા સમયાંતરે ગરીબોને ઉલ્લસિત હૈયે દાન પણ દઈ રહ્યા હતા. છ મહિના પર્યત ના દિવસે – ન રાત્રે જમવું અને છતાં આટલી બધી શક્તિ આ સોહાગી નારીમાં કઈ રીતે આવી હશે તેમ વિચારી રાજા અકબરે - ૫૬ + -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ખાતરી કરવા જૈનસંઘના બે આગેવાનો શ્રી ભાનુ કલ્યાણજી તથા શ્રી થાનસિંહ રામજીને ફતેપુર સીક્રીમાં બોલાવી, તેમના દ્વારા શ્રાવિકા ચંપાબાઈને માનપૂર્વક દરબારમાં આમંત્રિત કર્યા. આવી સુદીર્ઘ તપસ્યાનું રહસ્ય પૂછતાં ચંપા શ્રાવિકાએ જણાવ્યું, “સુદેવ, સુગુરુ અને જૈનધર્મની કૃપાથી જ આ શક્ય બન્યું છે. મારા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ હાલ ગુજરાતમાં છે. એમના જ આશીર્વાદ અને અસીમ કૃપાથી હું આ તપશ્ચર્યા કરી રહી છું.” અકબરે તપની પાક્કી ચકાસણી કરવા થોડા દિવસ મહેલમાં જ રહી તપસ્યા આગળ વધારવા કહ્યું. નિર્ધારિત સમય પૂર્ણ થયે ખાતરી થતાં શહેનશાહને આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજીને મળીને જૈનધર્મ વિશે ઊંડાણથી જાણવાની ઇચ્છા થઈ. આચાર્યશ્રીજી એ વેળાએ ખંભાત પરિસર વિહારમાં હતા, તેથી અકબર બાદશાહે શ્રાવકો મારફત સંદેશો મોકલ્યો તથા પોતાના બે કાસદ મોદી અને કમાલ મારફત શાહી આમંત્રણ મોકલાવ્યું. વળી, ગુજરાતનાં સૂબેદાર શાહબુદીન એહમદ ખાન ઉપર શાહી ફરમાન મોકલી સૂરિજીને સંપૂર્ણ રક્ષણ આપી દિલ્હી પહોંચાડવા હુકમ કર્યો. વિધવિધ જૈનસંઘોએ એકઠા થઈ કરેલા વિચારવિમર્શ પશ્ચાતું અને સૂરિજીની સ્વયંની ધર્મશ્રદ્ધાને માન આપવા સૌની સંમતિ સહ ઉપાધ્યાય વિમલહર્ષવિજયજીની આગેવાનીમાં થોડા શિષ્યો પાટણથી આગળ વહેલા મોકલ્યા. તે પછી સંપૂર્ણ રક્ષણ હેઠળ વિહાર કરી પૂજ્ય ગુરુદેવ ૬૭ શિષ્યો સાથે દિલ્હી દરબારમાં પધાર્યા ત્યારે સુશ્રાવક થાનસિંહે રાજયમાં જબરી ઉજવણી કરાવી. શ્રી અબુલ ફઝલની હાજરીમાં પ્રથમ મિલન થયા પછી સમ્રાટ અકબરે મહિનાઓ પર્યત ‘ઈબાદતખાના’ માં બેસીને તેઓ પાસેથી જૈનધર્મનાં આચારો, સિદ્ધાંતો તથા આગમસૂત્રો વિષયક જ્ઞાન મેળવ્યું. ઈ.સ. ૧૫૮૩ નું ચાતુર્માસ આગ્રામાં કરી, કુલ બે વર્ષ રહી પ્રાંતે પ્રભાવિત પ૦
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy