SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પોતાના શીલ-સંયમની રક્ષા કરવા માટે પ્રેરણા-માર્ગદર્શન પૂરું પાડે છે. સાધુ રથનેમિ પણ મનથી અને વચનથી ચલિત થયા હોવા છતાં પણ જિનેન્દ્ર ભગવાનના સર્વવિરતિપણાને શ્રેષ્ઠ સમજતા હોવાથી જ તેમણે ભોગો ભોગવાની ઇચ્છા કર્યા બાદ પણ ફરી પાછા સંયમજીવનમાં જ સ્થિર થવાની મહેચ્છા પ્રગટ કરી છે એ મહત્ત્વનું છે. આ કથામાંથી એક એ પણ સબોધ મળે છે કે સંયમભાવથી થયેલું પતન બ્રહ્મચર્યના તેજથી ફરી પાછું સ્થિરિકરણ કરી શકાય છે એટલે ક્રોધ, માન, માયા અને લોભનો સર્વ પ્રકારે નિગ્રહ કરીને, ઈન્દ્રિયોને વશ કરીને ફરી પાછા સંયમમાર્ગમાં સ્થિર થવું જ શ્રેયસ્કર છે. ચંપા શ્રાવિકાની કથામાં સદ્ધોધનાં સ્પંદનો - ભારતી દીપક મહેતા (આધ્યાત્મિક સાહિત્ય વાંચનનો શોખ ધરાવતા જાદવજીભાઈનું ગમતાના ગુલાલ તથા વૈચારિક આદાનપ્રદાન માટે પત્રશ્રેણી સંદર્ભહેઠળ ‘પ્રતિભાવ'પુસ્તક પ્રગટ થયું છે. તેઓ જૈન જ્ઞાનસત્રોમાં શોધપત્રો પ્રગટ કરે છે.) ઈ.સ.૧૫૬૪ માં ગુજરાતમાં ભરૂચ શહેરથી ૩૦ માઈલ દૂર વિશ્વામિત્રી નદી જયાં અરબી સમુદ્રને મળે છે તેવા પ્રશાંત ગંધાર તીર્થના મૂળનાયકજી શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને ઈ.સ. ૧૫૮૨ માં બિરુદ મળેલું : ‘અકબર પ્રતિબોધક'. તે મળવા પાછળનાં કથાનકનું મુખ્ય ને મૂળપાત્ર એટલે ચંપા શ્રાવિકા, જેમની કથાઘટનાનો ઉલ્લેખ અકબરના નવરત્નોમાંના એક અબુલ ફઝલે પર્સીયન ભાષામાં “અકબરનામા' અથવા ‘આયના-એઅકબરી' નામે લખેલ સમ્રાટ અકબરના જીવનચરિત્રમાં, ઈ.સ. ૧૫૮૯ માં પૂજય પદ્મસાગરેજી મહારાજે રચેલ “જગદ્ગુરુ કાવ્ય' માં તથા ઈ.સ. ૧૫૯૦ માં શ્રમણ ભગવંત પૂજયશ્રી દેવવિમલગણિજીએ સંસ્કૃતમાં રચેલ ‘હીર સૌભાગ્ય કાવ્ય' ઉપકાંત ‘ભાનુચંદ્રમણિચરિતમ્', ‘લાભોદય રાસ', ‘વિજયપ્રશાંતિ - ૫૪ - ૫૫
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy