SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કથાનો સબોધઃ- કર્મ બાંધતા પહેલાં વિચાર કરીને કાર્ય માટે પગ ઉપાડશો તો ચીકણા કર્મ નહિ બંધાય. સત્તાના જોરે એકવાર કર્મ બાંધી લેશો તો તેને ભોગવવા માટે ભવરૂપી અરણ્યમાં ઈકોઈ રાઠોડની જેમ લાખો ભવ કરવા પડશે. બીજાને સતાવશો નહિ તો હળવા કર્મ બંધાશે. જેમ નવા કપડાં પર લાગેલી ધૂળ ખંખેરી નાંખવાથી ખરી જાય છે એમ સારા કર્મ કરવાથી જીવ સમકિતને ધારણ કરી પંચમ ગતિને પ્રાપ્ત કરી શકે. અરે ! દ્રવ્યકર્મ અને ભાવકર્મ બન્નેથી મુક્ત થઈ શકે. જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો છલોછલ ભર્યા છે (સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના શિષ્યા પૂજયશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીના શિષ્યા ડૉ. વિરલબાઈ મહાસતીજીએ નવ તત્ત્વ: એક અધ્યયન પર શોધપ્રબંધ લખી પી.એચ.ડી. કરેલ છે.) - ગુણવંત બરવાળિયા જૈન આગમ અને આગમેત્તર સાહિત્યમાં કથાઓનો ભરપૂર ખજાનો છે. આગમના ચાર અનુયોગ પ્રયોજયા છે. (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. સાધુસંતોના આચાર, જૈન ગણિત અને જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન સમજવા માટે ધર્મકથાનુયોગમાં આવતી કથાઓ બહુ જ ઉપયોગી છે. ધર્મના ગૂઢ રહસ્યો સમજવા માટે દૃષ્ટાંતકથાઓ, ચરિત્રકથાઓ બહુ જ ઉપયોગી છે. આ કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં ધર્મકથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. જેમકે, (૧) આક્ષેપણી કથા : જે કથાઓ જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા કરે છે. (૨) વિક્ષેપણી કથા : જે કથા સન્માર્ગની સ્થાપના કરતી હોય. - ૩૪ - • ૩૫
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy