SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભગવાન મહાવીર પાસે આવ્યા. વંદન કરીને કહ્યું, ‘ભંતે ! મેં નરક કે નારકીને જોયા નથી, પણ ખરેખર ! આ બાળક નરક કરતાં વધારે વેદના અનુભવે છે. હે ભગવાન ! તે બાળક પૂર્વભવમાં શું હતો? તેણે કેવા ક્રૂર કર્મ કર્યા હશે કે તે આ ભવમાં રાજાનો પુત્ર હોવા છતાં આવું મહાભયંકર દુઃખ ભોગવે છે ?' ભગવાને કહ્યું, “હે ગૌતમ ! જંબુદ્વીપના શતદ્વાર નગરમાં વિજયવર્ધમાન નામનું એક લઘુનગર હતું. ઈકોઈ રાઠોડ તે નગરના રાજયનું પ્રતિપાલન કરતો હતો. તે સ્વભાવથી અધર્મી, કૃષ્ણલેશી અને દુરાચારી હતો. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ચાર કષાયની ચોકડીમાં રમીને અનેકને પાયમાલ કરી નાંખ્યા. રાગ અને દ્વેષના બીજને વાવીને સંસારનું વૃક્ષ ઊભું કર્યું હતું. ચાડીચુગલી કરી રાજાના કાન ભંભેરી અનેક શ્રેષ્ઠીવર્યોને ચિંતાતુર બનાવ્યા હતા. માયા અને અસત્યનું આચરણ કરી પોતાની વાત પકડી અનેકને આપઘાત કરાવ્યા હતા. હે ગૌતમ ! તેણે માથાના વાળ જેટલા પાપ કર્યા તેના ફળસ્વરૂપે કર્મના કાયદા પ્રમાણે કોઈ રાઠોડને અંતિમ સમયે ૧૬ રોગ ઉત્પન્ન થયા. આ વેદનામાં મરીને તે મૃગાલોઢિયો થયો. બાંધ્યા અઢાર વાપસ્થાનકના પાપ, નગરજનો પર કર્યો સંતાપ, કર્મ ભોગવતા કરે છે બાપ રે બાપ, દુઃખ ભોગવશે તે અમાપ. કર્મોની કેસેટ સૌ કોઈ સાંભળે, કર્મનો વિચાર કોઈ ના કરે હસતાં હસતાં જે કર્મો બાંધ્યા હશે, રડતાં રડતાં ભોગાવવા પડશે... કર્મોની... ઈકોઈ રાઠોડ અઢાર પાપસ્થાનકનું સેવન કરવામાં પાવરધો હતો. નિર્દોષ પશુ-પક્ષીની હિંસા કરી માંસાહારનું સેવન કરતો. અસત્યનું આચરણ કરી ખોટા લેખ, દસ્તાવેજ લખી જનતાને પરેશાન કરતો. મોટી ચોરી કરી ખિસ્સાકાતરુને સાથ આપતો. દુરાચારનું સેવન કરી પરસ્ત્રી લંપટ બની અનેક સ્ત્રીઓના ચારિત્ર લૂંટતો હતો. પરિગ્રહની મૂર્છા વધારી સત્તાના જોરે ગરીબોના ગળા કાપી અને શાહુકારને જમીનદોસ્ત કરી દેતો. ગુરુજનોની નિંદા કરી અશાતનાના કર્મ બાંધ્યા. ઈકોઈ રાઠોડે ધનધાન્યના ભંડાર ભર્યા, પરિગ્રહના લોભે પ્રભુને ભૂલી ગયા; હાયવોય કરીને નરકમાં ગયા, કર્મ બાંધતા પહેલા વિચાર કરો... કર્મોની... ઈકોઈ રાઠોડે અંતિમ સમય હાયવોય અને અરેરાટીમાં પૂર્ણ કર્યો. તેના કર્મ પ્રમાણે તે નરકમાં ગયો, ત્યાંથી તિર્યંચનો ભવ કર્યો, પછી એકેક ભવ કરતાં કરતાં સાતે નરકમાં ઉત્પન્ન થયો. ત્યારપછી નાના મોટા લાખો ભવ કરી શુભકરણી વડે અનંતકાળે મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. ગૌતમ શું કહું ઈકોઈ રાઠોડની પાપની લીલા, લોભના લાલચે પશુ, તિર્યંચ, માનવને માર્યા ખીલા; અનેક ગામ નગરમાં યુદ્ધ કરી તોડાવ્યા છે કીલા, અનંતકાળ સુધી ફળ દેવામાં કર્મરાજા નહીં બને ઢીલા. - ૩૨ - - ૩૩ -
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy