SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો (૩) સંવેદની કથા : જે કથા જીવનની નશ્વરતા, દુઃખ બહુલતા અને શરીરની અશુચિતા બતાવીને વૈરાગ્ય ઉત્પન્ન કરતી હોય. (૪) નિર્વેદની કથા : જે કથા કૃત કર્મોના શુભાશુભ ફળ બતાવીને સંસાર પ્રતિ ઉદાસીનતા બતાવે છે. આ ચાર પ્રકારની કથાના બીજા ચાર પ્રભેદ પણ બતાવ્યા છે. આમ, કથાસાહિત્યમાં ધર્મકથા જીવનનું આમૂલ પરિવર્તન કરનારી શ્રેષ્ઠતમ કથા છે. આગમ સાહિત્યમાં આવતી કથાઓનું પાત્રોની પ્રધાનતાની દૃષ્ટિએ પણ વિભાજન કરવામાં આવ્યું છે. જેમકે, ઉત્તમ પુરુષોના કથાનકો, શ્રમણ કથાનકો, શ્રમણોપાસક કથાનકો. નિર્વ કથાનકો વગેરે વગેરે. આ કથાનકોમાં મુખ્ય વિષય તરીકે તીર્થકરોના ચરિત્ર, શ્રમણ ભગવંતની સંયમસાધના, પરિષહજય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન વગેરેને દર્શાવ્યા છે. માનવ વાર્તાપ્રિય પ્રાણી છે. વાર્તા કહેવી અને સાંભળવી તેને ગમે છે. શૈશવકાળથી લઈને જીવનસંધ્યાના સમય સુધી ભિન્ન ભિન્ન પ્રકારની કથાવાર્તાઓનો આનંદ લે છે. તેમાં પણ ધર્મકથા તો ઉપદેશનું પ્રબળ સાધન છે. જગતભરમાં કથાસાહિત્યનું સ્થાન અદ્વિતીય અને અનુપમ છે. कहा-बंधे त णस्थि जयम्मि जं कह वि चुक्का कुवलयमाला જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેને કથારચનામાં સ્થાન મળ્યું ન હોય. પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલા, કુશાગ્રબુદ્ધિવાળા અલ્પ છે કે જે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મ, યોગ, પ્રમાણશાસ્ત્ર જેવા ગહન અને તાત્ત્વિક વિષયોમાં રસ લઈ ઊંડા ઊતરી શકે. આથી તેઓને સ-રસ અને સમજ પડે તેવા અને તે સમજ દ્વારા જીવનનો રસ માણી શકાય તેવા સાહિત્યની અપેક્ષા છે. આથી આપણા - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોપૂર્વ ઋષિમુનિઓએ વિપુલ પ્રમાણમાં કથાઓ દ્વારા તેમની અપેક્ષાને પૂર્ણ રીતે સંતોષી છે. તેઓના સપ્તરંગી મેઘધનુષ્યની વિવિધતા અને ભાતીગળ મનોરંજનથી ભર્યું કથાસાહિત્ય આપણી જાતની સૂધબૂધ વિસરાવી કથારસના અલૌકિક પ્રદેશમાં દોરી જાય છે. વિશ્વના કોઈપણ ધર્મ-દર્શન, શિક્ષણ કે સમાજના ક્ષેત્રમાં સિદ્ધાંતો કે નિયમો સમજાવવા કે જે તે ક્ષેત્રના સહેતુ બર લાવવા પ્રેરકબળ તરીકે કથાનકોનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવામાં આવ્યો છે; જેમાં જીવનમાં ઘટિત થયેલા પ્રેરક પ્રસંગો, ઉપનય કથાઓ, દષ્ટાંત કથાઓનો સમાવેશ કરવામાં આવે છે. સમાજના વિવિધ વર્ગમાં સદાચારનું સિંચન કરવા માટે, વિવિધ જાતિ, સંપ્રદાય કે ધર્મના લોકોને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં આવ્યો છે. આપણા પુરાણો, વેદ, ઉપનિષદો, આગમ ઉપરાંત આપણા મહાકાવ્યો રામાયણ - મહાભારતમાં પણ ભરપૂર કથાનકો સંગ્રહિત છે. કથાઓમાં પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની નીતિકથાઓ, બૌદ્ધની જાતકકથાઓ, પરીકથાઓ, જૈન કથાસાહિત્યમાં આગમયુગની કથાઓ, બાલાવબોધ, ઉપદેશમાળાના કથાનકોનો સમાવેશ થાય છે. ધર્મમાં શ્રદ્ધા વધારવા માટે પર્યકથાઓ, વ્રતકથાઓ અને તત્ત્વબોધકથાઓનો ફાળો નોંધપાત્ર છે. જૈન ધર્મમાં જ્ઞાનપ્રાપ્તિ માટેના માર્ગ-અનુયોગ દ્વારના ચાર પ્રકાર બતાવ્યા છે – જેમાં ધર્મકથાનુયોગમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ આદિ મહાત્માઓ, દાની, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓના પ્રેરક જીવનને કથાનકો દ્વારા વર્ણવવામાં ૩૦ - ૩૬
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy