SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જયારે સાધક આત્મશુદ્ધિ કરવાનો પુરુષાર્થ ઉપાડે છે ત્યારે તે જગતના અનેક દર્શનોમાં અટવાય છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો કે જેથી હું આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શકું. આવો પ્રશ્ન જ્યારે ઊઠે છે ત્યારે જગતના અનેક ધર્મો, દર્શનો અને અનેક પ્રકારની માન્યતાઓ તેના માનસમાં ઊઠે છે, અને જયારે આવા પ્રકારની વિચારણાઓ તેના મનમાં જાગે છે ત્યારે તે જગતની અનેક માન્યતાઓનું તે દર્શન કરે છે ત્યારે ઘણી વાર સાધક અટવાઈ જાય છે અને જયારે તે અટવાઈ જાય ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો તેના હૃદયમાં ઉદ્ભવે છે કે મારે શું કરવું? આવા સંજોગોમાં ભગવાન મહાવીર ઉપકારક દૃષ્ટિબિંદુ આપે છે. જગતના અનેક દર્શનો - માન્યતાઓ જગતની અનેક પ્રકારની આત્મશુદ્ધિની માન્યતાઓમાં સર્વજ્ઞ પ્રભુ મહાવીરે યોગ્ય દિશા કેવી હોવી જોઈએ તેનું પૂર્ણ નિરૂપણ શ્રી સૂયગડાંગ સૂત્રમાં કરેલું છે. જગતના અન્ય દર્શનોથી જૈનદર્શન ક્યાં અને કેવી રીતે અલગ પડે છે, તેના કારણો શું છે અને જૈનદર્શનની વિશિષ્ટતાઓ શું છે તેનું અત્યંત ઉપકારક વર્ણન સૂયગડાંગ સૂત્રમાં આવે છે. અનેક ધર્મોની માન્યતાઓથી જૈનદર્શનની માન્યતા કેવી રીતે અલગ પડે છે તેની ઉપર વિશેષ વર્ણન આ સૂયગડાંગ સૂત્રમાં આવે છે. આ સૂત્રમાં નરક અને નરકની વેદનાનું વર્ણન અને ભગવાન મહાવીરની વિલક્ષણતાઓનું વર્ણન આ સૂત્રમાં આવે છે. અનેક ધર્મઅભ્યાસુ આત્માઓ, તત્ત્વચિંતન કરતા આત્માઓ માટે સૂયગડાંગ સૂત્ર પૂર્ણ તત્ત્વચિંતનની દશાઓ પ્રગટ કરે, જ્યારે કોઈપણ આત્મા પૂર્ણપણે ચિંતન દિશામાં આગળ વધે છે ત્યારે તે વિવિધ પ્રકારની માન્યતામાં અટવાઈ ન જાય તેવા દૃષ્ટિબિંદુ આ સૂત્રમાં મળે છે. - ૨૦૦ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આ આગમમાં આદ્રકુમારની કથા દ્વારા સંયમ પહેલાં ભવિષ્યવાણી થયેલ કે તું દીક્ષા ભલે લે પણ તારા ૧૨ા (સાડા બાર) વર્ષના ભોગવલી કર્મ બાકી છે તે ભોગવવા સંસારમાં પાછું આવવું પડશે ને તેમ જ થયું. આગમનો આછેરો પરિચય પામ્યા પછી હવે આપણે આદ્રકુમારની રસપ્રદ કથા માણીએ. શ્રી આદ્રકુમાર આદ્રક (હાલનું અરબીઆ) દેશના રાજકુમાર હતા. એકવાર અરબદેશના વેપારીઓ રાજગૃહી નગરીમાં આવતા, શ્રેણિકરાજાને આદ્રક રાજા તરફથી ભેટ ધરી. અભયકુમાર મંત્રીએ વળતી ભેટ તરીકે એક પત્ર ને પેટી એકાંતે વાંચવા ને ખોલવાની શરતે આદ્રકુમાર માટે મોકલાવી. પેટી ઉઘાડતા રજોહરણ આદિ ધર્મકરણીના ઉપકરણો જોયા. નવાઈ પામીને વિચારે ચડતાં જાતિસ્મરણશાનથી પૂર્વનો સામયિક નામે કણબીનો ભવ જોયો ને જાણ્યો. બંધુમતી નામે પત્ની હતી. બંનેએ સંયમ લીધેલ, પછી બંધુમતી સાધ્વીજીને જોતાં મન ચલિત થતાં સાધ્વીજીએ તેમને સ્થિર કરવા પ્રાણ તજયા. પશ્ચાત્તાપ કરીને પોતે દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી આદ્રકુમાર થયા. હવે તે સાધના પૂરી કરવી તેમ નિશ્ચય કરી પિતા પાસે આજ્ઞા માગી, પણ ન મળતા અશ્વ ખેલાવવાના બહાને સમુદ્રકિનારે જઈ, તૈયાર રાખેલા વહાણમાં બેસી જઈ, ભારતના લક્ષ્મીપુર નગરે ઉતરી સ્વયં દીક્ષા લેતા દેવે (મિત્ર દેવ થયેલો) કહ્યું : “દીક્ષા ન લો. હજી તમારે ભોગાવલી કર્મ ભોગવવાના બાકી છે.” પણ તે દેવવાણી ન ગણકારતાં સાધુ બની વિચરવા લાગ્યા. એકવેળા વસંતપુર પધારી મંદિરમાં ધ્યાનમાં ઊભા છે, ત્યારે ત્યાંના ધનદત્ત શેઠની પુત્રી શ્રીમતી જે પૂર્વે બંધુમતી હતી; તે સખીઓ સાથે દર્શન કરીને થાંભલો પકડવાની રમત રમી રહી હતી. આછા અંધારામાં થાંભલો - ૨૦૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy