SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ધારી મુનિને વળગતાં તે બોલી, “આ મારો વર” ત્યારે ફરી દેવે કહ્યું, “યોગ્ય થયું” પણ આર્દ્રકુમાર મુનિ તો હાથ છોડાવી તુરત ચાલ્યા ગયા. જતી વખતે મુનિના પગમાં રહેલું ચળકતું પદ્મચિહ્ન શ્રીમતીએ ધારીને જોઈ લીધું. ઘેર જઈ માતાપિતાને કહ્યું કે હવે તો તે જ મારા આ ભવના પતિ. - સાધુસંતોને માટે દાનશાળા ખોલી શ્રીમતી પ્રતીક્ષા કરવા લાગતા, બાર વર્ષે આદ્રકુમારને પદ્મના ચિહ્નથી ઓળખીને પોતાના આવાસમાં લઈ જઈ ઓળખાણ આપી. ત્યારે દેવે ત્રીજી વખત કહ્યું કે તમારે ભોગાવલી કર્મ બાકી છે તેથી શ્રીમતી સાથે લગ્ન કરી લો. બાર વર્ષ સંસારમાં રહેવાની શરત કરી લગ્ન કર્યા. એક પુત્ર થયો. બાર વર્ષ પૂરા થવાની રાત્રિએ શ્રીમતી રેંટિયો કાંતવા બેસતાં, પુત્રે કારણ પૂછતાં કહ્યું, “સવારે તો તારા પિતા ચાલ્યા જશે પછી ગુજરાન ચલાવવા કાંઈક તો કરવું પડશે ને ?” પુત્રે પલંગમાં સૂતેલા પિતાને કાંતેલા તારથી બાંધવા માંડ્યા. પિતા જાગી જતાં પૂછ્યું કે આ શું કરે છે? “તમને બાંધું છું. સવારે નહિ જવા દઉં.” પુત્રની આ બાળચેષ્ટા જોઈ આદ્રકુમારે તાર ગણતા બાર થયા. “જા, તારી માને કહેજે કે બીજા બાર વર્ષ રહીશ.” આમ, ચોવીશ વર્ષમાં ભોગાવલી કર્મ ખપાવી, ફરી સ્વયં દીક્ષા લઈ પ્રભુ મહાવીરના દર્શને જતાં માર્ગમાં ગોશાલક, બૌદ્ધ મતવાળા, સાંખ્યમતી ને હસ્તિ તાપસ સાથે તત્ત્વચર્યા થાય છે. તે બધાની માન્યતાનું નિરાકરણ કરીને વીતરાગમાર્ગની સ્થાપના કરે છે. પ્રભુના દર્શન કરી, અભયકુમારને વૈરાગ્ય પમાડી દુષ્કર તપસ્યા કરી આયુષ્ય પૂર્ણ થતાં પહેલા દેવલોકમાં ગયા છે. ત્યાંથી અવી મનુષ્યભવ પામી મોક્ષે જશે. મોટી સાધુવંદનામાં પૂ. જયમલજી મ.સા. આદ્રકુમારનો ઉત્તમ વંદનીય પુરુષ તરીકે ઉલ્લેખ કર્યો છે. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જૈન કથાનકોની ખાસિયત એ છે કે તેમાંથી વિશિષ્ટ સબોધના સ્પંદનો પ્રગટ થાય છે, જે માનવીના જીવનને નવી દિશા બતાવવા સક્ષમ છે. અભયકુમારે આદ્રકુમારને ધાર્મિક ઉપકરણોની ભેટ મોકલી, જે ભેટ દ્વારા તેના જીવનની દશા ને દિશા બદલાઈ ગઈ. આદર્શ ભેટ દ્વારા મિત્ર સન્મિત્ર બની શકે છે તેનું આ જવલંત ઉદાહરણ છે. આ ભેટના ઉપકરણો આન્દ્રકુમાર માટે જાતિસ્મરણજ્ઞાન પ્રગટાવવા નિમિત્ત બને છે. મતિ અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે, જે સત્પરુષો પાસેથી સાંભળીને કે સન્શાસ્ત્રો વાંચીને પ્રાપ્ત થાય છે. જાતિસ્મરણજ્ઞાન મતિની નિર્મળતાને કારણે થાય છે. આ જ્ઞાનને કારણે પૂર્વ ભવો જ્ઞાનમાં જણાય છે. આ જ્ઞાન પ્રાથમિક દશામાં પરોક્ષ છે અને ઉત્કૃષ્ટ દશામાં પ્રત્યક્ષ છે. જો આપણી મતિ નિર્મળ હોય તો ભવિષ્યની દિશા મળી શકે. અહીં બોધ અને પ્રેરણાદાયક વાત એ છે કે પૂર્વે આરાધેલું ક્યાંય જતું નથી. પૂર્વે આદ્રકુમારે બંધુમતી સાથે સંયમ લીધો. જાતિસ્મરણજ્ઞાન થતાં અધૂરી રહેલી આરાધના આ ભવમાં આગળ વધારવા સંકલ્પ કર્યો. આમ, જૈનકથાઓનું પ્રયોજન મનઃરંજન નથી પણ તે ધર્મના ઊંડા રહસ્યો ઉઘટિત કરી અને જીવનમાં સમ્બોધના સ્પંદનો પ્રગટાવે છે. | (જૈન ધર્મના અભ્યાસુ મુંબઈ સ્થિત ડૉ. મધુબહેન સોહમ મંડળ’ સાથે સંકળાયેલા છે. તેમના સંપાદિત ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે.) - ૨૦૨ - + ૨૦૩.
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy