SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો ૨૫ પવિત્ર ભેટ અને જાતિસ્મરણને ઉજાગર કરતી આદ્રકુમારની કથા - ડૉ. મધુબેન જી. બરવાળિયા --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ‘મહાભારત' મહાકાવ્યના એક મહત્ત્વના પાત્ર કર્ણની વ્યથા આ જ છે કે પોતે સારથિપુત્ર તરીકે ઓળખાતો હોવાને કારણે જીવનભર અપમાનિત થતો રહ્યો છે. એણે કહ્યું છે કે - સૂતો વા સૂતપુત્રો વા, યો વા કોવા ભવામ્યહમ્ | દૈવાયત્ત કુલે જન્મ, મદાયત્ત તુ પૌરુષમ્ // કયા કુળમાં કે જ્ઞાતિમાં જન્મ થવો એ તો ઈશ્વરના હાથની વાત છે, પરંતુ કેવા કર્મ કરવા એ માણસ પોતે નક્કી કરે છે. તેથી વર્ધમાન મહાવીરની વાણી ‘કર્મ મહાન છે, કુળ નહિ' ને જો સમાજ અને આ વિશ્વ સ્વીકારે તો યુદ્ધના મૂળ નષ્ટ પામે. વિષ્ટિમાં નિષ્ફળતા મળતાં કૃષ્ણ જયારે કર્ણને પાંડવપક્ષે આવવા સમજાવે છે ત્યારે કર્ણના આક્રોશ વ્યક્ત કરતાં ‘કર્ણ-કુષ્ણુ” કાવ્યમાં કવિ ઉમાશંકરે લખ્યું છે - ‘કે હીન જન્મે નવ હીન માનવ કે હીન કર્મે કરી હીન માનવ. લડી રહ્યો હું ય સમષ્ટિ કાજ સમષ્ટિમાં જે સહુ જનમ હીણાં જીવે, વળી ભાવિ વિષય જીવશે, એ સર્વના જન્મકલંક કરો અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી.' (‘પ્રાચીના'). ‘દેવાનંદા’ એ જ્ઞાતિઓ વચ્ચેના વૈમનસ્ય અને ઝઘડાની પરિસ્થિતિને અટકાવવા પોતાના માતૃત્વને સમર્પિત કર્યું એ કથાબીજ કર્મની મહાનતાને સદ્ધોધે છે. (ડૉ. સુધાબેન પંડ્યા એમ.એસ. યુનિવર્સિટીના ગુજ.વિભાગના હેડ ઓફ ડીપા. હતા. સંપાદક અને સંશોધક છે. તેમને સંસ્કાર પારિતોષિક અર્પણ કરવામાં આવેલ.) - ૧૯૮ - ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરના કેવળજ્ઞાનમાંથી પ્રગટ થયેલ રહસ્યો, આગમમાં દશ્યમાન થાય છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની ઉત્કૃષ્ટ તપ સાધનાના પરિપાકરૂપે મન, વચન અને કાયાનો પૂર્ણ નિગ્રહ કરી આત્મસિદ્ધિ દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે કેવળજ્ઞાનમાં જે રહસ્યો અનુભવ્યા, પ્રગટ્યા અને તેમાં જગતજીવોને દુ:ખી થતાં જોયાં. કરુણાના કરનારા પ્રભુના મુખારવિંદમાંથી પ્રબુદ્ધ અને સહજતાથી ભવ્યજીવોના કલ્યાણરૂપ શ્રેયનો માર્ગ પ્રગટ થયો. જે શ્રુતગંગા વહી તેમાંથી આપણને પાવન આગમ મળ્યા. શ્રી સૂત્રકૃતાંગ એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના ૨૨ માં અધ્યયનમાં આદ્રકુમારની વાત આવે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં જૈનદર્શનની શ્રેષ્ઠતાનું ન્યાયયુક્ત વર્ણન કરવામાં આવ્યું છે. - ૧૯૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy