SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ એ એક દેહ ત્યજી નવો દેહ ધારણ કરે છે. જન્મ-મરણ દેહને છે, આત્માને નથી. (૧૧) હિંદુ ધર્મમાં વિવિધ સંપ્રદાયો અને પંથો વૈષ્ણવ, સ્વામિનારાયણ, શૈવ, પંથ છે. મુખ્ય સનાતન ધર્મ રૂપે પ્રરૂપણા થયેલા આ ધર્મમાં ભિન્ન ભિન્ન શાખાઓ અને પ્રશાખાઓનો વિસ્તાર થયો છે. હૃષીકેશ, પ્રયાગ, સોમનાથ, અમરનાથ, બદ્રીનાથ, કાશી, દ્વારિકા, મથુરા, વૃંદાવન, જગન્નાથપુરી, રામેશ્વર, તિરૂપતિ બાલાજી, નાથદ્વારા આદિ પવિત્ર તીર્થસ્થાનો છે. પાવાગઢ, અંબાજી, વૈષ્ણોદેવી વિગેરે સ્થળે માતાજીનાં મંદિરો છે. ગઢડા, વડતાલ વગેરે અનેક સ્થળે સ્વામિનારાયણ મંદિરો છે. હિંદુ ધર્મનાં તહેવારોઃ ભક્તિ, જ્ઞાન અને કર્મ એ ત્રણને જ સર્વસ્વ નહીં ગણતાં, વૈરાગ્ય, વ્રત-તપ, જપ, ધ્યાન, યોગ વગેરેને પણ ધર્મની આરાધના માટે સ્વીકારવામાં આવેલ છે. ધર્મની સાથે અર્થ અને કામનો સંબંધ જોડીને માનવને પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મને જોડવાનું સૂચન કર્યું છે. (૬) કેવળ સ્વાર્થી બનવાને બદલે સેવા, સમર્પણ, પરોપકાર અને લોકકલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ આચરીને જીવનને ઉત્તમ બનાવવાનું સૂચન કર્યું છે. માનવજીવનનો પ્રત્યેક તબક્કો મહત્ત્વનો છે અને જીવનની પ્રત્યેક પરિસ્થિતિનો શાંતિથી અને આનંદથી મુકાબલો કરવો જોઈએ તથા સહુનું કલ્યાણ થાય એવાં કાર્યો કરવા જોઈએ. માનવજીવનનું અંતિમ ધ્યેય તો મોક્ષપ્રાપ્તિ છે - જન્મમરણના ચક્રમાંથી મુક્ત થવાનું છે. આ માટે અવિદ્યા અથવા માયાનો ત્યાગ કરી જીવનમુક્ત દશાને પામવાનો પુરુષાર્થ કરવાનો છે. (૮) આવી જીવનમુક્ત દશા પ્રાપ્ત કરવા માટે , સ ગુરુની સહાય, દેવપૂજા, ધર્મગ્રંથોનું વાચન-મનન-શ્રવણ આદિ તેમજ યાત્રા, જપ, ધ્યાન વગેરે ખૂબ ઉપકારક બની રહે છે તેથી પ્રત્યેક આરાધકે આ બધી પ્રવૃત્તિમાં સક્રિય રહેવું જોઈએ. હિંદુ ધર્મમાં સ્ત્રી – નારી અંગે બે અંતિમ છેડાના વિચારો મળે છે. 'નારી તું નારાયણી' કહીને એનું અપાર ગૌરવ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુથી ‘નારી નરકની ખાણ’ કહીને એને તદ્દન નીચી ભૂમિકાએ વર્ણવવામાં આવી છે. પારંપરિક દૃષ્ટિએ, હિંદુ સમાજમાં નારીએ, ઘરની ચાર દીવાલમાં રહીને પોતાના પરિવારની સેવા કરવાનું મુખ્ય કર્તવ્ય ગણાવ્યું છે. સાથે સાથે અનેક દાર્શનિકોએ, ઋષિઓએ નારીનું દેવીરૂપે કે સતીરૂપે ગૌરવ કર્યું છે. (૧૦) આત્મા અમર છે, તેથી નીતિ છે, ધર્મ છે, તત્ત્વજ્ઞાનનું પ્રયોજન છે. આત્માને જન્મજન્માંતર જેમ મનુષ્ય વસ્ત્ર કાઢી નવાં વસ્ત્ર પહેરે છે (૯), તહેવારો કે ઉત્સવો માનવજીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનને આનંદ-ઉમંગ, તરવરાટ અને તાજગી આપવાનું કામ તહેવારો કરે છે. વ્યક્તિના જીવનની એકવિધતા દૂર કરી એનામાં નવો ઉમંગ, નવી ચેતના, નવો પ્રાણ પૂરવાનું કામ તહેવારો કરે છે. ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક ધર્મના તહેવારોનું સરસ આયોજન કર્યું છે અને માત્ર ભારતીય ધર્મોમાં જ નહીં, વિશ્વના કોઈ પણ ધર્મમાં તહેવારોની સુંદર વ્યવસ્થા મળી આવે છે. આ તહેવારોના કેન્દ્રમાં ધર્મ કે ભક્તિ હોય છે, પરંતુ એનો વિશેષ ઉદેશ તો વ્યક્તિમાં નવી ચેતના, નવો આનંદ લાવવાનું હોય છે. હિંદુ ધર્મના બાર માસમાંથી ભાગ્યે જ એવો કોઈ માસ-મહિનો મળી આવશે જેમાં તહેવાર ન હોય, કેટલાક માસમાં એકથી વધુ તહેવારો પણ છે અને આસો માસમાં તો તહેવારોની હારમાળા મળી આવે છે. નવા વર્ષના મંગલ પ્રારંભથી તહેવારનો પણ આરંભ થાય અને દિવાળીની દીપમાળાના પ્રકાશથી તહેવારોની પૂર્ણાહુતિ થાય ! આ બે અંતિમોની વચ્ચે વિવિધ તહેવારોની આનંદમય સૃષ્ટિ સહુ કોઈને પ્રિય થઈ પડે તેવી છે. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy